પ્રધાનમંત્રીનું કાર્યાલય

કાનપુર મેટ્રોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 DEC 2021 5:07PM by PIB Ahmedabad

ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી હરદીપ પૂરીજી, અહીંના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સાધ્વી નિરંજન જ્યોતિજી, ભાનુ પ્રતાપ વર્માજી, યુપી સરકારના મંત્રીશ્રી સતિષ મહાનાજી, નિલિમા કટિયારજી, રણવેન્દ્ર પ્રતાપજી, લખન સિંહજી, અજીત પાલજી, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય સાંસદો, તમામ આદરણીય ધારાસભ્યો, અન્ય તમામ લોક પ્રતિનિધિઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

ઋષિમુનિઓની તપોભૂમિ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિવીરોનું પ્રેરણા સ્થાન, આઝાદ ભારતના ઔદ્યોગિક સામર્થ્યને ઊર્જા આપનાર આ કાનપુરને મારા શત શત નમન. આ કાનપુરની એ જ ધરતી છે કે જેણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સુંદર સિંહ ભંડારી અને અટલ બિહારી વાજપેયી જેવા દીર્ઘદ્રષ્ટિ ધરાવનારા નેતૃત્વના ઘડતરમાં મહત્વની ભૂમિકા બજાવી છે. અને આજે માત્ર કાનપુર જ ખુશ છે એવું નથી. વરૂણ દેવતાને પણ આ ખુશીમાં ભાગ લેવાનું મન થઈ ગયું છે.

સાથીઓ,

કાનપુરના લોકોને જે મિજાજ છે, જે કાનપુરીયા અંદાજ છે તે તેમનું હાજર જવાબીપણું છે અને તેની તુલના થઈ શકે તેમ નથી. આ ઠગ્ગુ કે લડ્ડુને ત્યાં શું લખેલું હોય છે? હાં ઠગ્ગુ કે લડ્ડુ અહીં શું લખ્યું છે? એવા કોઈ સગા નથી, આજ સુધી તમે જે કહેતા હતા તે કહેતા રહો, પણ હું તો એવું જ કહીશ અને હું જ્યારે કહેતો હોઈશ ત્યારે કહીશ કે એ કાનપુર જ છે કે જ્યાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને પ્રેમ મળ્યો ના હોય. સાથીઓ જ્યારે સંગઠનના કામથી મારે તમારી વચ્ચે આવવું પડતું હતું ત્યારે સાંભળતો હતો કે ઝાડે રહો, કલક્ટર ગંજ!!! ઝાડે રહો કલક્ટર ગંજ!!! એવું આજે આપ સૌ પણ બોલો છો કે પછી નવી પેઢીના લોકો ભૂલી ગયા.

સાથીઓ,

આજે મંગળવાર છે અને પનકીવાળા હનુમાનજીના આશીર્વાદથી ઉત્તરપ્રદેશના વિકાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય જોડાઈ રહ્યો છે. આજે કાનપુરને મેટ્રો કનેક્ટિવીટી મળી છે અને  સાથે સાથે બીના રિફાઈનરી સાથે પણ કાનપુર હવે જોડાઈ ગયું છે અને તેના કારણે કાનપુરની સાથે સાથે ઉત્તરપ્રદેશના અનેક જીલ્લાઓમાં પેટ્રોલિયમ ઉત્પાદનો હવે વધુ આસાનીથી મળી રહેશે. આ બંને પ્રોજેક્ટસ માટે આપ સૌને તથા સમગર ઉત્તરપ્રદેશને ખૂબ ખૂબ અભિનંદન! તમારા સૌની વચ્ચે આવતાં પહેલાં આઈઆઈટી કાનપુરમાં મારો કાર્યક્રમ હતો. હું પહેલીવાર મેટ્રોની સફર કરનારા કાનપુરવાસીઓના મનોભાવ, તેમનો ઉમંગ અને ઉત્સાહનો સાક્ષી બનવા માંગતો હતો અને એટલા માટે મેં મેટ્રો દ્વારા મુસાફરી કરવાનું નક્કી કર્યું. મારા માટે આ એક સાચે જ યાદગાર અનુભવ રહ્યો છે.

સાથીઓ,

ઉત્તરપ્રદેશમાં અગાઉ જે લોકોએ સરકાર ચલાવી તેમણે ક્યારેય સમયનું મહત્વ સમજ્યું ન હતું. 21મી સદીના જે ગાળામાં ઉત્તર પ્રદેશે ઝડપી ગતિથી પ્રગતિ કરવાની હતી, તે અમૂલ્ય સમયને, એ મહત્વના અવસરને અગાઉની સરકારોએ ગૂમાવી દીધો. તેમની અગ્રતાઓમાં ઉત્તરપ્રદેશનો વિકાસ ન હતો, તેમની કટિબધ્ધતા ઉત્તરપ્રદેશના લોકો માટે ન હતી. આજે ઉત્તરપ્રદેશમાં જે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે તે વિતેલા કાલખંડના સમયમાં ઉત્તરપ્રદેશને જે નુકશાન થયું છે તે ભરવાઈ કરી આપવામાં જોડાઈ છે. અમે બમણી ગતિથી કામ કરી રહ્યા છીએ. આજે દેશનું સૌથી મોટું હવાઈ મથક ઉત્તરપ્રદેશમાં બની રહ્યું છે. આજે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશમાં બની રહ્યો છે. આજે દેશની પ્રથમ રિજીયોનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ઉત્તરપ્રદેશમાં બની રહી છે. ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનું હબ પણ હવે ઉત્તરપ્રદેશ બનવાનું છે. જે ઉત્તરપ્રદેશને ક્યારેક ગેરકાયદે હથિયારો ધરાવતી ગેંગ માટે બદનામ કરવામાં આવતું હતું તે ઉત્તરપ્રદેશ આજે દેશની સુરક્ષા માટે ડિફેન્સ કોરિડોર બનાવી રહ્યું છે. સાથીઓ, આ જ કારણથી ઉત્તરપ્રદેશના લોકો કહી રહ્યા છે કે ફર્ક સાફ હૈ. આ ફરક માત્ર યોજનાઓ કે પરિયોજનાઓનો નથી, પરંતુ કામ કરવાની પધ્ધતિનો છે. ડબલ એન્જિનની સરકાર જે કામ શરૂ કરે છે તે કામને પૂરૂ કરવા માટે પણ દિવસ- રાત એક કરી દે છે. કાનપુર મેટ્રોના નિર્માણનું આ કામ અમારી સરકારમાં શરૂ કરવામાં આવ્યું હતું અને અમારી સરકાર તેનું લોકાર્પણ પણ કરી રહી છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ અમારી જ સરકારે કર્યો હતો અને અમારી જ સરકારે તેનું કામ પૂરૂં કર્યું છે. દિલ્હી- મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ અમારી સરકારે કર્યો હતો અને આજે તેને પૂરો કરીને જનતાને સમર્પિત કરવાનું કામ પણ અમે જ કર્યું છે. હું આપને એવી અનેક યોજનાઓ ગણાવી  શકું તેમ છું. એટલે કે પૂર્વ હોય કે પશ્ચિમ કે પછી આપણો આ વિસ્તાર હોય. ઉત્તરપ્રદેશમાં દરેક યોજનાને સમયસર પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને એ એટલા માટે પણ જરૂરી છે કે જ્યારે યોજના સમયસર પૂરી થાય છે ત્યારે દેશના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે અને દેશના લોકોને તેનો લાભ મળે છે. તમે જ મને બતાવો કે ટ્રાફિક જામ બાબતે કાનપુરના લોકોની ફરિયાદ કેટલા વર્ષોથી ચાલી રહી હતી, તમારો કેટલો સમય તેમાં બરબાદ થતો હતો, તમારા કેટલા પૈસા બરબાદ થતા હતા. આજે હવે જ્યારે  પ્રથમ તબક્કાની 9 કિ.મી.ની લાઈન, આજે આ લાઈન શરૂ થવાથી આ ફરિયાદો દૂર થવાની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાના મુશ્કેલ પડકારો હોવા છતાં પણ બે વર્ષની અંદર જ આ સેક્શન શરૂ કરવું તે સ્વયં એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે.

