સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 116.87 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 98.31%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 8,488 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,18,443)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.93%) 59 દિવસથી 2% કરતા ઓછો

Posted On: 22 NOV 2021 9:33AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 32,99,337 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 116.87 કરોડ (1,16,87,28,385) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 1,20,77,324 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,82,290

બીજો ડોઝ

94,07,092

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,76,108

બીજો ડોઝ

1,63,19,085

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

44,29,75,971

બીજો ડોઝ

19,15,97,004

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

18,08,59,227

બીજો ડોઝ

11,12,04,851

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,32,78,631

બીજો ડોઝ

7,43,28,126

કુલ

1,16,87,28,385

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,39,34,547 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 12,510 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.31% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 8,488 નવા કેસ નોંધાયા છે.

148 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

સક્રિય કેસનું ભારણ હાલમાં 1,18,443 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.34% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,83,567 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 63.25 કરોડથી વધારે (63,25,24,259) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.93% છે જે છેલ્લા 59 દિવસથી 2%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.08% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 49 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 84 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1773879) Visitor Counter : 228