પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 1 સપ્ટેમ્બરના રોજ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ખાસ સ્મારક સિક્કાનું વિમોચન કરશે
Posted On:
31 AUG 2021 2:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બર, 2021ના રોજ સાંજે 4:30 વાગ્યે શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ₹ 125ના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરશે અને સભાને સંબોધિત કરશે.
શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જી વિશે
સ્વામીજીએ આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) ની સ્થાપના કરી જે સામાન્ય રીતે "હરે કૃષ્ણ ચળવળ" તરીકે ઓળખાય છે. ઇસ્કોને શ્રીમદ ભગવદ ગીતા અને અન્ય વૈદિક સાહિત્યનું 89 ભાષાઓમાં ભાષાંતર કર્યું છે, જેણે વિશ્વભરમાં વૈદિક સાહિત્યના પ્રસારમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી છે.
સ્વામીજીએ સોથી વધુ મંદિરોની સ્થાપના કરી અને વિશ્વને ભક્તિ યોગનો માર્ગ શીખવતા અનેક પુસ્તકો લખ્યા.
આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ઉપસ્થિત રહેશે.
SD/GP/BT
(Release ID: 1750752)
Visitor Counter : 283
Read this release in:
Hindi
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam