પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર હોવાનું કહ્યું
પ્રધાનમંત્રી 23મી જાન્યુઆરીએ તેમની જન્મજયંતી પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે
प्रविष्टि तिथि:
21 JAN 2022 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું ન હોવાથી એ પૂર્ણ થાય ત્યાં સુધી, પ્રધાનમંત્રી 23મી જાન્યુઆરી, 2022ના રોજ તેમની જન્મજયંતી પર તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.
શ્રેણીબદ્ધ ટ્વીટમાં,પ્રધાનમંત્રીએ કહ્યું;
"એ સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ ભારતના તેમના પ્રત્યેના ઋણનું પ્રતિક હશે.
જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23મી જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતીએ હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ."
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1791478)
आगंतुक पटल : 296
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam