વહાણવટા મંત્રાલય
કોચીન પોર્ટ પર સ્વચ્છતા પખવાડિયાનું સમાપન
Posted On:
01 OCT 2021 10:54AM by PIB Ahmedabad
16 સપ્ટેમ્બર, 2021 થી 30 સપ્ટેમ્બર, 2021 દરમિયાન કોચીન બંદર પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કર્મચારીઓએ શ્રમદાન કર્યું અને તેમના કાર્યસ્થળો, ઓફિસ પરિસર, બોટ/વહાણ અને જાહેર સ્થળો તથા નાના જહાજોને સાફ કર્યા.
ગઈકાલે સ્વચ્છતા દિવસના સમાપન દિવસે, બંદર વિસ્તારમાં મેઈન્ટેનન્સ સ્ટાફ અને વિલિંગ્ડન ટાપુના બે મ્યુનિસિપલ વોર્ડમાં 'સ્વચ્છતા કીટ' વિતરણ કરવામાં આવી હતી. તેનું ઉદ્ઘાટન કોચીન પોર્ટ ટ્રસ્ટના ચેરમેન ડૉ. એમ. બીનાએ કર્યું હતું. કોચીન પોર્ટ ટ્રસ્ટના તમામ વિભાગોના કેટલાક કર્મચારીઓને તેમના ઘરે શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા શાકભાજીના બીજ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રીન એનર્જીના ઉપયોગને લોકપ્રિય બનાવવાની પહેલના ભાગરૂપે, એમ્બાર્કેશન જેટી (વિલિંગ્ડન ટાપુના ઉત્તર છેડે જાહેર ફેરી જેટી) ખાતે સૌર ઉર્જાથી ચાલતી લાઇટિંગ સ્થાપિત કરવામાં આવી હતી. કોચીન પોર્ટ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતાના સંદેશને ફેલાવવા માટે, 28મી સપ્ટેમ્બર, 2021 ના રોજ એક સાઈકલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં કોચીન પોર્ટ ટ્રસ્ટ અને ત્યાં તૈનાત CISF ના જવાનોએ ભાગ લીધો હતો.
કોચીન પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓને સ્વચ્છ પર્યાવરણ અંગે જાગૃત કરવા માટે, તબીબી વિભાગે વર્ગોનું આયોજન કર્યું હતું. એ જ રીતે, શિપિંગ વિભાગે જળ સંસ્થાઓને સ્વચ્છ રાખવાના મહત્વ વિશે જણાવ્યું. સ્વચ્છતાનું મહત્વ દર્શાવતા બેનરો અને સ્ટીકરો, બંદર વિસ્તારના દરેક મહત્વના સ્થળો પર સાધનો, બોટ અને લોડિંગ અને અનલોડિંગ પર લગાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા પખવાડા દરમિયાન કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા વિષય પર શોર્ટ ફિલ્મ અને પોસ્ટર ડિઝાઇનિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પખવાડિયા દરમિયાન, આ સુવિધા એર્નાકુલમ ડોક (વોરફ) ના ડોક ઇન્સ્પેક્ટર (વોરફ સુપરિન્ટેન્ડેન્ટ) ની ઓફિસમાં વિકલાંગો દ્વારા સરળતાથી પહોંચવા માટે બનાવવામાં આવી હતી.
કોચીન પોર્ટ ટ્રસ્ટની શ્રેષ્ઠ જાળવણી કચેરીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમને સ્વચ્છતા પાઠવાડા દરમિયાન યોગ્ય એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
પખવાડિયા દરમિયાન, કચરાથી ભરેલી પંદર ટ્રક વિલિંગ્ડન ટાપુ પર વિવિધ સ્થળોએથી દૂર કરવામાં આવી હતી અને નિયત સ્થળોએ ફેંકી દેવામાં આવી હતી.
રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સામાજિક અંતરને અનુસરીને અને અન્ય સલામતીનાં પગલાં અપનાવીને તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1759894)
Visitor Counter : 266