પ્રધાનમંત્રીનું કાર્યાલય
રોમ અને ગ્લાસ્ગોના પ્રવાસે રવાના થતા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
Posted On:
28 OCT 2021 7:27PM by PIB Ahmedabad
હું 29 થી 31 ઓક્ટોબર 2021 દરમિયાન મહામહિમ પ્રધાનમંત્રી મારીઓ દ્રાઘીના આમંત્રણ પર ઇટાલીના રોમ અને વેટિકન સિટીની મુલાકાત લઇશ, ત્યારબાદ હું મહામહિમ પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સનના આમંત્રણ પર 1 અને 2 નવેમ્બર 2021 દરમિયાન યુનાઇટેડ કિંગડમના ગ્લાસ્ગોની મુલાકાત લઇશ.
રોમમાં, હું G20 નેતાઓની 16મી શિખર મંત્રણામાં ભાગ લઇશ, જ્યાં હું વૈશ્વિક અર્થવ્યવસ્થા અને મહામારીમાંથી આરોગ્ય રિકવરી, દીર્ઘકાલિન વિકાસ અને આબોહવા પરિવર્તન મુદ્દે G20ના અન્ય નેતાઓની સાથે ચર્ચામાં જોડાઇશ. 2020માં મહામારી આવ્યા પછી G20 નેતાઓની આ પ્રથમ રૂબરૂ શિખર મંત્રણા છે અને તેમાં અમે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની માહિતી મેળવી શકીશું અને કેવી રીતે આર્થિક સુદૃઢતાને મજબૂત બનાવવામાં અને મહામારીમાંથી સૌ સાથે મળીને તેમજ ટકાઉક્ષમ રીતે ફરી બેઠા થઇ શકે તેમાં G20 એક એન્જિન તરીકેની ભૂમિકા નિભાવી શકે તે અંગે વિચારોનું આદાનપ્રદાન કરી શકીશું.
ઇટાલીમાં મારી મુલાકાત દરમિયાન, હું વેટિકન સિટીની પણ મુલાકાત લઇશ અને આદરણીય પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરીશ તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટ મહાનુભાવ કાર્ડિનલ પીટ્રો પેરોલિનને મળીશ.
G20 શિખર મંત્રણાની સાથે સાથે, હું અન્ય સહભાગી દેશોના નેતાઓને પણ મળીશ અને તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરીશ.
31 ઓક્ટોબરે G20 શિખર મંત્રણાના સમાપન પછી, હું આબોહવા પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રસંઘના ફ્રેમવર્ક સંમેલન (UNFCCC) માટે 26મી કોન્સફરન્સ ઓફ પાર્ટીઝ (COP-26)માં ભાગ લેવા માટે ગ્લાસ્ગો જવા રવાના થઇશ. હું 1 અને 2 નવેમ્બર 2021 દરમિયાન દુનિયાભરમાંથી આવેલા 120 દેશો/સરકારોના વડાઓની સાથે ‘વૈશ્વિક નેતાઓનું શિખર સંમલેન’ શીર્ષક સાથે યોજાનારા COP-26ના ઉચ્ચ સ્તરીય વિભાગમાં ભાગ લઇશ.
પ્રકૃતિ સાથે સુમેળ રાખીને જીવવાની આપણી પરંપરા તેમજ ગ્રહ પ્રત્યે ઊંડો આદર રાખવાની સંસ્કૃતિને અનુરૂપ, અમે સ્વચ્છ અને અક્ષય ઊર્જા, ઊર્જા કાર્યદક્ષતા, વનીકરણ અને જૈવ વિવિધતાનું વિસ્તરણ કરવા માટે મહત્વાકાંક્ષી પગલાં લઇ રહ્યા છીએ. આજે, ભારત આબોહવા અનુકૂલન, શમન અને સ્થિતિસ્થાપકતા અને બહુપક્ષીય જોડાણોને આગળ ધપાવવા માટેના સામુહિક પ્રયાસોમાં નવા વિક્રમો સર્જી રહ્યું છે. હાલમાં ભારત અક્ષય ઊર્જા, પવન અને સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. WLS ખાતે, હું આબોહવા સંબંધિત પગલાં અને આપણી સિદ્ધિઓ અંગે ભારતના ઉત્તમ ટ્રેક રેકોર્ડ શેર કરીશ.
હું કાર્બન સ્પેસના સમાન વિતરણ, શમન અને અનુકૂલન તેમજ સ્થિતિસ્થાપકતા નિર્માણના પગલાં માટે સમર્થન, નાણાંની ગતિશીલતા, ટેકનોલોજી ટ્રાન્સફર અને હરિયાળા તેમજ સમાવેશી વિકાસ માટે ટકાઉક્ષમ જીવનશૈલીના મહત્વ સહિત આબોહવા પરિવર્તનના મુદ્દાઓ પર વ્યાપકપણે ધ્યાન આપવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડીશ.
COP26 શિખર મંત્રણા સહભાગી દેશોના નેતાઓ, આવિષ્કારીઓ અને આંતર-સરકાર સંગઠનો સહિતના તમામ હિતધારકોને એકબીજા સાથે મળવાની અને આપણાં સ્વચ્છ વિકાસને વધુ વેગવાન કરવા માટેની શક્યતાઓનું અન્વેષણ કરવાની તક પણ પૂરી પાડશે.
SD/GP/JD
(Release ID: 1767377)
Visitor Counter : 347
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam