નાણા મંત્રાલય

નવેમ્બરમાં કુલ જીએસટી આવક ₹ 1,31,526 કરોડ એકત્રિત કરાઇ


નવેમ્બર, 2021 માટે જીએસટી સંગ્રહ ગત માસના સંગ્રહને વટાવી ગયો, જીએસટીના અમલીકરણથી બીજો સૌથી મોટો સંગ્રહ નોંધાયો

નવેમ્બર 2021ના મહિના માટે આવક ગત વર્ષના એ જ મહિનાની જીએસટી આવક કરતા 25% વધારે અને 2019-20 કરતા 27% વધારે

Posted On: 01 DEC 2021 12:14PM by PIB Ahmedabad

નવેમ્બર 2021ના માસ દરમિયાન કુલ એકત્રિત કરવામાં આવેલ જીએસટીની આવક ₹ 1,31,526 કરોડ છે જેમાંથી સીજીએસટી  ₹ 23,978 કરોડ, એસજીએસટી ₹ 31,127 કરોડ, આઇજીએસટી ₹ 66,815 કરોડ (સામાનની આયાત પર એકત્ર કરાયેલ ₹ 32,165 સહિત) અને સેસ ₹ 9,606 કરોડ (સામાનની આયાત પર વસૂલાયેલી ₹ 653 કરોડ સહિત) છે.

સરકારે નિયમિત પતાવટ તરીકે સીજીએસટીના ₹ 27,273 કરોડ અને આઇજીએસટીથી એસજીએસટીમાં ₹ 22,655 કરોડની પતાવટ કરી છે. નવેમ્બર 2021ના મહિનામાં નિયમિત પતાવટો બાદ કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે ₹ 51251 કરોડ અને એસજીએસટી માટે ₹ 53,782 કરોડ છે. કેન્દ્રએ 03.11.2021ના રોજ જીએસટી વળતર તરીકે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ₹ 17000 કરોડ પણ છૂટા કર્યા છે.

સતત બીજા મહિને જીએસટી સંગ્રહ ₹ 1.30 લાખ કરોડને વટાવી ગયો છે. નવેમ્બર 2021ના મહિના માટેની આવક ગત વર્ષના મહિના કરતા 25% વધુ અને 2019-20 કરતા 27% વધારે છે. માસ દરમિયાન, ગયા વર્ષના મહિનાના સ્ત્રોતોથી આવક કરતા સામાનોની આયાત પરથી આવક 43% વધારે અને ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)થી આવક કરતા 20%  વધારે છે.

જીએસટીના અમલીકરણથી અત્યાર સુધીમાં નવેમ્બર 2021 માટે જીએસટીની આવક બીજી સૌથી વધુ છે, એપ્રિલ 2021 પછી બીજી, એપ્રિલ 2021 વર્ષના અંતની આવક સંબંધી હતી અને ગત માસના સંગ્રહ કરતા વધારે છે જેમાં ત્રિમાસિક ધોરણે ફાઇલ કરવા જરૂરી રિટર્નની અસર પણ સમાવિષ્ટ છે. આર્થિક પુન:પ્રાપ્તિના પ્રવાહને એકદમ સુસંગત છે.

ઊંચી જીએસટી આવકોનો તાજેતરનો ઝોક પાલન સુધારવા માટે ભૂતકાળમાં લેવાયેલાં વિવિધ નીતિ અને વહીવટી પગલાંનું પરિણામ છે. કેન્દ્રીય કર પાલન એજન્સીઓએ રાજ્યોના સમકક્ષની સાથે, જીએસટીએન દ્વારા વિક્સાવાયેલ વિભિન્ન આઇટી ટૂલ્સની મદદથી મોટા કરચોરીના કેસો શોધ્યા છે જેમાં મુખ્ય કેસો બનાવટી બિલોના છે. આઇટી ટૂલ્સ શંકાસ્પદ કરદાતાઓને શોધવા રિટર્ન ઇનવોઇસ અને -વે બિલ ડેટાનો ઉપયોગ કરે છે.

છેલ્લાં એક વર્ષમાં મોટી સંખ્યામાં પહેલ હાથ ધરાઇ છે, જેવી કે સિસ્ટમ ક્ષમતા વધારવી, રિટર્ન ભરવાની છેલ્લી તારીખ બાદ રિટર્ન નહીં ભરનારાનું ધ્યાન ખેંચવું, રિટર્નમાં આપમેળે સંખ્યાઓ ઉમેરાઇ જવી, રિટર્ન નહીં ભરનારાનાં અઈ-વે બિલ્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવવા. આનાથી છેલ્લાં કેટલાંક મહિનાઓથી રિટર્ન ભરવામાં સતત સુધારો થયો છે.

નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન જીએસટીની કુલ માસિક આવકમાં ઝોક દર્શાવે છે. ટેબલ નવેમ્બર 2020ની સરખામણીએ નવેમ્બર 2021ના મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરાયેલ જીએસટીનાં રાજ્યવાર આંકડા દર્શાવે છે.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001699U.png

 

નવેમ્બર 2021 દરમિયાન જીએસટીની આવકોની રાજ્યવાર વૃદ્ધિ [1]

રાજ્ય

નવેમ્બર-20

નવેમ્બર-21

વૃદ્ધિ

જમ્મુ અને કાશ્મીર

360

383

6%

હિમાચલ પ્રદેશ

758

762

0%

પંજાબ

1,396

1,845

32%

ચંદીગઢ

141

180

27%

ઉત્તરાખંડ

1,286

1,263

-2%

હરિયાણા

5,928

6,016

1%

દિલ્હી

3,413

4,387

29%

રાજસ્થાન

3,130

3,698

18%

ઉત્તર પ્રદેશ

5,528

6,636

20%

બિહાર

970

1,030

6%

સિક્કિમ

223

207

-7%

અરૂણાચલ પ્રદેશ

60

40

-33%

નાગાલેન્ડ

30

30

2%

મણિપુર

32

35

11%

મિઝોરમ

17

23

37%

ત્રિપુરા

58

58

-1%

મેઘાલય

120

152

27%

આસામ

946

992

5%

પશ્ચિમ બંગાળ

3,747

4,083

9%

ઝારખંડ

1,907

2,337

23%

ઓડિશા

2,528

4,136

64%

છત્તીસગઢ

2,181

2,454

13%

મધ્ય પ્રદેશ

2,493

2,808

13%

ગુજરાત

7,566

9,569

26%

દમણ અને દીવ

2

0

-94%

દાદરા અને નગર હવેલી

296

270

-9%

મહારાષ્ટ્ર

15,001

18,656

24%

કર્ણાટક

6,915

9,048

31%

ગોવા

300

518

73%

લક્ષદ્વીપ

0

2

369%

કેરળ

1,568

2,129

36%

તમિલનાડુ

7,084

7,795

10%

પુડુચેરી

158

172

9%

આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

23

24

5%

તેલંગાણા

3,175

3,931

24%

આંધ્ર પ્રદેશ

2,507

2,750

10%

લડાખ

9

13

46%

અન્ય પ્રદેશો

79

95

20%

કેન્દ્રીય ક્ષેત્ર

138

180

30%

કુલ

82,075

98,708

20%

 

 


[1] સામાનોની આયાત પર જીએસટીનો સમાવેશ થતો નથી.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1776755) Visitor Counter : 296