પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મુંબઈના તારદેવ ખાતે બિલ્ડિંગમાં લાગેલી આગમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર

Posted On: 22 JAN 2022 10:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં તારદેવ ખાતે બિલ્ડીંગમાં લાગેલી આગમાં થયેલા લોકોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.

તેમણે PMNRF તરફથી રૂ.2 લાખની એક્સ-ગ્રેશિયા પણ મંજૂર કરી જે પ્રત્યેકને જેઓએ જીવ ગુમાવ્યો છે તેમના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. પ્રત્યેક ઘાયલોને રૂ. 50,000:

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:

"મુંબઈના તારદેવ ખાતે બિલ્ડિંગમાં લાગેલી આગથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના: PM @narendramodi

PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને આપવામાં આવશે જેમણે મુંબઈના તારદેવમાં બિલ્ડિંગમાં આગને કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે પ્રત્યેક ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"

SD/GP/JD

(Release ID: 1791868) Visitor Counter : 153