રસાયણ અને ખાતર મંત્રાલય
ડો. મનસુખ માંડવિયા ઇન્વેસ્ટર સમિટ - “ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પાર્ટનરશિપ્સ ઇન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસિઝ”ને 27 ઓક્ટોબર, 2021ના રોજ સંબોધિત કરશે
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા ઇન્વેસ્ટ ઇન્ડિયા સાથે મળીને ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે
મેડિકલ ડિવાઇસિઝ સેક્ટરનું કદ હાલના 11 અબજ અમેરિકન ડોલરથી વધીને આગામી પાંચ વર્ષમાં 50 અબજ અમેરિકન ડોલરનું થશે
મેડિકલ ડિવાઇસિઝ માટે PLI યોજના હેઠળ 13 કંપનીની પસંદગી થઈ ગઈ છે
Posted On:
25 OCT 2021 1:11PM by PIB Ahmedabad
ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસિઝના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવવાના ભાવિ ધ્યેયના ભાગરૂપે ફાર્માસ્યુટિકલ્સ વિભાગ ઇન્વેસ્ટ ઇન્ડિયા સાથે મળીને 27 ઓક્ટોબર, 2021ના દિવસે સવારે 10:00 થી સાંજે 4:30 દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરશે.
આ સમિટની થીમ “ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પાર્ટનરશિપ્સ ઇન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસિઝ” છે. આ સમિટ ઉદ્યોગમાંથી આવનારા લોકોને નીચે જણાવેલા વિષયો પર આયોજિત સવિસ્તાર ટેકનીકલ સેશન્સમાં જોડાવાની તક પ્રદાન કરશે :
- સેશન 1 : અનલોકિંગ ધ બાયોફાર્મા ઓપોર્ચ્યુનિટી : સ્ટ્રેન્ધનિંગ ઇન્ડિયાઝ રેપ્યુટેશન એઝ ધ બાયોફાર્મા હબ ટુ ધ વર્લ્ડ
- સેશન 2 : આરએન્ડડી ઇન્વેસ્ટમેન્ટ્સ : સક્સેસ સ્ટોરીઝ ફ્રોમ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસિઝ સેક્ટર
- સેશન 3 : ગોલ વેક્સ : એન્ડ ટુ એન્ડ ઇન્ટિગ્રેશન ફોર એન્હાન્સિંગ વેક્સીન મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ
- સેશન 4 : ફાઇનાન્સિંગ સ્ટાર્ટઅપ્સ ઇન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસિઝ સેક્ટર : વ્હોટ ઇઝ ઇન ધ ફ્યુચર ફોર વીસી ઇન્વેસ્ટમેન્ટ્સ ?
- સેશન 5 : ફ્રોમ ધ ગ્રાઉન્ડ અપ – ડેલિબરેટિંગ ઓન સ્ટ્રીમલાઇનિંગ રેગ્યુલેટરી પ્રોસેસિઝ ફોર ઇન્વેસ્ટર્સ અપ્રૂવ્ડ અંડર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમ્સ ફોર બલ્ક ડ્રગ્સ એન્ડ મેડિકલ ડિવાઇસિઝ
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના સંદર્ભમાં યોજાનારી આ સેશન્સમાં બાયોલોજિક્સ/ બાયો-સિમિલર્સ, સેલ એન્ડ જિન થેરાપી તથા વેક્સીન ઉત્પાદનની ક્ષમતામાં વૃદ્ધિ સહિત બાયો-ફાર્માસ્યુટિકલ્સમાં નવીનતાપૂર્ણ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં રહેલી તકો પર ચર્ચાવિચારણા થશે. રૂ. 15,000 કરોડની ખર્ચરાશિ સાથે શરૂ થયેલી ફાર્માસ્યુટિકલ્સ માટેની પીએલઆઇ યોજનાને નોંધપાત્ર પ્રતિસાદ સાંપડ્યો છે અને આ સ્કીમમાં આશરે 278 કંપની અરજી કરી રહી છે, જેની આ યોજના અન્વયે વિચારણા કરાશે. ભારતમાં ઉપરોક્ત પ્રોડક્ટ્સમાં ગ્લોબલ ચેમ્પિયન્સ (વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠતમ કંપનીઓ)નું નિર્માણ કરવા તરફ નજર દોડાવી રહેલા રોકાણકારોને આ સમિટ પ્રોત્સાહન આપશે.
મેડિકલ ડિવાઇસિઝના સંદર્ભમાં, સેશન્સમાં ભારતને કેવી રીતે મેડિકલ ડિવાઇસિઝ માટેની તકોની ભૂમિ તરીકે વિકસિત કરી શકાય તે અંગેની ચર્ચાઓ તથા અગ્રગણ્ય ઇનોવેટર્સ પાસેથી શીખવા જેવી મહત્વની બાબતોનો સમાવેશ થશે. મેડિકલ ડિવાઇસિઝ સેક્ટરને એક ઊભરતા ક્ષેત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેનું કદ જે હાલમાં 11 અબજ અમેરિકન ડોલરનું છે તે આગામી કેટલાક વર્ષમાં વધીને 50 અબજ અમેરિકન ડોલરનું થવાની સંભાવના છે. અત્રે એ નોંધનીય છે ચાલુ વર્ષના પ્રારંભિક ગાળામાં મેડિકલ ડિવાઇસિઝ માટેની પીએલઆઇ યોજના હેઠળ 13 કંપનીની પસંદગી થઈ ગઈ છે. લક્ષિત ડિવાઇસિઝના સ્થાનિક ઉત્પાદનને વેગ મળે તે માટે કંપનીઓના મૂડીરોકાણને આ સ્કીમ ટેકો આપશે.
ઝડપભેર વિકાસ પામી રહેલી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમના ફાયનાન્સિંગના વિષયને પણ આ સમિટના સેશન્સમાં આવરી લેવાશે. પીએલઆઇ સ્કીમ્સ હેઠળ પસંદ થયેલા અરજદારોને મૂડીરોકાણના સંદર્ભમાં સર્વગ્રાહી સરળતા પ્રદાન કરવા અંગેના સેશન સાથે આ સેશન્સ પૂર્ણ થશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1766300)
Visitor Counter : 269