માહિતી અને પ્રસારણ મંત્રાલય

“52મા IFFI એ નવી ટેકનોલોજી અપનાવી છે, યુવા પ્રતિભાઓને પ્લેટફોર્મ આપ્યું છે”: કેન્દ્રીય I&B મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે IFFI 52ના સમાપન કાર્યક્રમમાં કહ્યું


આ IFFIમાં પહેલી વખત, આપણે OTT પ્લેટફોર્મ્સની ઉપસ્થિતિ અને ઉત્સાહપૂર્વક સહભાગીતા મેળવી: કેન્દ્રીય I&B મંત્રી

મને વિશ્વાસ છે કે આવતીકાલના 75 સર્જનશીલ પ્રતિભાવાનોમાંથી કેટલાક થોડા વર્ષ પછી સીનેમાના આઇકોન તરીકે પુનરાગમન કરશે: કેન્દ્રીય I&B મંત્રી

આપણે જનજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, IFFI એ આસામના આદિવાસી સમુદાય પર બનેલી ફિલ્મ 'સેમખોર' રજૂ કરી તે ખૂબ જ સરસ વાત છે - I&B મંત્રી

Posted On: 28 NOV 2021 7:19PM by PIB Ahmedabad

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના 52મા સંસ્કરણના આજે સમાપન પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે પુનરુચ્ચાર કર્યો હતો કે, ભારત સરકાર સિનેમાના શક્તિશાળી માધ્યમ દ્વારા સર્જનાત્મક અભિવ્યક્તિના સૌથી ઉત્તમ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.

ગોવામાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે 28 નવેમ્બર 2021ના રોજ આ મહોત્સવના સમાપન કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ સારા સિનેમાના મુક્ત-ભાવનાપૂર્ણ સર્જન અને અનિયંત્રિત આનંદની ભાવના બદલ ખરા દિલથી અને નિષ્ઠાપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી, જેને મહોત્સવમાં દર વર્ષે વધુ સારી રીતે ઉજવવામાં આવે છે.

મંત્રીશ્રીએ સીનેપ્રેમીઓને જણાવ્યું હતુ કે, 52મો IFFI આપણને એક નવા પ્રારંભ તરફ દોરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આપણે ફિલ્મ નિર્માણની આપણી સમૃદ્ધ પરંપરા અને સિનેમાના માધ્યમથી વાર્તા કહેવાની આપણી કળાની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. આપણે સિનેમાના આઇકોન અને લિજેન્ડ્સની વચ્ચે રહીને પ્રેક્ષકોને મોહિત કર્યા છે અને યુવા પ્રતિભાને ઓળખી કાઢી છે.

ભારતને વિશ્વનું સૌથી મોટું ફિલ્મ સર્જક ગણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે ઘણું વધારે કરવાની જરૂર છે, અમે પ્રાદેશિક તહેવારોની વ્યાપકતા વધારીને સર્જનના સંદર્ભમાં ભારતને પાવરહાઉસ બનાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું હતું કે, “અમે યુવાનોમાં રહેલા ટેકનોલોજીના અપાર કૌશલ્યોનો લાભ ઉઠાવીને ભારતને દુનિયાનું પોસ્ટ-પ્રોડક્શન હબ બનાવવા માંગીએ છીએ. અમે ભારતને ફિલ્મો અને તહેવારોનું ગંતવ્ય સ્થાન બનાવવા માંગીએ છીએ, અમે ભારતને સિનેમાનું હબ બનાવવા માંગીએ છીએ અને વાર્તા કહેનારાઓ માટે સૌથી મનપસંદ સ્થળ બનાવવા માંગીએ છીએ.”

52મા IFFIને અનેક પ્રકારના પહેલુઓનો મહોત્સવ ગણાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “IFFI પરિવર્તનના પવન સાથે તાલમેલ ધરાવે છે. વર્ષે IFFIમાં પહેલી વખત OTT પ્લેટફોર્મ્સની ઉપસ્થિતિ જોવા મળી છે અને તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. IFFI નવી ટેકનોલોજીઓ, પ્રેક્ષકોની પ્લેટફોર્મની પસંદગીઓને અપનાવી છે અને બદલાતા સમયની સાથે કદમતાલ મિલાવ્યા છે. આપણે બ્રિક્સ રાષ્ટ્રોની શ્રેષ્ઠ ફિલ્મો પણ બતાવી છે અને અમને આશા છે કે, ભાગીદારી આવનારા સમયમાં વધુ ખીલી ઉઠશે.

