પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્લાસગો, યુકેમાં COP26 દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
Posted On:
02 NOV 2021 8:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 નવેમ્બર 2021ના રોજ ગ્લાસગોમાં COP26 દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા હતા.
નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી અને પ્રદેશના વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.
તેઓએ બંને દેશો દ્વારા કોવિડ રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા સહિત રોગચાળાના સમયમાં સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ વર્ષની શરૂઆતમાં કોવિડ મહામારીના બીજા તબક્કા દરમિયાન ભારતમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સના પુરવઠાના માનવતાવાદી કદમ બદલ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના મજબૂત લોકો વચ્ચેના જોડાણનું હકારાત્મક મૂલ્યાંકન કર્યું, ખાસ કરીને યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની તેમની તૈયારીની પુનઃ પુષ્ટિ કરી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1769068)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam