સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

સુશ્રી અલકા નાંગિયા અરોરા, એમએસએમઈ મંત્રાલયના સંયુક્ત સચિવ, NSICના CMD તરીકે પદભાર સંભાળ્યો

Posted On: 17 SEP 2021 11:46AM by PIB Ahmedabad

અલકા નાંગિયા અરોરા, IDAS (91) 14મી સપ્ટેમ્બર, 2021ના ​​રોજ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (NSIC) ના ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર (CMD) પદનો વધારાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમણે NSICના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી અને તમામ કર્મચારીઓને 2021-22 દરમિયાન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. સુશ્રી અલકા અરોરા એક અનુભવી અધિકારી છે અને દેશભરમાં વિવિધ કાર્યભાર સંભાળવાનો 30 વર્ષનો અનુભવ ધરાવે છે. સુશ્રી અલકા અરોરા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે અને તેમણે કાપડ મંત્રાલયમાં અધિક કમિશનર હસ્તકલા, કોટેજ એમ્પોરિયમના મેનેજિંગ ડિરેક્ટર અને વેસ્ટર્ન એર કમાન્ડ (સુબ્રતો પાર્ક) ના સંકલિત નાણાકીય સલાહકાર અને લશ્કરી હોસ્પિટલના નાણાકીય સલાહકાર (આરએન્ડઆર) જેવા ભારત સરકારના મુખ્ય હોદ્દાઓ પર પણ રહી ચૂક્યા છે. તેમણે નૌકાદળમાં નેવલ ડોકયાર્ડના નાણાકીય સલાહકાર અને સંરક્ષણ ખાતાઓના સંયુક્ત નિયંત્રક, મુંબઈ અને પૂર્વીય મિલિટરી કમાન્ડ, કોલકાતાના નાણાકીય સલાહકાર તરીકે નેવીમાં વિવિધ હોદ્દા પર પણ સેવા આપી છે.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1755698) Visitor Counter : 276