સંસ્કૃતિ મંત્રાલય

પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીની ત્રીજી આવૃત્તિ આજથી શરૂ થઈ


7 ઓક્ટોબર, 2021 સુધી ઈ-હરાજી ખુલ્લી રહેશે

ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનમાં જશે

Posted On: 17 SEP 2021 4:38PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

 

  • ઇ-હરાજીના આ રાઉન્ડમાં લગભગ 1330 સ્મૃતિચિહનોની ઇ-હરાજી કરવામાં આવી રહી છે.
  • વ્યક્તિઓ/સંસ્થાઓ વેબસાઈટ https://pmmementos.gov.in દ્વારા ઇ-હરાજીમાં ભાગ લઈ શકે છે
  • હરાજીની મુખ્ય વિશેષતાઓ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા પ્રધાનમંત્રીને આપવામાં આવેલા સ્પોર્ટ્સ ગિયર અને સાધનો છે.

 

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પ્રસ્તુત પ્રતિષ્ઠિત અને યાદગાર ભેટોની ઈ-હરાજીની ત્રીજી આવૃત્તિ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2021 સુધી વેબ પોર્ટલ https://pmmementos.gov.in દ્વારા યોજાઈ રહી છે. સ્મૃતિચિહ્નોમાં ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા પ્રધાનમંત્રીને ભેટ કરાયેલા સ્પોર્ટ્સ ગિયર અને સાધનોનો સમાવેશ થાય છે. અન્ય રસપ્રદ કલાકૃતિઓમાં અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની નકલ, મોડેલો, શિલ્પો, ચિત્રો, અંગવસ્ત્રોનો સમાવેશ થાય છે.

ઈ-હરાજીના આ રાઉન્ડમાં લગભગ 1330 સ્મૃતિચિહનોની ઈ-હરાજી થઈ રહી છે. ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા શ્રી સુમિત અંતીલ  દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલો ભાલો ભાલા અને ટોક્યો 2020 ઓલિમ્પિક રમતોમાં શ્રી નીરજ ચોપરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલો ભાલો એવી દરેક વસ્તુઓ છે જેનું આધાર મુલ્ય એક કરોડ રૂપિયા છે. સૌથી ઓછી કિંમતની વસ્તુ 200 રૂપિયામાં નાના કદના સુશોભન હાથી છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રીએ એક ટ્વીટમાં હરાજી અંગે માહિતી આપી હતી.

 

 

કેટલીક અન્ય વસ્તુઓ જેવી કે લવલીના બોર્ગોહેન દ્વારા ઉપયોગમાં લેવાતા બોક્સિંગ ગ્લોવ્સ, જે વાદળી રંગના છે અને તળિયે સ્ટ્રેપ્ડ હેન્ડલ્સ છે, જે ખેલાડીઓએ પોતે જ હસ્તાક્ષર કર્યા છે, તે પણ હરાજી માટે મૂકવામાં આવી છે. પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ કૃષ્ણા નાગર દ્વારા હસ્તાક્ષર કરાયેલ બેડમિન્ટન રેકેટ પણ હરાજીમાં છે. ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ દ્વારા ઓટોગ્રાફ કરાયેલ ટેબલ ટેનિસ રેકેટ પણ છે, જેનો ઉપયોગ ભાવિના પટેલ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં થયો હતો.

 

વ્યક્તિઓ/સંસ્થાઓ 17 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબર, 2021ની વચ્ચે વેબસાઈટ https://pmmementos.gov.in દ્વારા ઈ –હરાજીમાં ભાગ લઈ શકે છે.

ગંગાના સંરક્ષણ અને કાયાકલ્પને ધ્યાનમાં રાખીને ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગ મિશનમાં જશે. શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે, જેમણે દેશની જીવાદોરી- ગંગા નદીને “નમામીગંગે” ના સંરક્ષણના ઉમદા હેતુ માટે મળેલી તમામ ભેટોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. પ્રધાનમંત્રીએ ઘણી વખત ગંગાને દેશના સાંસ્કૃતિક ગૌરવ અને આસ્થાનું પ્રતીક ગણાવી છે, અને ઉત્તરાખંડના ગૌમુખ ખાતે નદીની ઉત્પત્તિના બિંદુથી જ્યાં સુધી તે પશ્ચિમ બંગાળમાં સમુદ્ર સાથે ભળી ગઈ છે, ત્યાં સુધી શક્તિશાળી નદીએ દેશની વસ્તીના અડધા લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.

 

SD/GP/BT



(Release ID: 1755780) Visitor Counter : 290