પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચાર્જ સંભાળવા બદલ મહામહિમ ફુમિયો કિશિદાને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
08 OCT 2021 5:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફુમિયો કિશિદા સાથે વાત કરી અને જાપાનના પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવા બદલ તેમને અભિનંદન આપ્યા.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"જાપાનના પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવા બદલ તેમને અભિનંદન આપવા માટે મહામહિમ ફુમિયો કિશિદા સાથે વાત કરી. હું ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહકાર વધારવા માટે તેમની સાથે કામ કરવા આતુર છું."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1762167)
મુલાકાતી સંખ્યા : 246
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam