મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ મહિલા સશક્તીકરણ પર પ્રથમ G20 મંત્રીસ્તરીય પરિષદને સંબોધિત કરી


શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ પરસ્પર સહકાર દ્વારા લિંગ અને મહિલા કેન્દ્રિત મુદ્દાઓને ઉકેલવાની દિશામાં ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ ભાગીદાર દેશોમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવા માટે G20 સાથે ભારતની એકતાનો પરિચય આપ્યો

Posted On: 27 AUG 2021 12:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ મહિલા સશક્તીકરણ અંગેની પ્રથમ G20 મંત્રીસ્તરીય પરિષદને સંબોધિત કરી હતી જે ગઈ કાલે હાઇબ્રિડ ફોર્મેટમાં ઇટાલીના સાન્ટા માર્ગેરીટા લીગુરે ખાતે યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રીએ પરસ્પર સહયોગ દ્વારા લિંગ અને મહિલા કેન્દ્રિત મુદ્દાઓને ઉકેલવા માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા, બહેતર આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા અને મહિલાઓની સલામતી અને સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ પર પ્રકાશ પાડ્યો હતો.

 

 

શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ તેમના સંબોધન દરમિયાન ભાગીદાર દેશોમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવા માટે G20 સાથે ભારતની એકતાનો પરિચય આપ્યો હતો અને તમામ સંબંધિત મંચો પર સહકાર અને સંકલન દ્વારા લિંગ સમાનતા અને મહિલાઓના સશક્તીકરણને પ્રોત્સાહન આપવા માટે G20ના લિંગ સમાનતા મંત્રીઓ સાથે જોડાયા.

મહિલા સશક્તીકરણ પર G20 પરિષદે STEM, નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા, પર્યાવરણ અને ટકાઉપણું સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓ અને છોકરીઓની સમાનતા અને વિકાસના લક્ષ્યોને આગળ વધારવા માટે સામાન્ય ઉદ્દેશો અને સહિયારી જવાબદારીઓને સ્વીકારી હતી.

 

SD/GP/BT


(Release ID: 1749504) Visitor Counter : 395