પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીના હસ્તે દહેરાદૂનમાં અંદાજે રૂ.18,000 કરોડનો ખર્ચ ધરાવતા વિવિધ પ્રોજેકટસનુ ઉદ્દઘાટન અને શિલારોપણ વિધી


"ભારત હાલમાં આધુનિક માળખાકીય સુવિધાઓ માટે રૂ.100 લાખ કરોડથી વધુ રકમનું મૂડીરોકાણ કરવાના ઈરાદા સાથે આગળ ધપી રહ્યું છે. ભારતની નીતિ બમણી કે ત્રણ ગણી' ગતિશક્તિની છે''

"આપણાં પર્વતો માત્ર વિશ્વાસ અને સંસ્કૃતિના ગઢ જ નથી, પણ તે આપણાં દેશની સુરક્ષાના કિલ્લા છે. દેશની ટોચની અગ્રતાઓમાંની એક, પર્વતોમાં વસતા લોકોનું જીવન વધુ આસાન બનાવવાની પણ છે"

"સરકાર હાલમાં વિશ્વના કોઈ દેશના દબાણ હેઠળ આવતી નથી.
આપણે હંમેશાં 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને અનુસરનારા લોકો છીએ"

" આપણે જે કોઈ યોજનાઓ લઈને આવીએ છીએ તે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાં માટે લઈને આવીએ છીએ, આપણે મત બેંકના રાજકારણના ધોરણે કામ કરતા નથી, પણ લોકોની સેવાને અગ્રતા આપી છે. આપણો અભિગમ દેશને મજબૂત કરવાનો છે. "

Posted On: 04 DEC 2021 3:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી મોદીએ દહેરાદૂનમાં રૂ.18000 કરોડનો ખર્ચે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલારોપણ વિધી કરી છે. આમાં દિલ્હી-દહેરાદૂન-ઈકોનોમિક કોરિડોર (ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસ વે જંકશનથી દહેરાદૂન), દિલ્હી-દહેરાદૂન-ઈકોનોમિક કોરિડોરનો હલોગા સહારાનપુરથી ભદ્રાબાદ, હરિદ્વારને જોડતો ગ્રીનફીલ્ડ એલાઈનમેન્ટ પ્રોજેકટ, હરિદ્વાર રીંગ રોડ પ્રોજેકટ, દહેરાદૂન પાઓન્ટા સાહેબ (હિમાચલ પ્રદેશ) રોડ પ્રોજેકટ, નઈબાબાદ-કોટદ્વાર રોડ પહોળો કરવાનો પ્રોજેકટ, લક્ષ્મણ ઝૂલા પછી  ગંગા નદી પરના પુલ પ્રોજેકટનો સમાવેશ થાય છે. તેમણે ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી પ્રોજેક્ટ-દહેરાદૂનમાં પાણી પૂરવઠા, માર્ગ અને ગટર વ્યવસ્થા વિકાસ, ગંગોત્રી-યમનોત્રી ધામ ખાતે માળખાકિય સુવિધાઓના વિકાસના કામ  અને હરિદ્વારમાં મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. 

આ વિસ્તારમાં તેમણે ભૂસ્ખલનની સમસ્યા હલ કરવા માટે દેવપ્રયાગથી શ્રીકોટ સુધી અને નેશનલ હાઈવે-58 ઉપર બ્રહ્મપુરીથી કોડિયાલા સુધી માર્ગ પહોળો કરવાનો પ્રોજેક્ટ, 120 મેગાવોટનો યમુના નદી પર બંધાયેલો વ્યાસી હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ, દહેરાદૂનમાં હિમાલયન કલ્ચરલ સેન્ટર ઉપરાંત, દહેરાદૂનમાં અરોમા લેબોરેટરી (સેન્ટર ફોર એરોમેટિક પ્લાન્ટસ)નું ઉદ્દઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જ્ણાવ્યું હતું કે ઉત્તરાખંડ એ માત્ર શ્રધ્ધાનું કેન્દ્ર જ નથી, પણ સખત પરિશ્રમ અને દ્રઢ નિશ્ચયનું પ્રતિક પણ છે. આથી જ રાજ્યનો વિકાસ કેન્દ્ર અને રાજ્યની "ડબલ એન્જીનની સરકાર" માટે ટોચની અગ્રતા ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સદીના પ્રારંભે અટલજીએ ભારતમાં કનેક્ટિવીટી વધારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 10 વર્ષ માટે દેશમાં એવી સરકાર આવી હતી કે જેણે દેશના અને ઉત્તરાખંડના મૂલ્યવાન સમયનો વ્યય કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે "10 વર્ષ સુધી કૌભાંડો થયા, દેશમાં માળખાકીય સુવિધાઓના નામે કૌભાંડો થયા. દેશને થયેલું નુકશાન ભરપાઈ કરવા માટે અમે બમણો અને સખત પરિશ્રમ કર્યો અને આજે પણ પરિશ્રમ કરી રહ્યા છીએ."