સાથીઓ,

આઝાદી પછી દાયકાઓ સુધી આપણાં દેશમાં એક એવો વિચાર ચાલી રહયો હતો કે જે કાંઈ પણ નવું થશે તે સારૂ હશે અને તે ત્રણ-ચાર નવા શહેરોમાં જ થશે. દેશના મોટા મેટ્રો શહેરો સિવાયના જે શહેર હતા તેમને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. આ શહેરમાં રહેનારા લોકોની કેટલી મોટી તાકાત છે, તેમને સુવિધા આપવાનું કામ કેટલું જરૂરી છે તે અગાઉ સરકાર ચલાવનારા લોકો ક્યારેય સમજી શક્યા ન હતા. આ શહેરની આકાંક્ષાઓની, તેમાં રહેનારા કરોડો લોકોની આકાંક્ષાઓ અંગે અગાઉ જે લોકો સરકારમાં હતા તેમણે ધ્યાન આપ્યું ન હતું. આ લોકો હવે વાતાવરણ તંગ કરવાની કોશિષ કરી રહ્યા છે. તેમનો કોઈ ઈરાદો જ ન હતો, વિકાસનો કોઈ ઈરાદો ન હતો. હવે અમારી સરકાર વર્ષ 2017 થી પહેલાંના 10 વર્ષ દરમિયાન ઉત્તરપ્રદેશમાં શહેરી ગરીબો માટે માત્ર અઢી લાખ પાકાં મકાનો જ બનાવી શકાયા હતા. વિતેલા સાડા ચાર વર્ષમાં ઉત્તરપ્રદેશની સરકારે શહેરી ગરીબો માટે 17 લાખથી વધુ ઘર મંજૂર કર્યા છે અને એમાંથી સાડા નવ લાખ ઘર તૈયાર થઈ ચૂક્યા છે અને  બાકીના  ઘર માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

આપણાં ગામડાઓમાંથી ઘણાં બધા સાથીઓ શહેરમાં કામ કરવા માટે આવે છે. એમાંથી ઘણાં બધા શહેરોમાં આવીને લારી- ફેરી કે પાટા પર સામાન વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે પ્રથમ વખત અમારી જ સરકારે એ લોકો પ્રત્યે ધ્યાન આપ્યું છે અને તેમને બેંકોમાંથી સરળતાથી મદદ મળી રહે અને આ લોકો ડીજીટલ લેવડ-દેવડ કરી શકે તે દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે. પીએમ સ્વનિધી યોજનાનો લાભ અહીં કાનપુરમાં પણ અનેક લારી- ફેરીવાળા સાથીઓને મળ્યો છે. ઉત્તરપ્રદેશમાં સ્વનિધિ યોજના હેઠળ સાત લાખથી વધુ સાથીઓને રૂ.700 કરોડ કરતાં વધુ રકમ આપવામાં આવી ચૂકી છે.

ભાઈઓ અને બહેનો,

જનતા જનાર્દનની જરૂરિયાતો સમજવી અને તેમની સેવા કરવી તે આપણાં સૌની જવાબદારી છે. ડબલ એન્જિનની સરકાર તેમની જરૂરિયાતોને સમજીને દમદાર કામ કરી  રહી છે. ઉત્તરપ્રદેશના કરોડો ઘરમાં અગાઉ પાઈપથી પાણી પહોંચતુ ન હતું. આજે અમે ઘર ઘર જલ મિશન હેઠળ ઉત્તરપ્રદેશના દરેક ઘર સુધી શુધ્ધ પાણી પહોંચાડવાની કામગીરીમાં જોડાઈ ગયા છીએ. કોરોનાના આ કઠીન સમયમાં પણ ઉત્તરપ્રદેશના 15 કરોડ કરતાં વધુ લોકોને મફત રેશન આપવાની વ્યવસ્થા પણ અમારી જ સરકારે કરી છે.

