કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય

વિશ્વ હિન્દી દિવસ પર યુનેસ્કો દ્વારા WHC (વિશ્વ ધરોહર સમિતિ) વેબસાઇટ પર હિન્દી વર્ણનો રાખવાનો ઐતિહાસિક નિર્ણય

Posted On: 11 JAN 2022 5:01PM by PIB Ahmedabad

યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળે ગઈકાલે જાહેરાત કરી હતી કે વિશ્વ હિન્દી દિવસના અવસર પર, યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરે WHC વેબસાઈટ પર ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના હિન્દી વર્ણનો પ્રકાશિત કરવા સંમતિ આપી છે.

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટર દ્વારા આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે હિન્દી દરેક ભારતીય અને હિન્દી પ્રેમી માટે ગર્વની વાત છે. વૈશ્વિક મંચ પર ભારતીય ભાષાઓની લોકપ્રિયતા આવકારદાયક અને પ્રોત્સાહક છે. 

SD/GP/JD



(Release ID: 1789129) Visitor Counter : 245