પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં ચાર નવી મેડિકલ કોલેજોનો શિલાન્યાસ પણ કર્યો

“ભારત મહામારી દરમિયાન પોતાની તાકાત, આત્મનિર્ભરતામાં વધારો કરવા માટે સંકલ્પબદ્ધ થયું છે”

“દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે અમે રાષ્ટ્રીય અભિગમ અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પર કામ કર્યું છે”

“છેલ્લા 6-7 વર્ષમાં, 170 નવી મેડિકલ કોલેજો ઉભી કરવામાં આવી છે અને 100 કરતાં વધારે નવી મેડિકલ કોલેજોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે”

“2014માં, દેશમાં મેડિકલ અન્ડર-ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ્સની કુલ બેઠકો અંદાજે 82000 હતી. આજે તેની સંખ્યા વધીને 140,000 થઇ ગઇ છે”

“રાજસ્થાનનો વિકાસ, દેશના વિકાસને વેગવાન કરે છે”

Posted On: 30 SEP 2021 1:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં CIPET: ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ સમયે રાજસ્થાનમાં બાંસવાડા, શિહોરી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં નવી મેડિકલ કોલેજો માટે શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ચાર નવી મેડિકલ કોલેજો અને CIPET ઇન્સ્ટિટ્યુટ માટે રાજસ્થાનના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, 2014 પછી, કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાન માટે 23 મેડિકલ કોલેજોને માન્યતા આપવામાં આવી છે અને 7 મેડિકલ કોલેજો કાર્યાન્વિત પણ થઇ ગઇ છે.

ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 100 વર્ષની સૌથી મોટી મહામારીએ દુનિયાના આરોગ્ય ક્ષેત્રને બોધપાઠ શીખવ્યો છે. દરેક દેશ પોતાની રીતે આ કટોકટીનો સામનો કરી રહ્યાં છે. ભારતે આ આપત્તિના સમયમાં પોતાની તાકાત, આત્મનિર્ભરતા વધારવાનો સંકલ્પ કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, જ્યારે કૃષિ રાજ્યનો વિષય છે ત્યારે, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરૂઢ હતા તે વખતે દેશના આરોગ્ય ક્ષેત્રની ખામીઓને સમજ્યા છે અને પ્રધાનમંત્રી તરીકે, તે ખામીઓને દૂર કરવા માટે તેમણે એકધારા પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, “દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે અમે રાષ્ટ્રીય અભિગમ અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પર કામ કર્યું છે. સ્વચ્છ ભારત અભિયાનથી માંડીને આયુષમાન ભારત અને હવે આયુષમાન ભારત ડિજિટલ મિશન સુધી, સંખ્યાબંધ પ્રયાસો અમારા અભિગમનો જ હિસ્સો છે.” તેમણે રાજસ્થાનમાં સાડા ત્રણ લાખ લોકોને આયુષમાન ભારત યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવાર પ્રાપ્ત થઇ હોવાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે, રાજ્યમાં લગભગ અઢી હજાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો માટે કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ તેમના નેટવર્કનું દરેક દેશમાં દરેક શેરી-નાકા સુધી, દરેક ખૂણા સુધી ઝડપથી વિસ્તરણ કરે. તેમણે જણાવ્યું હતું કે, “આજે આપણે સંતોષ સાથે કહી શકીએ છીએ કે ભારત 6 એઇમ્સથી આગળ વધીને 22 કરતાં વધારે એઇમ્સના મજબૂત નેટવર્કની દિશામાં આગળ વધી રહ્યું છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષમાં, 170 કરતાં વધારે નવી મેડિકલ કોલેજો ભી કરવામાં આવી છે અને વધુ 100થી વધારે મેડિકલ કોલેજો માટે કામ ઝડપથી ચાલી રહ્યું છે. 2014માં, 2014માં, દેશમાં મેડિકલ અન્ડર-ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ્સની કુલ બેઠકો અંદાજે 82000 હતી. આજે તેની સંખ્યા વધીને 140,000 થઇ ગઇ છે. નિયમન અને સુશાસનના ક્ષેત્રમાં પણ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મેડિકલ કમિશનના આગમન સાથે ભૂતકાળની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે આરોગ્યસંભાળ સાથે સંકળાયેલી કૌશલ્યબદ્ધ માનવશક્તિ અસરકારક આરોગ્ય સેવાઓ ઉપર સીધો પ્રભાવ ધરાવે છે. કોરોનાના સમયગાળામાં આ બાબતની ખૂબ જ જરૂરિયાત અનુભવવામાં આવી હતી. કેન્દ્ર સરકારની 'મફત વેક્સિન, બધા માટે વેક્સિન'ની ઝૂંબેશને મળેલી સફળતા આ બાબતમાં પ્રતિબિંબિત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારતમાં 88 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપી દેવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના આ સમયમાં ઊચ્ચ સ્તરીય કૌશલ માત્ર ભારતને વધુ મજબૂત જ નહીં બનાવે પરંતુ આત્મનિર્ભર ભારતનો નિર્ધાર પ્રાપ્ત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. પેટ્રો-કેમિકલ ઉદ્યોગ જેવા ઝડપથી વૃ્ધિ પામી રહેલા ઉદ્યોગો માટે કૌશલ્યબદ્ધ માનવશક્તિ સમયની માગ બની ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોકેમિકલ ટેક્નોલોજીની નવી સંસ્થા લાખો યુવાનોને નવી સંભાવનાઓ સાથે જોડશે. તેમણે પોતાના મુખ્યમંત્રીનો કાર્યકાળ અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સ્થાપવામાં અને તેના વિકાસમાં તેમના પ્રયત્નો યાદ કર્યા હતા, જે રાજ્યમાં અત્યારે ઊર્જા યુનિવર્સિટી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સંસ્થા યુવાનોને સ્વચ્છ ઊર્જા સંશોધનમાં પોતાનું યોગદાન આપવા નવો માર્ગ પૂરો પાડશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાડમેર ખાતે રાજસ્થાન રિફાઇનરી પ્રોજેક્ટ રૂ. 70,000 કરોડથી વધુના રોકાણ સાથે ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે. રાજ્યમાં શહેરી ગેસ વિતરણ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2014 સુધી રાજ્યમાં માત્ર એક શહેર શહેરી ગેસ વિતરણ માટે પરવાનગી ધરાવતું હતું, આજે રાજ્યના 17 જિલ્લાઓને શહેરી ગેસ વિતરણ નેટવર્ક માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. આવનારા વર્ષોમાં રાજ્યનો દરેક જિલ્લો પાઇપ દ્વારા ગેસ નેટવર્ક ધરાવતો હતો. તેમણે શૌચાલયો, વીજળી, ગેસ જોડાણોના આગમનના કારણે જીવન જીવવામાં આવેલી સરળતા તરફ લોકોનું ધ્યાન દોર્યુ હતું. તેણે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં જલ જીવન મિશન થકી 21 લાખથી વધારે પરિવારો નળ દ્વારા જળ પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમણે જાહેર કર્યુ હતુ કે રાજસ્થાનનો વિકાસ ભારતના વિકાસને ગતિ પૂરી પાડે છે અને જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ગરીબ પરિવારો માટે 13 લાખથી વધારે પાકા મકાનો બાંધવામાં આવ્યાં છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1759631) Visitor Counter : 294