માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલયની આઇકોનિક વીકની ઉજવણી સંપન્ન

Posted On: 30 AUG 2021 5:18PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસાર મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની અઠવાડિયા લાંબી ઉજવણી આઇકોનિક વીક ગઇકાલે સંપન્ન થઈ હતી. 23 ઓગસ્ટના રોજ શરૂ થયેલી ઉજવણીમાં મંત્રાલયના તમામ મીડિયા એકમો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.

અઠવાડિયાની સૌથી વિશિષ્ટ પહેલ કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર દ્વારા મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યૂશન અને વર્ચ્યુઅલ પોસ્ટર પ્રદર્શન ચિત્રાંજલી@75”નું ઉદ્ઘાટન હતું. પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી કિશન રેડ્ડી, શ્રી અર્જુન રામ મેઘવાલ, ડો. એલ મુરુગન અને શ્રીમતી મીનાક્ષી લેખી ઉપસ્થિત રહ્યાં હતાં.

અઠવાડિયા દરમિયાન દૂરદર્શન નેટવર્કે ડોક્યુમેન્ટરીની સીરિઝ પ્રસ્તુત કરી હતી, જેમ કે નેતાજી, મર્જર ઓફ પ્રિન્સલી સ્ટેટ્સ વગેરે. રાઝી જેવી લોકપ્રિય ભારતીય ફિલ્મો પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. એનએફડીએ એના ઓટીટી પ્લેટફોર્મ www.cinemasofindia.com પર ફિલ્મ મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં આઇલેન્ડ સિટી, ક્રોસિંગ બ્રિજીસ વગેરે જેવી ખાસ તૈયાર કરેલી વિવિધ ફિલ્મો પ્રદર્શિત થઈ હતી.

ડીડી અને એઆઇઆરના પ્રાદેશિક સમાચાર એકમોએ સ્વતંત્રતાસેનાનીઓ, સ્થળો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કાર્યક્રમો પર વિશેષ અહેવાલો પ્રસારિત કર્યા હતા, જે તેમના દૈનિક બુલેટિનનો ભાગ હતા અને વિશેષ કાર્યક્રમો સ્વરૂપે પ્રસારિત થયા હતા. કેટલાંક સામુદાયિક રેડિયો સ્ટેશનોએ પણ વિશેષ કાર્યક્રમો પ્રસારિત કર્યા હતા. કાર્યક્રમોમાં વિવિધ પાસાઓ પ્રસ્તુત થયા હતા, જેમાં સ્વતંત્રતાસેનાનીઓના અસાધારણ પ્રદાન, સાહસ, સમર્પણ, ત્યાગની ગાથાઓ રજૂ થઈ હતી. તેમાં સ્વતંત્રતા સંગ્રામના કેટલાંક અજાણ્યા નાયકો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.

બ્યૂરો ઓફ આઉટરિચ એન્ડ કમ્યુનિકેશનના રિજનલ આઉટરિચ બ્યૂરોસે વિવિધ સંકલિત સંચાર અને પહોંચ કાર્યક્રમો મારફતે નુક્કડ નાટક સ્કિટ, જાદુના શો, કઠપૂતળીના શો, લોકકથાઓ માટેના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તથા સમગ્ર દેશમાં ગીત અને નાટક વિભાગે 1000થી વધારે પીઆરટીનું આયોજન કર્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર અને રાજ્યોમાં એનએસએસ યુનિટ સાથે ભાગીદારીમાં ફ્રીડમ વોકનું આયોજન થયું હતું. રાજ્ય કક્ષાના કેન્દ્રીય માહિતી અને પ્રસાર મંત્રી ડો. એલ મુરુગને બેંગાલુરુમાં આરઓબી દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ પર આયોજિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. બિકાનેરમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે આરઓબી રાજસ્થાન દ્વારા આયોજિત પ્રકારના એક પ્રદર્શન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના પ્રાદેશિક એકમોએ સમગ્ર દેશમાં વિવિધ વિષયો પર વેબિનારોનું આયોજન કર્યું હતું. મુદ્દાઓની પસંદગી સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રાજ્યોના નાયકોના પ્રદાન કરવા માટે થઈ હતી. એક ઉદ્દાત પહેલમાં જૈફ વયના સ્વતંત્રતા સેનાની રોહિણી ગવાણકરે પીઆઇબી મુંબઈ વેબિનારને સંબોધન કર્યું હતું, જેનો વિષય સ્વતંત્રતા આંદોલનમાં મુંબઈની ભૂમિકા હતો. ભુવનેશ્વર પ્રાદેશિક એકમ દ્વારા આયોજિત વેબિનારમાં યુવા દર્શકો વિવિધ પ્રશ્રોત્તરી અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ તથા સ્પર્ધાઓ મારફતે આઇકોનિક વીકની ઉજવણીમાં સામેલ થયા હતા.

આઇકોનિક વીકની ઉજવણીના વિચારના કેન્દ્રમાં જનભાગીદારી હતી. એનો ઉદ્દેશ આઝાદીના અમૃત મહોત્સવને સરકાર સંચાલિત કાર્યક્રમ બનાવવાને બદલે જનઅભિયાન બનાવવાનો હતો.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1750584) Visitor Counter : 302