પ્રધાનમંત્રીનું કાર્યાલય
જી20 લીડર્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી અને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર એચ.ઈ. ડૉ. એન્જેલા મર્કેલ વચ્ચે બેઠક યોજાઈ
प्रविष्टि तिथि:
31 OCT 2021 10:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2021ના રોજ ઈટાલીના રોમમાં જી20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલની મુલાકાત કરી હતી..
લાંબા સમયથી ચાલતા તેમના સહકાર અને અંગત મિત્રતાને યાદ કરીને, વડા પ્રધાને ચાન્સેલર મર્કેલની માત્ર જર્મનીમાં જ નહીં પરંતુ યુરોપીયન અને વૈશ્વિક સ્તરે તેમના નેતૃત્વ માટે પ્રશંસા કરી હતી. તેમણે ડૉ. મર્કેલના અનુગામી સાથે ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી જાળવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચેના ઘનિષ્ઠ દ્વિપક્ષીય સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું હતું. તેઓ ગ્રીન હાઇડ્રોજન સહિતના નવા ક્ષેત્રોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા માટે પણ સંમત થયા હતા.
પ્રધાનમંત્રીશ્રીએ ડૉ. મર્કેલને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1768432)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam