સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 106.14 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 68 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 98.20%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 12,830 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,59,272) 247 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.18%) 37 દિવસથી 2% કરતા ઓછો

Posted On: 31 OCT 2021 9:33AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 68,04,806 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 106.14 કરોડ (1,06,14,40,335)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,06,01,975 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,79,018

બીજો ડોઝ

92,21,867

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,71,867

બીજો ડોઝ

1,59,27,866

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

41,83,92,813

બીજો ડોઝ

14,17,87,899

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,47,82,442

બીજો ડોઝ

9,62,71,341

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,96,95,172

બીજો ડોઝ

6,66,10,264

કુલ

1,06,14,40,335

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,36,55,842 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 14,667 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.20% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

126 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 12830 નવા કેસ નોંધાયા છે.

સક્રિય કેસનું ભારણ 2 લાખથી ઓછું થઈ ગયું છે અને હાલમાં 1,59,272 છે, 247 દિવસમાં સૌથી નીચું છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.46% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,35,142 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 60.83 કરોડથી વધારે (60,83,19,915) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.18% છે જે છેલ્લા 37 દિવસથી 2%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.13% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 27 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 62 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

SD/GP/JD


(Release ID: 1768072) Visitor Counter : 242