પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે બેઠક યોજાઈ

Posted On: 24 SEP 2021 3:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બર, 2021ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઉપરાષ્ટ્રપતિ મહામહિમ કમલા હેરિસ સાથે બેઠક યોજી હતી.

તેમણે પોતાની પ્રથમ વ્યક્તિગત મુલાકાત પર ખુશી વ્યક્ત કરી. તેમણે જૂન 2021માં અગાઉ થયેલી ટેલિફોનિક વાતચીતને ખુશાલીપૂર્વક યાદ કરી. તેમણે અફઘાનિસ્તાન સહિત હાલના વૈશ્વિક ઘટનાક્રમો અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યુ અને એક સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક રિજિયન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અંગે દૃઢ સમર્થન વ્યક્ત કર્યુ હતું.

બંને નેતાઓએ પોતપોતાના દેશોમાં કોવિડ-19ની સ્થિતિ અંગે ચર્ચા કરી, જેમાં ઝડપી રસીકરણના પ્રયાસોના માધ્યમથી મહામારીને અટકાવવા માટે થતા પ્રયાસો અને અગત્યની દવાઓ, તબીબી અને સ્વાસ્થ્ય ઉપકરણોની સપ્લાઈ સુનિશ્ચિત કરવા વગેરે મુદ્દા સામેલ રહ્યા.

બંને પક્ષોએ જળવાયુ પરિવર્તન પર સહયોગાત્મક કાર્યવાહીના મહત્વનો સ્વીકાર કર્યો. પ્રધાનમંત્રીએ રિન્યુએબલ ઊર્જા વધારવા માટે ભારતના ઘનિષ્ઠ પ્રયાસો અને હાલમાં જ શરૂ કરાયેલા રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશન વિશે વાતચીત કરી. તેમણે પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહિત કરવા માટે જીવનશૈલીમાં પરિવર્તનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

તેમણે અંતરિક્ષ સહયોગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ખાસ કરીને ઉભરતી અને અગત્યની ટેકનોલોજીસની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ સહિતની ભાવિ સહભાગિતાના ક્ષેત્રો અંગે પણ ચર્ચા કરી. બંને નેતાઓએ પારસ્પરિક રીતે લાભપ્રદ એવા શિક્ષણલક્ષી સંબંધો તથા બંને દેશો વચ્ચે જ્ઞાન, નવાચાર અને પ્રતિભાના પ્રવાહના આધાર તરીકે ઉત્સાહસભર લોકોના પારસ્પરિક સંબંધોનો સ્વીકાર કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેકન્ડ જેન્ટલમેન ડગલસ એમ્હોફને ટૂંક સમયમાં જ ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1757567) Visitor Counter : 259