યુવા બાબતો અને રમત મંત્રાલય

રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને રમતો અને ફિટનેસ અંગેની પહેલવહેલી દેશવ્યાપી ક્વિઝનો શુભારંભ કર્યો


ફિટ ઇન્ડિયા ક્વિઝ દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનું નિર્માણ કરવામાં અને વિદ્યાર્થીઓને એના ચૅમ્પિયન્સ બનવામાં વેગ ઉમેરશે: શ્રી અનુરાગ ઠાકુર

એનઈપી 2020 વિદ્યાર્થીઓ માટે ફિટનેસને આજીવન અભિગમ તરીકે અપનાવવા રમતગમત એકીકૃત ભણતર પર ખાસ ધ્યાન આપે છે: શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

Posted On: 01 SEP 2021 7:18PM by PIB Ahmedabad

મહત્વના અંશો:

  • દેશવ્યાપી ક્વિઝ રાષ્ટ્રીય મંચ પર સ્પર્ધા કરવાની તક આપશે અને એમની શાળાઓ માટે રૂ. 3 કરોડથી વધુનાં કુલ રોકડ ઈનામો જીતવાની તક આપશે.
  • ફિટ ઈન્ડિયા ક્વિઝ ભારતની આઝાદીના 75 વર્ષોની ઉજવણી કરવા કેન્દ્ર સરકારની પહેલઆઝાદી કા અમૃત મહોત્સવનો ભાગ છે.
  • ટોક્યો ઑલિમ્પિક્સનાં મેડલિસ્ટ્સ નીરજ ચોપરા અને પી વી સિંધુ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયાં હતાં.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં ફિટ ઈન્ડિયા ક્વિઝનો શુભારંભ કર્યો હતો. ફિટનેસ અને રમતગમત અંગે પહેલવહેલી ક્વિઝ છે. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટોક્યો ઑલિમ્પિક્સનાં મેડલિસ્ટ્સ નીરજ ચોપરા અને પી વી સિંધુ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. ઉક્ત પહેલનો શુભારંભ કરવા માટે એક શીઘ્ર ક્વિઝમાં ભાગ લેવા માટે કેટલાંક શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00100C1.jpg

દેશવ્યાપી ક્વિઝનો ઉદ્દેશ  શાળાએ જતાં બાળકોને એક રાષ્ટ્રીય મંચ પર હરીફાઇની તક આપવા અને એમની શાળાઓ માટે રૂ. 3 કરોડથી વધુનાં કુલ રોકડ ઈનામો જીતવાની તકની સાથે એમનામાં ફિટનેસ અને રમતગમત વિશે જાગૃતિ સર્જવાનો છે. ફિટ ઈન્ડિયા ક્વિઝ ભારતની આઝાદીના 75 વર્ષો ઉજવવા માટે કેન્દ્ર સરકારની પહેલઆઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે છે અને તે તમામ રાજ્યોના વિદ્યાર્થીઓને માત્ર એક મંચ પર લાવવા નહીં પણ એમને માનસિક કુશળતા અને શારીરિક ફિટનેસની સ્પર્ધામાં સામેલ કરવા પણ ઘડાયેલી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GGVQ.jpg

ફિટ ઈન્ડિયા ક્વિઝ વિશે બોલતા શ્રી ઠાકુરે કહ્યું, “માનસિક તંદુરસ્તી પણ શારીરિક તંદુરસ્તી જેટલી અગત્યની છે. ફિટ ઈન્ડિયા ક્વિઝ બહુ નાની વયે માનસિક ચપળતાની છાપ ઉપસાવશે અને ક્વિઝ સાથે રમતગમતનું જ્ઞાન વધારવાનો એક સંપૂર્ણ માર્ગ છે. ભારતનો  ઑલિમ્પિક્સની આપણી સફળતાની સાથે રમતગમતનો  વિશાળ ઈતિહાસ રહેલો છે; આપણે દેશમાં શાળાના વિદ્યાર્થીઓને રમતગમતનાં ચૅમ્પિયન્સ બનાવવાની સાથે સ્પોર્ટ્સ કલ્ચરનું નિર્માણ કરવાના લક્ષ્યમાં વેગ ઉમેરીશું. સ્પર્ધાત્મકતાની સૂઝ ટીમ ચારિત્ર્ય અને ટીમ ભાવનાનું પણ નિર્માણ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાકલ્યવાદી શિક્ષણ અને આપણાં જીવનમાં રમતગમતની અગત્યતા પર ભાર મૂક્યો છે. બાળકો સાથે એમના સંવાદથી વિદ્યાર્થીઓ માટે શીખવા અને મોટા થવા તણાવમુક્ત વાતાવરણ પણ સર્જ્યુ છે; ફિટ ઈન્ડિયા ક્વિઝ દિશામાં ઉદ્દેશિત છે.”