 

મંત્રીશ્રીએ પોતાની રીતે સૌથી પહેલી વખત શરૂ કરવામાં આવેલી પહેલ આવતીકાલના 75 સર્જનશીલ પ્રતિભાવાન (75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો)ને યાદ કરી હતી જેમાં 75 ઉભરતા કલાકારોએ IFFI ખાતે યજમાની કરી હતી અને તેમને આંતરાષ્ટ્રીય મંચ પર પોતાનું કૌશલ્ય રજૂ કરવાની દુર્લભ તક આપવામાં આવી હતી. આઝાદીનો અમૃત મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે તેમને તક આપવામાં આવી હતી. યુવા પ્રતિભાને ઓળખવા અને તેમને ખીલવવાના ઉદ્દેશ સાથે હાથ ધરવામાં આવેલી અનન્ય પહેલમાં, આપણે આવતીકાલના 75 સર્જનશીલ પ્રતિભાવાનને પસંદ કર્યા છે. મને વિશ્વાસ છે કે, આમાથી કેટલાક થોડા વર્ષ પછી માત્ર ફિલ્મ ઉદ્યોગના હિસ્સા તરીકે નહીં પરંતુ સિનેમાના આઇકોન તરીકે પુનરાગમન કરશે. તેમને જે પ્રકારનું પ્રોત્સાહન પ્રાપ્ત થયું છેસિનેમા ઉદ્યોગમાં કોણ શું છે તે જાણવાની તક મળી છે, તેના માટે કહી શકાય કે તેઓ ખરેખર ભાગ્યશાળી છે કે તેમને તક મળી છે. 7 મહિલા અને 68 પુરુષ કલાકારોને સમાવતા 75 યુવાનો 35 વર્ષથી ઓછી ઉંમરના છે, તેમને ફિલ્મ નિર્દેશન, સંપાદન, ગાયન અને સ્ક્રિનપ્લે, તેમજ અન્ય બીજી બાબતો સહિત ફિલ્મ નિર્માણના અલગ અલગ ક્ષેત્રોમાં તેમના સામાન્ય કૌશલ્યોના આધારે પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી યુવાન પ્રતિભાવાન આર્યનકુમારની ઉંમર માત્ર 16 વર્ષ છે જે બિહારનો છે, તેને ફિલ્મ નિર્દેશનના કૌશલ્ય બદલ પસંદ કરવામાં આવ્યો છે.

"આવતીકાલના 75 સર્જનશીલ પ્રતિભાવાન"ના વિચાર વિશે મંત્રીશ્રી સાથે લાંબી ચર્ચા કરવા બદલ અને વિચારને વાસ્તવિકતાનું સ્વરૂપ આપવા માટે તેમની સાથે કામ કરવા બદલ મંત્રીશ્રીએ જાણીતા ગીતકાર અને CBFCના અધ્યક્ષ અને વર્ષ 2021 માટે ભારતીય ફિલ્મ પર્સનાલિટી પુરસ્કારના વિજેતા પ્રસૂન જોશીનો વ્યક્તિગત આભાર માન્યો હતો.

માહિતી અને પ્રસારણ મંત્રીએ માહિતી આપી હતી કે, IFFIનું કદ દર વર્ષે વધુને વધુ મોટું થઇ રહ્યું છે. “IFFIમાં દુનિયાભરમાંથી અંદાજે 10,000 પ્રતિનિધિઓ આવ્યા છે જેમાં ફિલ્મસર્જકો, વિદ્યાર્થીઓ અને સીને ઉત્સાહિત લોકોએ હાઇબ્રિડ ફોર્મેટમાં ભાગ લીધો છે. અહીં 234 સ્ક્રિનિંગ કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે 450 કલાકની ફિલ્મોનું સ્ક્રિનિંગ કરાયું હતું. ઑનલાઇન જોવામાં આવેલા કુલ કલાકોનો આંકડો 30,000 કરતાં વધારે છે.”

માહિતી અને પ્રસારણ મંત્રીએ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, વર્ષના IFFI 73 દેશોમાંથી 148 કરતાં વધારે પસંદ કરવામાં આવેલી વિદેશી ફિલ્મોની વૈવિધ્યપૂર્ણ સૂચિ ફિલ્મ ઉત્સાહિતો માટે રજૂ કરી છે. મહોત્સવ 12 વર્લ્ડ પ્રીમિયર, 7 આંતરરાષ્ટ્રીય પ્રીમિયર, 24 એશિયા પ્રીમિયર અને 74 ભારતીય પ્રીમિયરનો સાક્ષી બન્યો છે. 75 ભારતીય ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી 17 ફિલ્મો વિશેષરૂપે ભારત @75 વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, ભારતીય અને વૈશ્વિક સિનેમાના લિજેન્ડ્સ અને મહાન લોકોનું IFFIના સંસ્કરણમાં સન્માન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આપણે હંગેરીના ફિલ્મ સર્જક ઇસ્તેવાન સાઝાબોન્ડ, હોલિવૂડના ફિલ્મ સર્જક માર્ટિન સ્કોર્સિસનું સન્માન કર્યું છે. બંને આંતરરાષ્ટ્રીય સિનેમાના એવા મહાનુભાવો છે જેમને પ્રતિષ્ઠિત સત્યજીત રે લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે ભારતીય સિનેમાના આઇકોન પ્રસૂન જોશી અને હેમા માલિનીનું ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ યર એવોર્ડ દ્વારા સન્માન કર્યું છે. IFFI 52 માં ભારતીય અને આંતરરીષ્ટ્રીય સિનેમાની કેટલાક મહાન હસ્તીઓને સ્મરણાંજલી પણ અર્પણ કરવામાં આવી છે. સૌથી પહેલા મૂળ બોન્ડની ભૂમિકા નિભાવનારા સર સીન કોનેરીને વિશેષ શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

IFFIના ઇતિહાસમાં પહેલી વખત, નેટફ્લિક્સ, એમેઝોન, સોની અને અન્ય મુખ્ય OTT પ્લેટફોર્મે વિશેષ માસ્ટર ક્લાસ દ્વારા ફિલ્મ મહોત્સવમાં ભાગ લીધો હતો, સામગ્રીઓ અને પ્રિવ્યૂ લોન્ચ કર્યા હતા, ફિલ્મ પેકેજ સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું અને વિવિધ અન્ય ઓન ગ્રાઉન્ડ અને વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. OTT પ્લેટફોર્મની સહભાગીતા ભવિષ્યમાં નિયમિત વિશેષતા બની રહેશે.

OTT પ્લેટફોર્મ્સ સાથે પ્રથમ વખત કરવામાં આવેલા સહયોગ વિશે વાત કરતા મંત્રીએ ફિલ્મ મહોત્સવમાં ઑનલાઇન કાર્યક્રમો અને સહભાગીતાની કેટલીક વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “OTT પ્લેટફોર્મ્સ પર એક સમયે 50થી વધારે ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. 10 માસ્ટર ક્લાસ અને વાર્તાલાપ સત્રોનું આયોજન OTT પ્લેટફોર્મ્સના સહયોગથી કરવામાં આવ્યું હતું. મનોજ બાજપેયી, રિતિક રોશન, સૂજીત સિરકાર સહિત સિનેમાના અન્ય ઘણા મહારથીઓએ મહોત્સવમાં તેમના અનુભવો અને કળાનું આદાનપ્રદાન કર્યું હતું.

ખ્યાતનામ અભિનેત્રી અને મહોત્સવના ગેસ્ટ ઓફ ઓન માધુરી દિક્ષિત વિશે બોલતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મનોરંજનની દુનિયામાં તેમનું ખૂબ જ મોટું નામ છે. તેમણે કહ્યું હતું કે, “મને ખાતરી છે કે, તેઓ લોકોના દિલો પર સતત રાજ કરતા રહેશે અને આવનારા ઘણા વર્ષો સુધી મનોરંજનની દુનિયામાં તેમનું યોગદાન આપતા રહેશે.”

 

ગોલ્ડન પિકોક અને અન્ય મહોત્સવોની જાહેરાત પૂર્વે માહિતી અને પ્રસારણ મંત્રીએ તમામ સહભાગીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ મહોત્સવમાં સન્માનિત કરવામાં આવેલી તમામ ફિલ્મો અને ફિલ્મ સર્જકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમનું કામ અને યોગદાન આવનારી પેઢીઓને ઊંચા લક્ષ્ય નિર્ધારિત કરવા અને ક્ષેત્રમાં માસ્ટર બનવાની પ્રેરણા આપશે.

