સંસ્કૃતિ મંત્રાલય
સાંસ્કૃતિક મંત્રાલય 17 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીનું આયોજન કરી રહ્યું છે
ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનમાં જશે
प्रविष्टि तिथि:
16 SEP 2021 1:16PM by PIB Ahmedabad
મુખ્ય અંશો:
- સ્મૃતિચિન્હોમાં મેડલ વિજેતા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સના સ્પોર્ટ્સ ગિયર અને સાધનો, અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિનો સમાવેશ થાય છે.
- 17 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબર, 2021ની વચ્ચે વ્યક્તિઓ/સંસ્થાઓ વેબસાઈટ https://pmmementos.gov.in મારફતે ઈ -ઓક્શનમાં ભાગ લઈ શકે છે.
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીનું આયોજન કરી રહ્યું છે. સ્મૃતિચિન્હોમાં મેડલ વિજેતા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સના સ્પોર્ટ્સ ગિયર અને સાધનો, અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની પ્રતિકૃતિઓ, મેડેલો, શિલ્પો, પેઇન્ટિંગ્સ, અંગવસ્ત્રો વગેરેનો સમાવેશ થાય છે.
વ્યક્તિઓ/સંસ્થાઓ 17 સપ્ટેમ્બર અને 7 ઓક્ટોબર, 2021ની વચ્ચે વેબસાઈટ https://pmmementos.gov.in દ્વારા ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.
ગંગાના સંરક્ષણ અને કાયાકલ્પને ધ્યાનમાં રાખીને ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનમાં જશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1755411)
आगंतुक पटल : 356