બદલાયેલી જીવનશૈલી અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "હાલમાં ભારત આધુનિક માળખાકીય સુવિધાઓ માટે રૂ.100 લાખ કરોડથી વધુ મૂડીરોકાણ કરવાના ઈરાદા સાથે આગળ ધપી રહ્યું છે. ભારતની વર્તમાન નીતિ 'ગતિશક્તિ'ની છે. અમે બમણી કે ત્રણ ગણી ઝડપે કામ કરી રહ્યા છીએ."

કનેક્ટિવીટીના લાભ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2012ની કેદારનાથની ટ્રેજેડી પહેલાં 5,70,000 લોકોએ દર્શન કર્યા હતા તે સમયે તે એક વિક્રમ હતો. તે પછી જ્યારે કોરોના કાળ શરૂ થયો ત્યારે એટલે વર્ષ 2019માં 10 લાખથી વધુ લોકો કેદારનાથની મુલાકાતે આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "કેદારનાથનું પુનઃનિર્માણ કરવાથી દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓની સંખ્યામાં તો વધારો થયો જ છે, પણ સાથે સાથે ત્યાં લોકોને રોજગારી અને સ્વરોજગારની અનેક તકો પૂરી પાડવામાં આવી છે."

દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરની શિલારોપણ વિધી કરતાં તેમણે આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે "જ્યારે આ યોજના તૈયાર થઈ જશે ત્યારે દિલ્હીથી દહેરાદૂન વચ્ચે પ્રવાસનો સમય લગભગ અડધો થઈ જશે" તેવુ પ્રધાનમંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે આપણાં પર્વતો શ્રધ્ધા અને સંસ્કૃતિના ગઢ જ નથી, પણ સાથે સાથે તે દેશની સુરક્ષાના કિલ્લા પણ છે. દેશ માટેની સર્વોચ્ચ અગ્રતાઓમાં પર્વતોમાં વસતા લોકોનું જીવન આસાન બનાવવાનો પણ સમાવેશ થાય છે. કમનસીબે જે લોકો દાયકાઓ સુધી સરકારમાં રહ્યા તેમણે નીતિ વિષયક વિચારણા કરતી વખતે આ વિચારને ધ્યાનમાં લીધો ન હતો.

વિકાસની ગતિ અંગે તુલના કરતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે વર્ષ 2007 અને વર્ષ 2014ની વચ્ચેના 7 વર્ષના ગાળામાં કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં માત્ર 288 કિ.મી.ના રાષ્ટ્રિય ધોરિમાર્ગોનું નિર્માણ કર્યું હતું. જ્યારે વર્તમાન સરકારે તેના 7 વર્ષના શાસનમાં ઉત્તરાખંડમાં 2000 કિ.મી.થી વધુ રાષ્ટ્રિય ધોરિમાર્ગોનું નિર્માણ કર્યું છે.

પ્રધાનમંત્રીએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ સરહદી પર્વતિય વિસ્તારોમાં માળખાકિય સુવિધાઓ અંગે ગંભીરતાપૂર્વક કામ કર્યું  ન હતું, જે તે સમયે તેમણે કરવું જોઈતું હતું. તેમણે જણાવ્યું કે "સરહદની નજીક માર્ગોનું નિર્માણ પણ કરવું જોઈએ, પૂલનું બાંધકામ કરવું જોઈએ પણ તેમણે આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું."