મંત્રીશ્રીએ કોવિડ-19 મહામારી વચ્ચે પણ IFFIમાં હાજરી આપવા માટે સમ્રગ દુનિયામાંથી 20 થી 30 કલાક કરતાં પણ વધારે લાંબી મુસાફરી કરીને આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વૈશ્વિક સમુદાયને ભારતમાં ફિલ્મોનું શુટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “કૃપા કરીને ભારતમાં આવો અને ફિલ્મોનું શુટિંગ કરો. ફિલ્મ સુવિધા ઓફિસ તમને તમામ સુવિધાઓ પૂરી પાડશે અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં મદદ કરશે.” ઉત્તરપ્રદેશમાં આગામી સમયમાં આવી રહેલા ફિલ્મસિટી અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં આગામી સમયમાં 1000 એકરમાં ફિલ્મસિટીનું નિર્માણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “તેઓ યોગ્ય લોકો આવે અને રોકાણ કરે તેની જ પ્રતિક્ષા કરી રહ્યાં છે.”

દિમસા ભાષામાં પ્રથમ વખત તૈયાર કરવામાં આવેલી IFFI ઇન્ડિયન પેનેરોમા ફિલ્મ સેમખોરના નિર્દેશક અને અભિનેત્રી એમી બરુઆહની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “એમી બરુઆહ દિમસા ભાષા શીખવા માટે આસામમાં આદિવાસી સમુદાયના કબજા હેઠળના સ્થળે એક વર્ષ સુધી રહેવું પડ્યું હતું, તેણે ફિલ્મ બનાવવા માટે વહેલી સવારે શુટિંગ કરવા જેવી કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હું આના માટે બરુઆહની પ્રશંસા કરુ છુ.”

 

મંત્રીશ્રીએ યાદ કર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સરકાર આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મતિથિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવશે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે 15 થી 22 નવેમ્બર 2021ના દરમિયાન જનજાતિ ગૌરવ સપ્તાહની ઉજવણી કરી છે. ખૂબ મોટી વાત છે કે, મહિનામા આપણને આદિવાસી સમુદાય પર ફિલ્મ મળી છે. એમી બરુઆહને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, બદલ હું તમારી પ્રશંસા કરું છું.

મંત્રીશ્રીએ NFDCને વધારે મજબૂત બનવવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના દ્વારા, તમને એવી ફિલ્મોનું સર્જન કરવાની પણ તક પ્રાપ્ત થશે જેનાથી આર્થિક વળતર મળવા અંગે શંકા હોય, અમે ભારતની સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વભરમાં દર્શાવવા માટે સાથે મળીને કામ કરીશું.

ભારતીય સિનેમા અને હિન્દી ભાષાને દુનિયાના વિવિધ ખૂણાઓ સુધી લઇ જવાબ બદલ તેમણે ફિલ્મ સમુદાયની પ્રશંસા કરી હતી અને સરકાર ઉદ્યોગને સતત સહકાર આપશે તેવી ખાતરી આપી હતી.

વર્ષ 2021 માટે ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ યર એવોર્ડથી સન્માનિત પ્રસૂન જોશીની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રસૂન જોશીમાં માત્ર એક કૌશલ્ય નથી પરંતુ વિવિધ પ્રકારના કૌશલ્યનો સમૂહ છે. મને ખુશી છે કે, શ્રી જોશી અને અભિનેત્રી હેમા માલિનીને ભારતની આઝાદીના 75 વર્ષના પ્રસંગ દરમિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

મંત્રીશ્રીએ દરેક લોકોને વચન આપ્યું હતું કે, સંસ્કરણની જેમ આવતા વર્ષે સ્થળે ગોવામાં 20 થી 28 નવેમ્બર 2022 દરમિયાન IFFIનું આયોજન કરવામાં આવશે.

મંત્રીશ્રીએ પોતાની વાતના સમાપન વખતે, તમામ વર્તમાન અને મહત્વાકાંક્ષી ફિલ્મ સર્જકોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને સરકાર તરફથી નીતિઓનું ઘડતર અને અમલીકરણના વિકાસ એમ બંને પ્રકારે ઉત્સાહપૂર્વક સારો સહકાર મળતો રહેશે તેવી ખાતરી આપી હતી - જેથી સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને ઉદ્યોગને શ્રેષ્ઠતાના નવા શિખરો સર કરવા માટે જે જરૂરી છે તે બધુ કરી શકાય.

SD/GP/JD



(Release ID: 1775936) Visitor Counter : 274