મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને પોલિશ ચેમ્બર ઓફ સ્ટેચ્યુટરી ઓડિટર (PIBR) વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 22 DEC 2021 5:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા આજે, સભ્ય વ્યવસ્થાપન, વ્યાવસાયિક નૈતિકતાઓ, ટેકનિકલ સંશોધન, CPD, પ્રોફેશનલ એકાઉન્ટન્સી તાલીમ, ઓડિટ ગુણવત્તા દેખરેખ, એકાઉન્ટિંગના જ્ઞાનમાં વધુ પ્રગતિ, વ્યાવસાયિક અને બૌદ્ધિક વિકાસના ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સ્થાપિત કરવા માટે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને પોલિશ ચેમ્બર ઓફ સ્ટેચ્યુટરી ઓડિટર (PIBR) વચ્ચેના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યો:

પ્રસ્તાવિત MoUનો ઉદ્દેશ હેતુ બ્લોકચેઇન, સ્માર્ટ કોન્ટ્રાક્ટ સિસ્ટમ, પરંપરાગત એકાઉન્ટિંગમાંથી ક્લાઉડ એકાઉન્ટિંગમાં સ્થાનાંતરણ વગેરે સહિત ઓડિટ અને એકાઉન્ટિંગના ક્ષેત્રમાં નવી આવિષ્કારી પદ્ધતિઓના અભ્યાસ તેમજ ઉપયોગની બાબતોમાં પારસ્પરિક સહકારને મજબૂત કરવાનો છે. ICAI અને PIBR એવો પણ ઇરાદો રાખે છે કે, ભ્રષ્ટાચાર તેમજ નાણાં ઉચાપત સામેની લડાઇમાં સંયુક્ત સહકાર હાથ ધરવા માટે વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકો, સામયિકો અને અન્ય પ્રકાશનોની માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવે, બંને પક્ષોના સામયિકો અને વેબસાઇટ્સ પર ઓડિટ અને એકાઉન્ટિંગ સંબંધિત લેખોનું પરસ્પર પ્રકાશન કરવામાં આવે.

અસર:

ICAI અને પોલેન્ડના PIBR વચ્ચે કરવામાં આવેલા MoUથી, ICAIની સભ્યોને પોલેન્ડમાં ટૂંકાથી લાંબા ગાળાના ભવિષ્યમાં વ્યાવસાયિક તકો પ્રાપ્ત કરવાની સંભાવનાઓ પૂરી પાડીને તેઓ યુરોપમાં પોતાની સ્થિતિ વધારે મજબૂત કરશે તેવી અપેક્ષા છે. MoUનો ઉદ્દેશ ICAI અને PIBR ના સભ્યો માટે પારસ્પરિક લાભદાયી સંબંધ વિકસાવવાનો અને જોડે મળીને કામ કરવાનો છે. MoUની મદદથી, ICAI એકાઉન્ટન્સીના વ્યવસાયમાં પૂરી પાડવામાં આવતી સેવાઓની નિકાસ પ્રદાન કરીને પોલેન્ડ સાથેની ભાગીદારીને મજબૂત કરવા માટે સક્ષમ બનશે.

ICAI સભ્યો બંને દેશમાં વિવિધ સંસ્થાઓમાં મધ્યમથી ઉચ્ચ સ્તરના હોદ્દા ધરાવે છે અને દેશની સંબંધિત સંસ્થાઓના નિર્ણય/નીતિ ઘડવાની વ્યૂહનીતિઓને પ્રભાવિત કરી શકે છે. ICAI વિશ્વના 47 દેશોના 73 શહેરોમાં ચેપ્ટર અને પ્રતિનિધિ કચેરીઓના પોતાના વિશાળ નેટવર્કના માધ્યમથી આ દેશોમાં પ્રચલિત પ્રથાઓને શેર કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી ભારત સરકાર વિદેશી રોકાણ આકર્ષવા માટે અને ભારતમાં તેમનું સેટઅપ સ્થાપિત કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી તેમના દ્વારા અનુસરવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવી શકે. આ MoUથી કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને પોલિશ ચેમ્બર ઓફ સ્ટેચ્યુટરી ઓડિટર (PIBR)ને ફાયદો થશે.

પૃષ્ઠભૂમિ:

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અધિનિયમ, 1949 હેઠળ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયનું નિયમન કરવા માટે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની સ્થાપના કરવામાં આવી છે જે એક કાનૂની સંસ્થા છે. ICAI દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયને આગળ વધારવામાં શિક્ષણ, વ્યાવસાયિક વિકાસ, ઉચ્ચ એકાઉન્ટિંગની જાળવણી, ઓડિટીંગ અને નૈતિક ધોરણોના ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં યોગદાન આપવામાં આવ્યું છે, જેને વૈશ્વિક સ્તરે પણ બિરદાવવામાં આવ્યું છે. નાણાકીય સ્ટેમેન્ટ્સના ઓડિટીંગ અને પ્રકાશન પર અને કાનૂની ઓડિટર્સ પર ઓક્ટોબર 1991ના અધિનિયમ અનુસાર ધ પોલિશ ચેમ્બર ઓફ સ્ટેચ્યુટરી ઓડિટર્સ (PIBR)ની સ્થાપના કરવામાં આવી છે જે પોલેન્ડમાં ઓડિટના વ્યવસાયનું નિયમન કરવા માટે 1 જાન્યુઆરી 1992થી અમલમાં આવી છે.

SD/GP/JD



(Release ID: 1784330) Visitor Counter : 202