આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીમંડળે એક છત્ર યોજના “મહાસાગર સેવાઓ, મોડલિંગ, અમલીકરણ, સંસાધનો અને ટેકનોલોજી (O-SMART)” ચાલુ રાખવાની મંજૂરી આપી


એક છત્ર યોજનાનો ખર્ચ રૂ. 2177 કરોડ રહેશે

Posted On: 24 NOV 2021 3:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા એક છત્ર યોજના મહાસાગર સેવાઓ, મોડલિંગ, અમલીકરણ, સંસાધનો અને ટેકનોલોજી (O-SMART)” ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. એકંદરે રૂપિયા 2177 કરોડોના ખર્ચની પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની આ યોજનાને 2021-26 સુધીના સમયગાળા દરમિયાન અમલીકરણની મંજૂરી આપવામાં આવી છે.

આ યોજનામાં સાત પેટા-યોજનાઓ સામેલ છે જે મહાસાગર ટેકનોલોજી, મહાસાગર મોડલિંગ અને સલાહસુચન સેવાઓ (OMAS), મહાસાગર દેખરેખ નેટવર્ક (OON), સમુદ્રી બિન-જીવંત સંસાધનો, દરિયાઇ જીવંત સંસાધનો અને ઇકોલોજી (MLRE), સમુદ્રકાંઠામાં સંશોધન અને સંશોધન જહાજોનું પરિસંચાલન અને જાળવણી છે. આ પેટા-યોજનાઓનો અમલ મંત્રાલયની સ્વાયત્ત/સંલગ્ન સંસ્થાઓ જેમ કે, ચેન્નઇ સ્થિત રાષ્ટ્રીય મહાસાગર ટેકનોલોજી સંસ્થા (NIOT); હૈદરાબાદ સ્થિત ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (INCOIS); ગોવા સ્થિત રાષ્ટ્રીય ધ્રૂવીય અને મહાસાગર સંશોધન કેન્દ્ર (NCPOR), કોચી સ્થિત સમુદ્રી જીવંત સંસાધન અને ઇકોલોજી કેન્દ્ર (CMLRE); અને ચેન્નઇ સ્થિત રાષ્ટ્રીય સમુદ્ર કાંઠા સંશોધન કેન્દ્ર (NCCR) તેમજ અન્ય રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયના સમુદ્રી અને દરિયાકાંઠાના સંશોધન જહાજોનો કાફલો યોજના માટે જરૂરી સંશોધન આધાર પૂરો પાડે છે.

ભારતમાં મહાસાગરને લગતા સંશોધન અને ટેકનોલોજીના વિકાસનો પ્રારંભ મહાસાગર વિકાસ વિભાગ (DoD) દ્વારા કરવામાં આવ્યો હતો. આ વિભાગની સ્થાપના 1981માં કરવામાં આવી હતી અને બાદમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)માં તેનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે કાર્યરત છે. MoES દ્વારા ટેક્નોલોજી વિકાસ, આગાહી સેવાઓ, ક્ષેત્ર ઇન્સ્ટોલેશનો, અન્વેષણો, સર્વેક્ષણો, રાષ્ટ્રીય લાભોની દિશામાં ટેકનોલોજીના પ્રદર્શનો દ્વારા સમુદ્રશાસ્ત્રીય સંશોધનમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. O-SMART યોજના આપણા મહાસાગરોના પર સતત દેખરેખ રાખવા માટે, ટેકનોલોજીના વિકાસ અને આપણા સમુદ્રી સંસાધનોના ટકાઉ ઉપયોગ (જીવંત અને નિર્જીવ બંને) માટે અને મહાસાગર વિજ્ઞાનમાં અગ્ર હરોળના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સંશોધનાત્મક સર્વેક્ષણોના આધારે આગાહી તેમજ સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ્યો સાથે સમુદ્રશાસ્ત્રીય સંશોધન પ્રવૃત્તિઓને સામેલ કરીને અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓ દ્વારા કેટલાય સીમાચિહ્નો પ્રાપ્ત કરવામાં આવેલા છે, જેમાં સૌથી નોંધપાત્ર તરીકે, હિન્દ મહાસાગરમાં ફાળવવામાં આવેલા વિસ્તારમાં પોલી મેટાલિક નોડ્યુલ્સ (PMN) અને હાઇડ્રોથર્મલ સલ્ફાઈડ્સના ઊંડા સમુદ્રમાં ખાણકામ પર વ્યાપક સંશોધન હાથ ધરવા માટે આંતરરાષ્ટ્રીય સીબેડ સત્તામંડળ (ISA) સાથે મુખ્ય રોકાણકાર તરીકે ભારતને આપવામાં આવેલી માન્યતા ગણી શકાય. લક્ષદ્વીપના ટાપુઓમાં નીચા તાપમાને થર્મલ ડિસેલિનેશન ઇન્સ્ટોલેશનનો ઉપયોગ કરીને આ સુવિધા દ્વારા ડિસેલિનેશન માટેની ટેકનોલોજીનો વિકાસ પણ અન્ય એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ ઉપરાંત, ભારતની મહાસાગર સંબંધિત પ્રવૃત્તિઓ હવે આર્કટિકથી માંડીને એન્ટાર્કટિક પ્રદેશ સુધી વિસ્તરણ પામેલી જેમાં મોટા મહાસાગરના અવકાશને આવરી લેવામાં આવે છે અને તેના પર મૂળ સ્થાને રાખેલી તેમજ ઉપગ્રહ આધારિત અવલોકન દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. ભારતે આંતર-સરકારી વૈશ્વિક મહાસાગર અવલોકન પ્રણાલીના હિંદ મહાસાગરના ઘટકનો અમલ કરવામાં મોખરાની ભૂમિકા નિભાવી છે.

