પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 27 ડિસેમ્બરે મંડીની મુલાકાત લેશે અને રૂ. 11,000 કરોડથી વધુના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી 27 ડિસેમ્બરે મંડીની મુલાકાત લેશે અને રૂ. 11,000 કરોડથી વધુના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પીએમ રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે - સહકારી સંઘવાદના પ્રધાનમંત્રીના વિઝન હેઠળ છ રાજ્યોને એકસાથે લાવીને શક્ય બન્યું
આ પ્રોજેક્ટ દિલ્હી માટે તેના પાણી પુરવઠામાં નોંધપાત્ર વધારો કરીને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે
પ્રધાનમંત્રી લુહરી સ્ટેજ 1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને ધૌલસિધ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે
પ્રધાનમંત્રી સાવરા-કુડ્ડુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરશે
મીટમાં આશરે રૂ. 28,000 કરોડના પ્રોજેક્ટની શરૂઆત દ્વારા આ ક્ષેત્રમાં રોકાણને વેગ મળવાની અપેક્ષા છે
Posted On:
26 DEC 2021 9:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર 2021ના રોજ મંડી, હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેઓ લગભગ બપોરે 12 વાગે રૂ. 11,000 કરોડથી વધુની કિંમતની હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઈવેન્ટ પહેલા, તેઓ સવારે 11:30 વાગ્યે હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરશે.
પ્રધાનમંત્રીએ દેશમાં ઉપલબ્ધ સંસાધનોની અણુપયોગી ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા પર સતત ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સંબંધમાં એક પગલું હિમાલય પ્રદેશમાં હાઇડ્રોપાવર સંભવિતતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું છે. મુલાકાત દરમિયાન જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને જેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરશે તે આ દિશામાં એક મહત્ત્વનું પગલું દર્શાવે છે.
પ્રધાનમંત્રી રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. લગભગ ત્રણ દાયકાઓથી પેન્ડિંગ પડેલો, આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદના વિઝન દ્વારા શક્ય બન્યો, જ્યારે છ રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીને કેન્દ્ર દ્વારા પ્રોજેક્ટ બનાવવા માટે એકસાથે લાવવામાં આવ્યા. 40 મેગાવોટનો આ પ્રોજેક્ટ આશરે રૂ. 7000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. તે દિલ્હી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જે દર વર્ષે લગભગ 500 મિલિયન ક્યુબિક મીટર પાણી પુરવઠો પ્રાપ્ત કરી શકશે.
પ્રધનમંત્રી લુહરી સ્ટેજ 1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 210 મેગાવોટનો આ પ્રોજેક્ટ 1800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. તે દર વર્ષે 750 મિલિયન યુનિટથી વધુ વીજળીનું ઉત્પાદન કરશે. આધુનિક અને ભરોસાપાત્ર ગ્રીડ સપોર્ટ વિસ્તારની આસપાસના રાજ્યો માટે પણ ફાયદાકારક સાબિત થશે.
પ્રધાનમંત્રી ધૌલસિધ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. હમીરપુર જિલ્લાનો આ પ્રથમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ હશે. 66 મેગાવોટનો આ પ્રોજેક્ટ રૂ. 680 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. તે દર વર્ષે 300 મિલિયન યુનિટથી વધુ વીજળીનું ઉત્પાદન કરશે.
પ્રધાનમંત્રી સાવરા-કુડ્ડુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. 111 મેગાવોટનો પ્રોજેક્ટ આશરે રૂ. 2080 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તે દર વર્ષે 380 મિલિયન યુનિટથી વધુ વીજળીનું ઉત્પાદન કરશે અને રાજ્યને વાર્ષિક રૂ. 120 કરોડથી વધુની આવક મેળવવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની પણ અધ્યક્ષતા કરશે. આ મીટ આશરે રૂ. 28,000 કરોડના પ્રોજેક્ટની શરૂઆત દ્વારા પ્રદેશમાં રોકાણને વેગ આપશે તેવી અપેક્ષા છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1785253)
Visitor Counter : 291
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam