પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘ગ્લોબલ સિટિઝન લાઈવ’માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વીડિયો સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 SEP 2021 10:50PM by PIB Ahmedabad

નમસ્તે!

આ યુવા અને ઊર્જાવાન મેળાવડાને સંબોધતા આનંદ થાય છે. મારી સમક્ષ આપણી ધરતીની તમામ સુંદર વિવિધતા સાથેનો એક વૈશ્વિક પરિવાર છે.

ધ ગ્લોબલ સિટિઝન મૂવમેન્ટ સંગીત અને સર્જનશીલતાનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વને એક કરે છે. રમતગમતની જેમ સંગીતને પણ એક કરવાની સહજ ક્ષમતા છે. મહાન હેનરી ડેવિડ થોરોએ એક વાર કહ્યું હતું અને હું એમને ટાંકું છું: “જ્યારે હું સંગીત સાંભળું છું, ત્યારે મને કોઇ ભય લાગતો નથી. હું અભેધ છું. હું કોઇ શત્રુ જોતો નથી. હું પ્રાચીન કાળ અને નવીનતમ કાળ સાથે સંબંધિત છું.”

સંગીતની આપણાં જીવન પર શાંત પાડનારી અસર પડે છે. તે મનને અને સમગ્ર તનને શાંત કરે છે. ભારત ઘણી સંગીત પરંપરાઓ ધરાવે છે. દરેક રાજ્ય, દરેક પ્રદેશમાં, સંગીતની ઘણી બધી વિભિન્ન પદ્ધતિઓ અને શૈલીઓ છે. હું આપ સૌને ભારત આવવા અને અમારા સંગીતની ગુંજ અને વિવિધતાઓને શોધવા આમંત્રિત કરું છું.

મિત્રો,

હમણાં લગભગ બે વર્ષથી માનવજાત જીવનમાં એક વાર એવી વૈશ્વિક મહામારીનો મુકાબલો કરી રહી છે. મહામારી સામે લડાઈના આપણા સહિયારા અનુભવે આપણને શીખવ્યું છે કે જ્યારે આપણે ભેગા હોઇએ છીએ ત્યારે આપણે વધારે મજબૂત અને વધુ સારા હોઇએ છીએ. આપણા કોવિડ-19 વૉરિયર્સ, તબીબો, નર્સો, મેડિકલ સ્ટાફ મહામારી સામેની લડાઇમાં એમનું શ્રેષ્ઠ પ્રદાન કરે છે ત્યારે આપણને આ સામૂહિક ભાવનાના દર્શન થાય છે. આ ભાવના આપણા વૈજ્ઞાનિકો અને સંશોધકોમાં પણ દેખાય છે જેમણે વિક્રમી સમયમાં નવી રસીઓનું સર્જન કર્યું. જે રીતે બીજા બધાંની ઉપર માનવ સ્થિતિસ્થાપક્તાએ પ્રભુત્વ મેળવ્યું એને પેઢીઓ યાદ રાખશે.

મિત્રો,

કોવિડ ઉપરાંત પણ અન્ય પડકારો રહેલા છે. નિરંતર પડકારોમાંનો એક ગરીબી છે. ગરીબોને સરકારો પર વધારે આધારિત બનાવીને ગરીબી સામે લડી શકાય નહીં. ગરીબ સરકારોને વિશ્વાસુ ભાગીદારો તરીકે જોવાનું શરૂ કરે ત્યારે જ ગરીબી સામે લડી શકાય છે. એવા વિશ્વાસુ ભાગીદાર જે ગરીબીના વિષચક્રને હંમેશ માટે તોડવા એમને સમર્થ બનાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે.

મિત્રો,

જ્યારે સત્તા અને શક્તિનો ઉપયોગ ગરીબોને સશક્ત કરવા માટે થાય છે ત્યારે તેમને ગરીબી સામે લડવાની શક્તિ મળે છે. અને એટલે જ બૅન્કિંગ અને અનબૅન્ક્ડ સહિતના આપણા પ્રયાસો 50 કરોડ ભારતીયોને મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ આપીને કરોડો લોકોને સામાજિક સુરક્ષા કવરેજ પૂરું પાડવાના છે. તમને જાણીને આનંદ થશે કે અમારા શહેરો અને ગામોમાં બેઘરો માટે 3 કરોડ ઘરોનું નિર્માણ થયું છે. ઘર એ માત્ર આશ્રય નથી. માથા પર છત લોકોને ગરિમા બક્ષે છે. ભારતમાં અન્ય એક સામૂહિક ચળવળ ચાલે છે, દરેક ઘરને પીવાનાં પાણીનું નળ જોડાણ પૂરું પાડવાની. નવી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર લાખો કરોડો ડૉલર્સ ખર્ચી રહી છે. ગત વર્ષથી અને અત્યારે, ઘણાં મહિનાઓથી અમારા નાગરિકોના 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પડાઈ રહ્યું છે. આ અને અન્ય ઘણાં પ્રયાસો ગરીબી સામે લડવાની શક્તિ અને સામર્થ્ય આપશે.

મિત્રો,

આપણા પર આબોહવા પરિવર્તનનું જોખમ તોળાઈ રહ્યું છે. વિશ્વએ સ્વીકારવું જ પડશે કે વૈશ્વિક વાતાવરણમાં કોઇ પણ ફેરફાર પહેલા પોતાનાથી જ શરૂ થાય છે. આબોહવા પરિવર્તનની અસર ઓછી કરવાનો સૌથી સરળ અને સૌથી સફળ માર્ગ કુદરત સાથે સંવાદિતા જાળવતી જીવનશૈલી અપનાવવાનો છે.

મહાન મહાત્મા ગાંધી શાંતિ અને અહિંસા પર એમના વિચારો માટે ઘણાં જાણીતા છે. પણ, શું તમને ખબર છે કે તેઓ વિશ્વના સૌથી મહાન પર્યાવરણવાદીઓમાંના એક પણ છે. તેમણે શૂન્ય કાર્બન ફૂટ પ્રિન્ટ જીવનશૈલીની આગેવાની લીધી હતી. તેઓ જે કઈ પણ કરતા હતા એમાં બીજા બધાની ઉપર આપણી ધરતીનું કલ્યાણ આગળ રહેતું હતું. તેમણે ટ્રસ્ટીશિપની નીતિને ઉજાગર કરી હતી જ્યાં આપણે બધા આ ગ્રહના ટ્રસ્ટીઓ છીએ અને એની કાળજી લેવાની આપણી ફરજ છે.

આજે, ભારત એક માત્ર જી-20 દેશ છે જે એની પેરિસ પ્રતિબદ્ધતાઓના માર્ગે છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટૃક્ચરના નેજા હેઠળ વિશ્વને એક કરવાનો ભારતને ગર્વ છે.

મિત્રો,

અમે માનવજાતના વિકાસ માટે ભારતના વિકાસમાં માનીએ છીએ. હું ઋગ્વેદને ટાંકીને સમાપન કરવા માગું છું જે કદાચ વિશ્વના સૌથી જૂનાં ગ્રંથોમાંનો એક છે. વૈશ્વિક નાગરિકોના ઉછેરમાં એનાં શ્લોક હજીય સુવર્ણ ધારાધોરણ છે.

ઋગ્વેદ કહે છે:

સંગચ્છધ્વંસંવદધ્વંસંવોમનાંસિજાનતામ્

દેવાભાગંયથાપૂર્વેસગ્જાજાનાઉપાસતે॥

સમાનોમંત્ર:સમિતિ:સમાનીસમાનંમન:સહચિત્ત્મેષામ્।

સમાનંમન્ત્રમ્અભિમન્ત્રયેવ: સમાનેનવોહવિષાજુહોમિ॥

સમાનીવાઅકૂતિ: સમાનાહ્રદયાનિવ: ।

સમાનમસ્તુવોમનોયથાવ: સુસહાસતિ ॥

એનો અર્થ થાય છે:

આપણે સૌ એક અવાજમાં બોલીને ભેગા મળીને આગળ વધીએ;

આપણું મન સમજૂતીમાં રાખીએ અને આપણી પાસે જે છે એને વહેંચીએ, જેમ ઈશ્વર બીજા દરેક સાથે વહેંચે છે.

આપણા સહિયારા હેતુ અને સહિયારા મન હોય. આપણે આવી એક્તા માટે પ્રાર્થના કરીએ.

આપણા સહિયારા ઈરાદા અને આકાંક્ષાઓ હોય જે આપણે સૌને એક કરે.

મિત્રો,

વૈશ્વિક નાગરિકો માટે આનાથી વધારે સારી કાર્યનીતિ બીજી શું હોઇ શકે? આપણે સૌ, કૃપાળુ,  ન્યાયી અને સમાવેશી ધરતી માટે ભેગા મળી કામ કરવાનું ચાલુ રાખીએ.

આભાર.

ખૂબ ખૂબ આભાર.

નમસ્તે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1758245) Visitor Counter : 287