માહિતી અને પ્રસારણ મંત્રાલય
બાવનમી આઇએફએફઆઈ માટે મીડિયા રજિસ્ટ્રેશનનો પ્રારંભ
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઈએફએફઆઈ)ની બાવનમી આવૃત્તિમાં સમગ્ર વિશ્વમાંથી 300થી વધુ ફિલ્મો પ્રદર્શિત થશે
Posted On:
20 OCT 2021 1:03PM by PIB Ahmedabad
પણજી/મુંબઈ/નવી દિલ્હી, 20 ઓક્ટોબર, 2021
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ)ની બાવનમી એડિશન આ વખતે 20થી 28મી નવેમ્બરે ગોવા ખાતે યોજાશે. કોવીડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે બાવનમો ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ) હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે.
આઇએફએફઆઈ આ વખતે વિશ્વભરની સર્વશ્રેષ્ઠ સમકાલીન અને ક્લાસિક ફિલ્મોનો સમૂહ રજૂ કરે છે અને વિશ્વના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ, ટેકનિશિયન, વિવેચકો, શિક્ષણવિદ્દો અને ફિલ્મ ઉત્સાહીઓની સિનેમા અને આર્ટ ઓફ ફિલ્મ મેકિંગને તેની સ્ક્રિનીંગ, પ્રેઝન્ટેશન, માસ્ટર ક્લાસ, પેનલ ચર્ચાઓ, સહ-નિર્માણ, સેમિનાર વગેરે દ્વારા આવકારે છે.
આઇએફએફઆઈના બાવનમાં ફેસ્ટિવલમાં અંગત રીતે ઉપસ્થિત રહેવા માગતા મીડિયાના પ્રતિનિધિઓ હવે ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. તેમણે આ લિંક પર ઉલ્લેખિત પીઆઈબીની માર્ગદર્શિકા અનુસાર મીડિયા માન્યતા આપવામાં આવશે.
અરજદાર પહેલી જાન્યુઆરી 2021ના રોજ 18 વર્ષથી વધુની વય ધરાવતો હોવો જોઇએ અને આઇએફએફઆઈ જેવા પ્રમુખ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું વ્યવસાયી કવરેજ કર્યા હોવાનો લઘુત્તમ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
જાહેર હિતને ધ્યાનમાં રાખીને એવી ભલામણ કરવામાં આવે છે કે અરજદાર કોવીડ-19 સામે વેક્સિનેટેડ હોવા જોઇએ. જેમણે વેક્સિનેશનના એક અથવા તો બે ડોઝ લીધા હોય તેવા અરજદારે પ્રતિનિધિના રજસ્ટ્રેશન પોર્ટલ પર તેમનું વેક્સિનેશનનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.
2021ની 14મી નવેમ્બરે મધ્ય રાત્રીએ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે.
ઓનલાઇન હિસ્સેદારીની તકો
આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા 51મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ)ની માફક બાવનમી આવૃત્તિમાં પણ ફેસ્ટિવલને લગતી પ્રવૃત્તિઓમાં વર્ચ્યુઅલ હાજરીની પણ તક રહેશે. સંખ્યાબંધ ફિલ્મો ઓનલાઇન પ્રદર્શિત કરવામાં આવનારી છે. પીઆઈબી દ્વારા યોજાનારી આઇએફએફઆઈની તમામ પત્રકાર પરિષદ પીઆઈબીની યુ-ટ્યૂબ ચેનલ youtube.com/pibindia પર જીવંત પ્રસારિત કરાશે અને પત્રકારો માટે ઓનલાઇન પ્રશ્નો કરવાની જોગવાઈ પણ કરાશે.
વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન અંગે ટૂંક સમયમાં જાહેરાત કરાશે
આઇએફએફઆઇ વિશે
1952માં સ્થપાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ)ની ગણના એશિયાના સૌથી નોંધપાત્ર ફિલ્મ ફેસ્ટિવલમાં થાય છે. હાલમાં ગોવા ખાતે યોજાનારો આ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે અને આ ફેસ્ટિવલનો ઉદ્દેશ વિશ્વના સિનેમાઘરોને ફિલ્મ કલાની શ્રેષ્ઠતા પ્રસ્તુત કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે: આ ઉપરાંત તે વિવિધ રાષ્ટ્રોની સામાજિક અને સાંસ્કૃતિક નીતિશાસ્ત્રના સંદર્ભમાં ફિલ્મ સંસ્કૃતિની સમજ અને પ્રશંસામાં ફાળો આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને વિશ્વના લોકો વચ્ચે મિત્રતા અને સહકારને પ્રોત્સાહન આપે છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ડાયરેક્ટેરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ (માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ) અને ગોવા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે.
બાવનમા આઇએફએફઆઈ વિશેની તમામ માહિતી ફેસ્ટિવલની વેબસાઇટ www.iffigoa.org, પીઆઈબીની વેબસાઇટ (pib.gov.in), ટ્વિટર પર આઇએફએફઆઈના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પીઆઈબી ગોવાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પ્રાપ્ત કરી શકાય છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1765149)
Visitor Counter : 310