સંસદીય બાબતોનું મંત્રાલય

26મી નવેમ્બરે બંધારણ દિવસ; સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં ઉજવવામાં આવશે


ભારતના માનનીય રાષ્ટ્રપતિ આવતીકાલે સવારે 11:00 વાગ્યાથી સંસદના સેન્ટ્રલ હોલમાંથી બંધારણ દિવસની ઉજવણીનું જીવંત નેતૃત્વ કરશે

આ પ્રસંગે માનનીય ઉપરાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય સ્પીકર, મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે

તમામ કોવિડ 19 પ્રોટોકોલને અનુસરીને 26.11.2021ના રોજ બંધારણની પ્રસ્તાવના વાંચવામાં માનનીય રાષ્ટ્રપતિ સાથે જોડાવા લોકોને વિનંતી કરવામાં આવી

વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સંસદીય બાબતોના મંત્રાલયે બે પોર્ટલ વિકસાવ્યા

23 ભાષાઓ (22 સત્તાવાર ભાષાઓ અને અંગ્રેજી)માં "બંધારણની પ્રસ્તાવનાનું ઓનલાઈન વાંચન" માટેનું એક પોર્ટલ-mpa.gov.in/constitution-day

"બંધારણીય લોકશાહી પર ઓનલાઈન ક્વિઝ" માટે બીજું પોર્ટલ mpa.gov.in/constitution-day

કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી ભાગ લઈ શકે છે અને પ્રમાણપત્રો મેળવી શકે છે

Posted On: 25 NOV 2021 4:24PM by PIB Ahmedabad

આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારત સરકારની પ્રગતિશીલ ભારતના 75 વર્ષની ઉજવણી અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી અને સ્મરણ માટે એક પહેલ છે. આ મહોત્સવના ભાગરૂપે, ભારત આવતીકાલે એટલે કે 26મી નવેમ્બરે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યું છે.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ સવારે 11:00 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલથી બંધારણ દિવસની ઉજવણીનું જીવંત નેતૃત્વ કરશે.

આ પ્રસંગે માનનીય ઉપરાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય સ્પીકર, મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્ય સંસદ ટીવી/ડીડી અને ઓનલાઈન પોર્ટલ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

માનનીય રાષ્ટ્રપતિના સંબોધન પછી, સમગ્ર રાષ્ટ્રને તેમની સાથે લાઇવ બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તેઓ ‘બંધારણીય લોકશાહી પર ઓનલાઈન ક્વિઝ’ - mpa.gov.in/constitution-dayનું પણ ઉદ્ઘાટન કરશે. 23 ભાષાઓમાં (22 સત્તાવાર અને અંગ્રેજી) બંધારણની પ્રસ્તાવના વાંચવા સંબંધિત પોર્ટલ આજે મધ્યરાત્રિએ લાઇવ થશે. પ્રમાણપત્રો mpa.gov.in/constitution-day પરથી ડાઉનલોડ કરી શકાય છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1775043) Visitor Counter : 277