હિન્દ મહાસાગારમાં અવલોકન નેટવર્કની વ્યાપક શ્રેણી મારફતે સમુદ્રીશાસ્ત્રીય પંચની નિયુક્તિ કરવામાં આવી છે અને તેની જાળવણી કરવામાં આવે છે જેમાં મૂર્ડ અને ડ્રિફ્ટર્સ એમ બંને પ્રકારના અવલોકન નેટવર્ક સામેલ છે. આ અવલોકન નેટવર્ક માછીમારી માટેના સંભવિત ગ્રાઉન્ડ (સ્થળ) માટે અને રાષ્ટ્ર સ્તરે તેમજ પડોશી દેશોના હિસ્સેદારોને ચક્રવાત અને સુનામી સાથે સંકળાયેલ તોફાન અંગે દરિયાકાંઠાના જોખમોની ચેતવણી આપવા માટે મહાસાગર સંબંધિત આગાહીની સેવાઓ પૂરી પાડે છે. મહાસાગરની આપત્તિઓ જેમકે, સુનામી, વાવાઝોડું વગેરે માટે પોતાના વર્ગમાં અદ્યતન અને શ્રેષ્ઠ આગોતરી ચેતવણીની પ્રણાલી હૈદરાબાદમાં આવેલા INCOIS ખાતે સ્થાપિત કરવામાં આવી છે જે ભારત અને અન્ય દેશોને હિન્દ મહાસાગર સંબંધિત સેવાઓ પૂરી પાડી શકાય. તેને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. મહાસાગરના સંસાધનો ઓળખવા, સમુદ્ર સંબંધિત સલાહ સેવાઓ, જહાજ પરિવહન વગેરેની દિશામાં રાષ્ટ્રીય લાભો માટે ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ) અને ભારતના ખંડીય હિસ્સામાં સઘન સર્વેક્ષણો હાથ ધરવામાં આવી રહ્યાં છે. EEZ અને ભારતના ઊંડા મહાસાગરમાં જીવંત સંસાધનોના મૂલ્યાંકનમાં જીવંત સંસાધનોનું મેપિંગ સામેલ છે જેને સમુદ્રી જૈવવિવિધતાના સંવર્ધન અને સંરક્ષણના ઉદ્દેશ સાથે સમુદ્રી ઇકોસિસ્ટમ માટે હાથ ધરવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા ભારતના સમુદ્રકાંઠાના પાણીના આરોગ્યની સ્થિતિની પણ દેખરેખ રાખવામાં આવે છે જેમાં દરિયાકાંઠાના ફેરફારો અને સમુદ્રી ઇકોસિસ્ટમ પણ સામેલ છે.

OSMART એક બહુશાખીય અવિરત યોજના હોવાથી તે હેઠળ, હાલમાં ચાલી રહેલી સઘન સંશોધન અને ટેકનોલોજી વિકાસ પ્રવૃત્તિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સમુદ્રશાસ્ત્રના ક્ષેત્રમાં દેશની ક્ષમતા નિર્માણમાં વધારો કરશે. વર્તમાન દાયકાને સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા દીર્ઘકાલિન વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનનો દાયકો જાહેર કરવામાં આવ્યો છે અને આ યોજનાને ચાલુ રાખવાથી વૈશ્વિક સમુદ્રશાસ્ત્ર સંશોધન અને ટેકનોલોજી વિકાસના ક્ષેત્રમાં આપણી સ્થિતિ વધારે મજબૂત થઇ શકશે. આ યોજનાને ચાલુ રાખવાથી, તે ટકાઉક્ષમ રીતે મહાસાગરના વિરાટ સંસાધનોના અસરકારક અને કાર્યદક્ષ ઉપયોગ માટે બ્લુ ઇકોનોમીની રાષ્ટ્રીય નીતિની દિશામાં નોંધનીય યોગદાન આપશે. મહાસાગરો, દરિયા અને સમુદ્રી સંસાધનોના સંરક્ષણ અને દીર્ઘકાલિન ઉપયોગ માટે સંયુક્ત રાષ્ટ્ર દીર્ઘકાલિન વિકાસ લક્ષ્ય – 14ને સમુદ્ર કાંઠાના સંશોધન અને સમુદ્રી જૈવવિવિધતા પ્રવૃત્તિઓ દ્વારા આવરી લેવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્રીય GDPમાં નોંધનીય યોગદાન થઇ રહ્યું છે અને સમુદાયો માટે તેમજ ખાસ કરીને ભારતના દરિયાકાંઠાના રાજ્યો સહિત સમુદ્રી પર્યાવરણ માટે કામ કરેલી રહેલા કેટલાક ક્ષેત્રોને લાભ આપતી મહાસાગર સલાહ સેવાઓ તેમજ વિકસાવવામાં આવેલી ટેકનોલોજી દ્વારા તે હજુ પણ ચાલુ રહેશે.

આવનારા પાંચ વર્ષ (2021-26)માં આ યોજના સમુદ્રી ક્ષેત્ર માટે લાગુ પડતી અદ્યતન ટેકનોલોજી આપીને, વિવિધ દરિયાકાંઠાના હિતધારકોને આગાહી અને ચેતવણી સેવાઓ પૂરી પાડીને, સમુદ્રી જીવંત સજીવો માટે સંરક્ષણ વ્યૂહનીતિની દિશામાં જૈવવિવિધતા સમજીને અને દરિયાકાંઠાની પ્રક્રિયા સમજીને વધારે વ્યાપક કવરેજ પ્રદાન કરશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1774630) Visitor Counter : 305