સંરક્ષણ મંત્રાલય
ડીઆરડીઓએ સ્વદેશમાં જ વિકસિત નવી પેઢીની સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી મિસાઈલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ
Posted On:
22 DEC 2021 1:12PM by PIB Ahmedabad
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ સ્વદેશમાં જ વિકસિત સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી મિસાઈલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ 22 ડિસેમ્બર 2021ના રોજ ઓડિશા તટ પર ડૉ. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી કર્યુ. પરીક્ષણ દરમિયાન તેણે પોતાના તમામ લક્ષ્યો પાર પાડ્યા છે. પ્રલય મિસાઈલે ઈચ્છિત અર્ધ બેલિસ્ટિક પ્રક્ષેપકનું અનુસરણ કર્યુ અને તેણે નિયંત્રણ. માર્ગદર્શન તથા મિશન અલ્ગોરિધમને પ્રમાણિત કરીને પૂર્ણ ચોક્સાઈ સાથે નિર્દિષ્ટ લક્ષ્યને હાંસલ કર્યુ. પરીક્ષણના સમયે તમામ ઉપ-પ્રણાલિઓએ સંતોષજનક પ્રદર્શન કર્યુ. ડાઉન રેન્જના જહાજો સહિત પૂર્વ તટ પર કેન્દ્રબિંદુ પાસે તહેનાત તમામ સેન્સરોએ મિસાઈલ પ્રક્ષેપકની ચકાસણી કરી અને તમામ ઘટનાઓને કેપ્ચર કરી.
પ્રલય મિસાઈલ નક્કર પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અનેક નવી ટેકનીકોથી સંચાલિત થાય છે. આ મિસાઈલની રેન્જ ક્ષમતા 150-500 કિમી છે અને તેના મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે. પ્રલય મિસાઈલ ગાઈડન્સ પ્રણાલીમાં અત્યાધુનિક નેવિગેશન અને એકીકૃત એવિઓનિક્સ પ્રણાલી સામેલ છે.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આ મિસાઈલના પ્રથમ સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓ તેમજ સંબંધિત ટીમોને અભિનંદન આપ્યા હતા. તેમણે ઝડપથી વિકાસ અને સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી આધુનિક મિસાઈલના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓની પ્રશંસા કરી.
ડીઆરડીઓના સચિવ તથા ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. જી. સતીષ રેડ્ડીએ ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે આ આધુનિક ટેકનિકોથી સજ્જ સરફેસથી સરફેસ પર પ્રહાર કરનારી નવી પેઢીની મિસાઈલ છે. તેમણે કહ્યું કે આ હથિયારને સૈન્ય પ્રણાલીમાં સામેલ કરવાથી સશસ્ત્ર દળોને આવશ્યક પ્રોત્સાહન મળશે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1784201)
Visitor Counter : 346