ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ દીપાવલી પર્વ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 03 NOV 2021 3:27PM by PIB Ahmedabad

પ્રકાશ પર્વ દિવાળીના શુભ અવસર પર, હું મારા તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

પરંપરાગત ઉલ્લાસ અને હર્ષ સાથે ઉજવાતી, દિવાળી ચૌદ વર્ષના વનવાસ પછી માતા સીતા અને લક્ષ્મણ સાથે શ્રી રામના અયોધ્યા પરત ફરવા સાથે સંકળાયેલ છે. અનિષ્ટ પર ઈષ્ટની જીતનું પ્રતિક ધરાવતો આ તહેવાર શ્રી રામના જીવનના મહાન આદર્શોમાંની આપણી શ્રદ્ધાને પુનઃસમર્થિત કરે છે.

શ્રી રામ આપણી સંસ્કૃતિમાં સત્ય, ધર્મ, હિંમત અને કરુણાના મૂર્ત સ્વરૂપ છે. 'મર્યાદા પુરુષોત્તમ'ને આદર્શ રાજા, આજ્ઞાકારી પુત્ર, અજેય યોદ્ધા અને બધા માટે પ્રેરણા તરીકે પૂજવામાં આવે છે.

દિવાળીના તહેવારમાં સમૃદ્ધિની દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.

હું ઈચ્છું છું કે આ તહેવાર જે આપણા જીવનમાં પ્રકાશ, સંવાદિતા, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે તે આપણા જીવનને વધુ સમૃદ્ધ બનાવવા અને આપણી આસપાસના લોકો માટે ખુશીઓ લાવે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(रिलीज़ आईडी: 1769218) आगंतुक पटल : 288
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Malayalam