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035SLL.jpg

અવસરે બોલતા શ્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ફિટનેસ અને શિક્ષણ વચ્ચે મજબૂત આંતરિક જોડાણ રહેલું છે. નવી શિક્ષણ નીતિ (એનઈપી)- 2020 વિદ્યાર્થીઓ માટે ફિટ ઈન્ડિયા ચળવળમાં કલ્પના થયા મુજબ ફિટનેસને આજીવન અભિગમ તરીકે અપનાવવા રમતગમત એકીકૃત ભણતર પર ખાસ ધ્યાન આપે છે. શ્રી પ્રધાને નોંધ્યું હતું કે કોવિડ-19 મહામારીએ સામાન્ય જીવન વિક્ષેપિત કર્યું છે અને ફિટ ઈન્ડિયા ચળવળની પ્રસ્તુતતા અનેક ગણી વધારી દીધી છે. તેમણે કહ્યું કે ફિટ ઈન્ડિયા ક્વિઝ વિદ્યાર્થીઓને એમનાં ફિટનેસ અને રમતગમતનાં જ્ઞાનને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડશે, ભારતના સ્વદેશી રમતો, આપણા રમતગમતનાં નાયકો, કેવી રીતે પરંપરાગત ભારતીય જીવન પદ્ધતિ તમામ માટે ફિટ જીવનની ચાવી ધરાવે છે સહિત  સમૃદ્ધ રમતગમતના ઈતિહાસ વિશે જાગૃતિ સર્જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PRK7.jpg

પોતાના સંબોધનમાં યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિકે કહ્યું કે ફિટ ઈન્ડિયા મિશનમાં દરેક વયજૂથનાં લોકોએ ભાગ લીધો છે અને તેમણે ફિટ ઈન્ડિયા ક્વિઝમાં ભાગ લેવા અને ન્યુ ઈન્ડિયાને ફિટ ઈન્ડિયા બનાવવા તમામ શાળાઓને અપીલ કરી હતી.

નીરજ ચોપરાએ કહ્યું કે આપણે હવે રમતગમત વિશે આટલું બધું વિચારતા અને કરતા થયા છે જોઇને તેઓ ઘણી ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. ચોક્કસપણે તમામ વિદ્યાર્થીઓને પ્રેરિત કરશે. પી વી સિંધુએ કહ્યું કે ફિટ ઈન્ડિયા ક્વિઝ વિદ્યાર્થીઓને એક મંચ આપશે અને તેમણે દરેક વિદ્યાર્થીને ક્વિઝમાં ભાગ લેવાની અપીલ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005953F.jpg

ક્વિઝમાં ભાગ લેવા માટે શાળાઓએ ફિટ ઈન્ડિયાની વૅબસાઈટ પર પૂરી પડાયેલી લિંક પર પહેલી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર 2021ની વચ્ચે નોંધણી કરાવવાની રહેશે અને ઑક્ટોબરના અંતે ક્વિઝના પ્રાથમિક રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છનાર પોતાના વિદ્યાર્થીઓનાં નામ નોંધાવવાના રહેશે.

પ્રિલિમિનરી-પ્રાથમિક રાઉન્ડના વિજેતાઓ પછી ડિસેમ્બર મહિનામાં રાજ્ય રાઉન્ડમાં ભાગ લેશે અને રાજ્યના રાઉન્ડના વિજેતાઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022માં રાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે. ક્વિઝનો ફાઈનલ રાઉન્ડ સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારિત થશે.



(Release ID: 1751260) Visitor Counter : 379