વિદેશ મંત્રાલય
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે પોર્ટુગીઝમાં કામ કરવા માટે ભારતીય નાગરિકોની ભરતી અંગેના કરારને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 08 SEP 2021 2:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે માટે ભારત સરકાર અને પોર્ટુગલ સરકાર વચ્ચે પોર્ટુગીઝમાં કામ કરવા માટે ભારતીય નાગરિકોની ભરતી અંગેના કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે.

વિગતો:

વર્તમાન કરાર ભારતીય શ્રમિકોને મોકલવા અને સ્વીકારવા પર ભારત અને પોર્ટુગલ વચ્ચે ભાગીદારી અને સહકાર માટે સંસ્થાકીય પદ્ધતિ નક્કી કરશે.

અમલીકરણ વ્યૂહરચના:

આ કરાર હેઠળ તેના અમલીકરણને અનુસરવા માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે.

અસર:

પોર્ટુગલ સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવાથી યુરોપિયન યુનિયનના સભ્ય રાષ્ટ્રમાં ભારતીય સ્થળાંતર શ્રમિકો માટે નવા મુકામનો ઉમેરો થશે, ખાસ કરીને ઘણાં ભારતીય શ્રમિકોના સંદર્ભમાં જે કોવિડ -19 રોગચાળાને પગલે ભારત પરત આવી ગયા છે. તે કુશળ ભારતીય શ્રમિકો અને વ્યાવસાયિકો માટે નવી તક પ્રદાન કરશે. આ કરાર પૂર્ણ થયા બાદ પોર્ટુગલ અને ભારત વચ્ચે ભારતીય શ્રમિકોની ભરતી માટે ઔપચારિક વ્યવસ્થા થશે.

લાભો:

પોર્ટુગલમાં કામ કરવા માટે ભારતીય શ્રમિકોની નોકરીની તકો વધશે. કરારમાં પ્રસ્તાવિત સરકાર-થી-સરકાર મિકેનિઝમ એ સુનિશ્ચિત કરશે કે બંને પક્ષોના મહત્તમ સમર્થન સાથે શ્રમિકોની અવરજવર સરળતાથી થાય.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1753130) आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Odia , Telugu , Kannada