સાથીઓ,

અગાઉ જે લોકો સરકારમાં હતા તે લોકો એવી માનસિકતાથી સરકાર ચલાવતા હતા કે તેમને પાંચ વર્ષ માટે લોટરી લાગી છે. જેટલું પણ થઈ શકે તેટલું ઉત્તરપ્રદેશને લૂંટતા  રહો, લૂંટી લો. તમે જાતે પણ જોયું હશે કે ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારો જે યોજનાઓ શરૂ કરતી હતી તેમાં કેવી રીતે હજારો કરોડ રૂપિયાના ગોટાળા થઈ જતા હતા. આ લોકોએ ક્યારેય પણ ઉત્તરપ્રદેશ માટે મોટા લક્ષ્ય ઉપર કામ કર્યું નથી. મોટા વિઝન સાથે કામ કર્યું નથી. તેમણે પોતાને, ક્યારેય પણ ઉત્તરપ્રદેશની જનતા માટે જવાબદેહ માન્યા નથી. આજે ડબલ એન્જિનની સરકાર સંપૂર્ણ જવાબદારીથી, પૂરી જવાબદેહી સાથે ઉત્તર  પ્રદેશને વિકાસની નવી ઉંચાઈ સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે. ડબલ એન્જિનની સરકાર મોટો લક્ષ્ય નક્કી કરવાનું અને તેને પૂરાં કરવાનું જાણે છે. કોણ વિચારી શકે તેમ છે કે ઉત્તરપ્રદેશમાં વિજળીના ઉત્પાદનથી માંડીને ટ્રાન્સમિશન સુધીની બાબતમાં સુધારો આવી શકે છે. વિજળી ક્યાં ગઈ એવું લોકો વિચારતા ન હતા. તેમને ખબર પણ ન હતી કે કલાકો સુધી કપાત થવાની જ છે. તેમને એ વાતનો સંતોષ રહેતો હતો કે નજીકના વિસ્તારમાં વિજળી ગઈ છે નહીં. એવા મહત્વના શહેરોના વિકાસમાં અગ્રતા આપવામાં આવી રહી છે કે આ શહેરોમાં કનેક્ટિવીટી સારી હોય, ત્યાં ઉચ્ચ શિક્ષણ માટે સારી સંસ્થાઓ હોય. વિજળીની તકલીફ ના હોય, પાણીની અછત ના હોય, ગટર વ્યવસ્થા આધુનિક હોય. આ બધી બાબતો પર કામ કરવામાં આવી રહ્યું છે. જો હું મેટ્રોની વાત કરૂં તો કાનપુર મેટ્રોના પ્રથમ ચરણનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગ્રા અને મેરઠ મેટ્રોનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. અન્ય ઘણાં શહેરોમાં પણ મેટ્રોનો પ્રસ્તાવ કરાયો છે. લખનૌ, નોઈડા અને ગાઝીયાબાદ મેટ્રોનો સતત વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે ગતિથી ઉત્તરપ્રદેશમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તે અભૂતપૂર્વ છે.

સાથીઓ,

હું જે આંકડા આપી રહ્યો છું તે આંકડા ધ્યાનથી સાંભળો. સાંભળશોને? ધ્યાનથી સાંભળશોને? જુઓ, વર્ષ 2014 પહેલાં ઉત્તરપ્રદેશમાં જેટલી મેટ્રો  ચાલતી હતી તેની કુલ લંબાઈ 9 કિ.મી. હતી. વર્ષ 2014થી માંડીને 2017 વચ્ચે મેટ્રોની લંબાઈ વધીને કુલ 18 કિ.મી. થઈ. આજે કાનપુર મેટ્રોને ઉમેરીએ તો  ઉત્તરપ્રદેશમાં મેટ્રોની લંબાઈ હવે 90 કિ.મી.થી વધુ થઈ ચૂકી છે. અગાઉની સરકાર જે રીતે કામ કરી રહી હતી, તે રીતે યોગીજીની સરકાર કેવી રીતે કામ કરી શકે. એટલે તો ઉત્તરપ્રદેશ જણાવે છે કે ફર્ક સાફ છે.

સાથીઓ,

વર્ષ 2014ની અગાઉ સમગ્ર દેશમાં માત્ર પાંચ શહેરોમાં મેટ્રો સુવિધા હતી. આનો અર્થ એવો હતો કે મેટ્રો રેલવે માત્ર મેટ્રો શહેર તરીકે ઓળખાતા શહેરોમાં જ હતી. આજે ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં મેટ્રો ચાલી રહી છે. આજે દેશના 27 શહેરોમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. આ શહેરોમાં રહેતા ગરીબ પરિવારો, મધ્યમ વર્ગના પરિવારોને આજે મેટ્રો રેલવેની પણ સુવિધા મળી રહી છે, જે અગાઉ માત્ર મેટ્રો શહેરોમાં જ ઉપલબ્ધ થતી હતી. શહેરી ગરીબોનું જીવનધોરણ ઉંચુ લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેનાથી વર્ગ-2 અને વર્ગ-3ના શહેરોના યુવાનોમાં આત્મવિશ્વાસ વધી રહયો છે. ઉત્તરપ્રદેશમાં તો ડબલ એન્જિનની સરકાર બન્યા પછી તેમાં ઝડપથી ગતિ આવી છે.

