સંરક્ષણ મંત્રાલય

આઈએનએસ ખુકરી દેશની 32 વર્ષની શાનદાર સેવા પછી સેવામુક્ત

Posted On: 24 DEC 2021 12:34PM by PIB Ahmedabad

આઈએનએસ ખુકરી કે જે સ્વદેશમાં નિર્મિત મિસાઈલ કાર્વેટ્સમાંનું પ્રથમ જહાજ છે, તેને ગુરૂવારે 23 ડિસેમ્બર, 2021ના રોજ 32 વર્ષની શાનદાર સેવા પછી સેવામુક્ત કરી દેવાયું છે. સમારંભના મુખ્ય અતિથિ પૂર્વ નૈસેના કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ એડમિરલ વિશ્વજીત દાસગુપ્તા અને જહાજના કેટલાક સેવારત અને સેવાનિવૃત પૂર્વ કમાન્ડિંગ અધિકારીઓની ઉપસ્થિતિમાં જહાજનો ઔપચારિક સમારંભ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સંધ્યાકાળે રાષ્ટ્રીય ધ્વજ, નૌસેનાની પતાકા અને સેવામુક્ત કરનાર પતાકા નીચે કરવામાં આવી હતી.

 

કાર્વેટનું નિર્માણ 23 ઓગસ્ટ 1989માં મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ દ્વારા થયું હતું અને તેને પશ્ચિમી અને પૂર્વીય બંને કાફલાનો હિસ્સો હોવાનું ગૌરવ પ્રાપ્ત હતું. જહાજને મુંબઈમાં તત્કાલીન માનનીય સંરક્ષણ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પંત અને શ્રીમતી સુધા મુલ્લા, દિવંગત કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, એમવીસીના પત્ની દ્વારા કમાન્ડર (હવે વાઈસ એડમિરલ સેવાનિવૃત) સંજીવ ભસીન સાથે તેના પ્રથમ કમાન્ડિંગ ઓફિસર તરીકે કમિશન કરવામાં આવ્યું હતું.

 

પોતાની સેવા દરમિયાન, જહાજની કમાન 28 કમાન્ડિંગ અધિકારીઓએ સંભાળી અને 6,44,897 સમુદ્રી માઈલથી વધુનું અંતર કાપ્યું, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 30 ગણું દુનિયાભરમાં નેવિગેટ કરવા બરાબર છે.

 

જહાજ ભારતીય સેનાના ગોરખા બ્રિગેડ સાથે સંલગ્ન હતું અને લેફ્ટનન્ટ જનરલ પીએન અનંતનારાયણ, એસએમ, અધ્યક્ષ ગોરખા બ્રિગેડે આ સમારંભમાં ભાગ લીધો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/37ZUR.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/48QTE.jpg

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1784856) Visitor Counter : 277