સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે 100 કરોડ વેક્સિનેશનની મોટી સિધ્ધિ હાંસલ કરી


સાજા થવાનો દર હાલમાં 98.15%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 18,454 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,78,831

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.34%) 118 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 21 OCT 2021 11:44AM by PIB Ahmedabad

એક તિહાસિક સિદ્ધિમાં, દેશમાં સંચિત કોવિડ-19 રસી ડોઝ 100 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયા છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા અને આ અદભૂત ઉપલબ્ધિ હાંસલ કરવા માટે કામ કરવા બદલ દેશના વૈજ્ઞાનિક સમુદાય અને આરોગ્ય વ્યાવસાયિકોનો આભાર વ્યક્ત કર્યો.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ પણ આ સીમાચિહ્ન હાંસલ કરવા બદલ દેશને અભિનંદન પાઠવ્યા હતા.

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,34,95,808 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 17,561 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.15% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XKUX.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 18,454 નવા કેસ નોંધાયા છે.

116 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OMG5.jpg

સક્રિય કેસનું ભારણ 2 લાખથી ઓછું થઈ ગયું છે અને હાલમાં 1,78,831 છે, જે હવે માર્ચ 2020 પછી સૌથી ઓછું છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.52% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WPEV.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,47,506 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59.57 કરોડથી વધારે (59,57,42,218) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.34% છે જે છેલ્લા 118 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.48% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 52 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 135 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KT45.jpg

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765396) Visitor Counter : 297