સાથીઓ,

કોઈપણ દેશ હોય કે રાજ્ય, અસમતોલ વિકાસની સાથે તે ક્યારેય આગળ ધપી શકતો નથી. દાયકાઓ સુધી આપણાં દેશમાં આવી સ્થિતિ ચાલતી હતી. કોઈ એક હિસ્સાનો વિકાસ થતો હતો તો બીજો હિસ્સો પાછળ રહી જતો હતો. રાજ્યના સ્તરે તથા સમાજના સ્તરે રહેલી અસમાનતાને દૂર કરવાનું એટલું જ જરૂરી હતું. એટલા માટે અમારી સરકારે સબ કા સાથ, સબ કા વિકાસના  મંત્ર સાથે કામ કરી રહી છે. સમાજનો દરેક વર્ગ દલિત, શોષિત, પીડિત, વંચિત, પછાત અને આદિવાસી તમામ લોકોને અમારી સરકારનો બરાબર લાભ મળી રહ્યો છે. અમારી સરકાર એ લોકો પર વિશેષ ધ્યાન આપી રહી છે. જેમને અગાઉ ક્યારેય પૂછવામાં પણ આવતું ન હતું, જે લોકો ઉપર અગાઉ ક્યારેય ધ્યાન પણ આપવામાં આવતુ ન હતું.

સાથીઓ,

શહેરોમાં રહેનારા ગરીબો તરફ અગાઉની સરકારો ખૂબ જ બેધ્યાન રહી છે. આવા શહેરી ગરીબો માટે આજે પ્રથમ વખત અમારી સરકાર સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કરી રહી છે. હું આપને એક ઉદાહરણ આપવા માંગુ છું. સાથીઓ, કોઈ વિચારી પણ શકે કે ગંગાજીમાં પડતા સીસામઉ જેવું વિશાળ અને વિકરાળ નાળું પણ એક દિવસે બંધ થઈ શકે છે, પરંતુ આ કામ અમારી ડબલ એન્જિનની સરકારે કરી બતાવ્યું છે. બીપીસીએલના પનકી કાનપુર ડેપોની ક્ષમતા ચાર ગણાથી વધુ વધારવાથી કાનપુરને ઘણી રાહત મળશે.

ભાઈઓ અને બહેનો,

કનેક્ટિવીટી અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓની સાથે સાથે ગેસ અને પેટ્રોલિયમ પાઈપલાઈનની માળખાગત સુવિધા માટે જે કામ થયું છે તેનાથી પણ ઉત્તરપ્રદેશને ઘણો લાભ થયો છે. વર્ષ 2014 સુધી દેશમાં માત્ર 14 કરોડ એલપીજી ગેસનાં જોડાણો હતા. આજે 30 કરોડથી વધુ ગેસના જોડાણો છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ આશરે 1 કરોડ 60 લાખ ગરીબ પરિવારોને નવા ગેસના જોડાણો આપવામાં આવ્યા છે. પાઈપથી અપાતા સસ્તા ગેસના જોડાણો પણ સાત વર્ષમાં 9 ગણા થઈ ચૂક્યા છે. આવું એટલા માટે થઈ શક્યું છે, કારણ કે વિતેલા વર્ષોમાં પેટ્રોલિયમ નેટવર્કનું અભૂતપૂર્વ વિસ્તરણ કરવામાં આવ્યું છે. બીના-પનકી મલ્ટી પ્રોડક્ટ પાઈપલાઈન આ નેટવર્કને વધુ સશક્ત બનાવશે. હવે બીના રિફાઈનરીથી પેટ્રોલ અને ડિઝલ જેવા ઉત્પાદનો માટે કાનપુર સહિત ઉત્તરપ્રદેશના અનેક જીલ્લાઓની ટ્રકો ઉપર આધાર રાખવો નહીં પડે. તેનાથી ઉત્તરપ્રદેશના વિકાસના એન્જિનને અટક્યા વગર ઊર્જા મળતી રહેશે.

સાથીઓ,

કોઈપણ રાજ્યમાં મૂડીરોકાણ થાય, ઉદ્યોગો વિકસે તે માટે કાયદો અને વ્યવસ્થાનું રાજ ખૂબ જ જરૂરી છે. ઉત્તરપ્રદેશમાં અગાઉ જે સરકારો હતી તેમણે માફિયાવાદના વૃક્ષો એટલા ફેલાવ્યા હતા કે તેની છાયામાં તમામ ઉદ્યોગ ધંધા ચોપટ થઈ ગયા હતા. હવે યોગીજીની સરકાર કાયદો અને વ્યવસ્થાનું રાજ પાછુ લાવી છે અને એટલા માટે ઉત્તરપ્રદેશમાં હવે મૂડીરોકાણ પણ વધી રહ્યું છે અને અપરાધીઓ પણ પોતાની જામીન જાતે જ રદ કરાવીને જેલમાં જઈ રહ્યા છે. ડબલ એન્જિનની સરકાર ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં ઔદ્યોગિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. અહીંયા કાનપુરમાં મેગા લેધર ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. અહીંના યુવાનોનું કૌશલ્ય વિકસે તે માટે ફઝલ ગંજમાં ટેકનોલોજી સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે. ડિફેન્સ કોરિડોર હોય કે પછી એક જનપદ, એક ઉત્પાદન યોજના. તેનો લાભ આપણાં કાનપુરના ઉદ્યમી સાથીઓને પણ મળ્યો હશે.

સાથીઓ,

કેન્દ્ર સરકાર તરફથી પણ બિઝનેસ કરવામાં આસાની વધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. નવા એકમો માટે કોર્પોરેટ વેરામાં કાપ મૂકીને 15 ટકા કરવાનો હોય, જીએસટીના દરમાં ઘટાડો કરવાનો હોય કે ઘણાં બધા કાયદાઓની જાળ સમાપ્ત કરવાની હોય, ફેસલેસ એસેસમેન્ટ હોય કે પછી તે દિશામાં ઉઠાવવામાં આવેલા કદમ  હોય. નવા ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહનો આપવાનું કામ પણ શરૂ કરી દીધું છે. સરકારે કંપનીઓના કાયદાની ઘણી બધી જોગવાઈઓને ડી-ક્રિમિનાઈઝ કરી દીધી છે, જે આપણાં વેપારી સાથીઓની મુશ્કેલીમાં વધારો કરી રહી હતી.

ભાઈઓ અને બહેનો,

જે પક્ષોની આર્થિક નીતિ જ ભ્રષ્ટાચાર હોય, જેમની નીતિ બાહુબલીઓનો આદર સત્કાર કરવાની હોય તે લોકો ઉત્તરપ્રદેશનો વિકાસ કરી શકતા નથી. એટલા માટે તેમને દરેક કદમે સમસ્યા નડતી હતી. જેમાં સમાજને મજબૂતી મળે છે, સમાજનું સશક્તીકરણ થાય તે માટે મહિલા સશક્તીકરણ માટે લીધેલા પગલાંનો પણ તે વિરોધ કરી રહ્યા હતા. તીન તલાક વિરૂધ્ધનો કાયદો હોય કે પછી છોકરા અને છોકરીઓના લગ્ન માટેની ઉંમર એક સરખી કરવાનો વિષય હોય, આ લોકો માત્ર વિરોધ જ કરે છે. હા, યોગીજીની સરકારના કામ જોઈને આ લોકો ચોક્કસ કહે છે કે આ કામ તો અમે કર્યું હતું, આ પણ અમે કર્યું હતું. વિતેલા દિવસોમાં બોક્સ ભરી ભરીને જેમના ત્યાંથી નોટો મળી છે તે બધુ જોયા પછી પણ આ લોકો એવું જ કહેશે કે આ પણ અમે જ કર્યું છે.

સાથીઓ,

તમે કાનપુરવાળા તો બિઝનેસને, વેપાર- કારોબારને સારી રીતે સમજો છો. વર્ષ 2017 પહેલાં ભ્રષ્ટાચારનું આ અત્તર, ભ્રષ્ટાચારનું અત્તર તેમણે સમગ્ર ઉત્તરપ્રદેશ પર છાંટી રાખ્યું હતું તે ફરીથી લોકોની સામે આવ્યું છે, પણ હવે તો આ લોકો મોંઢા પર તાળું લગાવીને બેઠા છે. યશ લેવા માટે પણ આગળ આવતા નથી. નોટોના જે પહાડ પૂરા દેશે જોયા છે તે જ તેમની સિધ્ધિ છે. આ જ તેમની સચ્ચાઈ છે. ઉત્તરપ્રદેશના લોકો બધુ જોઈ રહ્યા અને સમજી રહ્યા છે. એટલા માટે ઉત્તરપ્રદેશનો વિકાસ કરનારા લોકોનો સાથ ઉત્તરપ્રદેશને નવી ઉંચાઈ પર પહોંચાડનારા લોકોને મળી રહ્યો છે. ભાઈઓ અને બહેનો, આજે આટલી મોટી ભેટ તમારા ચરણોમાં સુપરત કરવા સમયે અનેક પ્રકારની ખુશીઓથી ભરેલું આ વાતાવરણ આજના આ મહત્વના અવસરે ફરી એકવાર આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD



(Release ID: 1785895) Visitor Counter : 271