શ્રી મોદીએ જણાવ્યું કે "વન રેન્ક વન પેન્શન અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપી શકાય તેવા આધુનિક શસ્ત્રો અંગે પણ યોગ્ય ધ્યાન અપાયું ન હતું અને સેનાને દરેક સ્તરે હતાશ કરવામાં આવી હતી."

"હાલમાં જે સરકાર શાસન કરી રહી છે તે દુનિયામાં કોઈ પણ દેશના દબાણ નીચે આવતી નથી. આપણે એવા લોકો છીએ કે જે હંમેશા રાષ્ટ્ર પ્રથમના મંત્રને અનુસરીએ છીએ" તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કોઈ એક જાતિ કે ધર્મને પંપાળવાની અને વિકાસની નીતિઓમાં ભેદભાવના રાજકારણની ટીકા કરી હતી. લોકોને મજબૂત નહીં થવા દેવાની અને પોતાની જરૂરિયાત માટે સરકાર ઉપર અવલંબન રાખવુ પડે તેવા  વિકૃત રાજકારણની ટીકા કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે "તેમની સરકારે અલગ માર્ગ પસંદ કર્યો છે તે એક કપરો માર્ગ છે. કપરો માર્ગ હોવા છતાં તે સાચે જ દેશના હિત માટેનો માર્ગ છે. આ માર્ગ સબકા સાથ- સબકા વિકાસનો માર્ગ છે. અમે કહીએ છીએ કે અમે જે કોઈ પણ યોજનાઓ લાવીશું તે કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌના માટેની યોજનાઓ હશે. અમે મતબેંકનું રાજકારણ કરતા નથી અને લોકોની સેવાને અગ્રતા આપીએ છીએ. અમારા અભિગમથી દેશ મજબૂત થયો છે." તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

અંતમાં પ્રધાનમંત્રીએ ખાત્રી આપી હતી કે દેશમાં પ્રગતિની જે ગતિ હાંસલ થઈ છે તે અટકશે નહીં કે તેમાં શિથિલતા આવશે નહીં. આપણે વધુ શ્રધ્ધા અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધીશું.

પ્રધાનમંત્રીએ નીચેની પ્રેરક કવિતા સાથે સમાપન કર્યું હતું.

"જહાં પવન બહે, સંકલ્પ લીયે

જહાં પર્વત ગર્વ સિખાતે હૈ

જહાં ઉંચે નીચે સબ રસ્તે,

બસ ભક્તિ કે સૂરમેં ગાતે હૈં,

ઉસ દેવભૂમિ કે ધ્યાન સે હી

ઉસ દેવભૂમિ કે ધ્યાન સે હી

મેં સદા ધન્ય હો જાતા હું.

હૈ ભાગ્ય મેરા,

સૌભાગ્ય મેરા,

મેં તુમ કો શિશ નવાતા હું

તુમ આંચલ હો ભારત મા કા

જીવન કી ધૂપમેં છાંવ હો તુમ

બસ છૂને સે હી તર જાયેં

સબસે પવિત્ર ધરા  હો તુમ.

બસ લિયે સમર્પણ તન મન સે,

મેં દેવભૂમિમેં આતા હું

મેં દેવભૂમિમેં આતા હું.

હૈ ભાગ્ય મેરા,

સૌભાગ્ય મેરા

મેં તુમકો શિશ નમાવા હું

જહાં અંજૂલીમેં ગંગાજલ હો,

જહાં હર એક મન બસ નિશ્છલ હો,

જહાં ગાંવ ગાંવ દેશભક્તિ

જહાં નારી મેં સચ્ચા બલ હો

ઉસ દેવભૂમિકા આશીર્વાદ લિયે,

મેં ચલતા જાતા હું

ઉસ દેવભૂમિ કા આશીર્વાદ

મેં ચલતા જાતા હું

હૈ ભાગ્ય મેરા,

સૌભાગ્ય મેરા,

મેં તુમ કો શિશ નવાતા હું

મંડવે કી રોટી,

હુડકે કી થાપ,

હરેક મન કરતા

શિવજી કા જાપ.

ઋષિમુનિઓ કી હૈં

યે તપોભૂમિ,

કિતને વીરોં કી

યે જન્મભૂમિ.

મેં તુમકો શિશ નવાતા હું

ઔર ધન્ય ધન્ય હો જાતા હું."

 



(Release ID: 1778109) Visitor Counter : 205