વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના મુખ્ય બંદરોમાં પ્રથમ વખત, કોલકાતાના શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ખાતે રેડિયો ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

प्रविष्टि तिथि: 26 OCT 2021 12:47PM by PIB Ahmedabad

અસરકારક લાંબા અંતર માટે દરિયાઈ સંચાર પ્રદાન કરવા માટે ખૂબ જ જરૂરી ઉકેલને ધ્યાનમાં રાખીને, શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ, કોલકાતા (SMP, કોલકાતા) ખાતે રેડિયો ઓવર ઈન્ટરનેટપ્રોટોકોલ (ROIP) સિસ્ટમનું ગઈકાલે (25-10-2021) સાંજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોઈપણ મોટા ભારતીય બંદરમાં પ્રથમ વખત આરઓઆઈપી સિસ્ટમને દરિયાઈ સંચાર મોડ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. તે કોલકાતાથી સેન્ડહેડ્સ સુધીની સમગ્ર હુગલી નદીના નદીમુખને આવરી લેશે, જેમાં 4 સ્થાનો પર બેઝ સ્ટેશન હશે. આ સુવિધા સાથે, સેન્ડહેડ્સ પરના જહાજો, ખાસ કરીને તોફાન અને પ્રતિકૂળ હવામાન દરમિયાન, કોલકાતાથી રેડિયો દ્વારા સીધો સંચાર કરી શકાય છે.

શ્રી વિનિત કુમાર, અધ્યક્ષ, એસએમપી, કોલકાતાએ આ વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું કે દેશમાં એકમાત્ર નદી બંદરગાહ હોવા છતાં, એસએમપી, કોલકાતા છેલ્લા 152 વર્ષથી ભારતીય મુખ્ય બંદરોમાં સતત તેનું મુખ્ય સ્થાન જાળવી રાખ્યું છે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1766570) आगंतुक पटल : 362
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu