નાણા મંત્રાલય

નાણાં મંત્રીએ મુંબઈમાં જાહેર ક્ષેત્રની બૅન્ક સુધારા એજન્ડા‌-ઈઝ (EASE) 4.0ની ચોથી આવૃત્તિનું અનાવરણ કર્યું


ઈઝ 3.0ના પુરસ્કાર વિજેતાઓ જાહેર કર્યા

Posted On: 25 AUG 2021 4:59PM by PIB Ahmedabad

મુંબઈ, 25 ઑગસ્ટ 2021

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે 2021-22 માટે જાહેર ક્ષેત્રની બૅન્ક (પીએસબી) સુધારા એજન્ડા ઈઝ (EASE) 4.0’ -ટેક-સમર્થિત, સરળ અને સહયોગપૂર્ણ બૅન્કિંગની ચોથી આવૃતિનું અનાવરણ કર્યું હતું. તેમણે 2020-21 માટે પીએસબી સુધારા એજન્ડા ઈઝ 3.0 માટેનો વાર્ષિક હેવાલ પણ ખુલ્લો મૂક્યો હતો અને ઈઝ 3.0 બૅન્કિંગ સુધારા સૂચકાંક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી બૅન્કોને સન્માનવાના અવૉર્ડ્સ સમારોહમાં ભાગ લીધો હતો.

નાણાકીય સેવાઓના વિભાગના વધારાના સચિવ શ્રી પંકજ જૈન, નાણાકીય સેવાઓના વિભાગના વધારાના સચિવ શ્રી અમિત અગ્રવાલ અને આઇબીએના ચેરમેન શ્રી રાજકિરણ રાય જી. પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

એસબીઆઇ, બીઓબી, યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાએ ટોચનું સન્માન મેળવ્યું

પીએસબી સુધારા ઈઝ 3.0 આધારિત ઈઝ ઇન્ડેક્સ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, બૅન્ક ઑફ બરોડા અને યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાએ પુરસ્કાર જીત્યા હતા. બેઝલાઇન પ્રદર્શનથી શ્રેષ્ઠ સુધારણા માટેનો અવૉર્ડ ઇન્ડિયન બૅન્કે જીત્યો હતો. એસબીઆઇ, બીઓબી, યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બૅન્ક અને કેનેરા બૅન્કે પીએસબી સુધારા એજન્ડા ઈઝ 3.0નાં જુદાં-જુદાં વિષયોમાં ટોચના અવૉર્ડ્સ જીત્યા હતા.  

 

ઈઝ 3.0 અવૉર્ડ્સની વિગતો અહીં ઉપલબ્ધ છે

http://164.100.117.97/WriteReadData/userfiles/EASE%20awards_for%20PIB%20(1).pdf

જાહેર ક્ષેત્રની બૅન્કોએ તંદુરસ્ત નફો નોંધાવ્યો છે અને ટેકનોલોજી ચાલિત સુધારા પર ગતિ વધારી છે. આ બૅન્કોએ નાણાકીય વર્ષ 20માં 26,016 કરોડની ખોટની સરખામણીએ નાણાકીય વર્ષ 21માં 31,817 કરોડનો નફો નોંધાવ્યો છે. પાંચ વર્ષોની ખોટ બાદ આ પહેલું વર્ષ છે જ્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોએ નફો નોંધાવ્યો હોય. માર્ચ 2021 મુજબ કુલ એકંદર નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 6.16 લાખ કરોડ રહી છે જે માર્ચ 2020ના સ્તરથી 62000 કરોડનો ઘટાડો દર્શાવે છે.

ડિજિટલ ધિરાણ

 

ઈઝ 3.0 હેઠળ ક્રેડિટ@ક્લિક એ મુખ્ય પહેલ હતી. આવી ત્વરિત અને સરળ બનાવાયેલી ધિરાણની સુવિધાઓ દ્વારા આશરે 4.4 લાખ ગ્રાહકો લાભાન્વિત થયા છે.

  • ગ્રાહકો માટે જાહેર ક્ષેત્રની બૅન્કોએ યંત્રણા સ્થાપી હતી જેમાં ગ્રાહકો મોબાઈલ અને ઇન્ટરનેટ બૅન્કિંગ, એસએમએસ, મિસ્ડ કૉલ અને કૉલ સેન્ટર જેવી ડિજિટલ ચૅનલ્સ મારફત 24*7 લોનની વિનંતીઓ નોંધાવી શકે છે. નાણાકીય વર્ષ 2021માં જાહેર ક્ષેત્રની બૅન્કોએ સામૂહિક રીતે 40,819 કરોડની નવી પર્સનલ, હૉમ અને વીઈકલ લોન્સ આવી ડિજિટલ ચેનલ્સના સ્ત્રોતોથી મળેલી વિનંતીઓ મારફત આપી હતી.
  • ટોચની 7 જાહેર ક્ષેત્રની બૅન્કોએ પોતાના વર્તમાન ગ્રાહકોને સામે ચાલીને લોન-ધિરાણો ઑફર કરવા માટે સમર્પિત એનાલિટિક્સ ટીમ્સ અને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા દ્વારા એનાલિટિક્સ ક્ષમતાઓ નિર્માણ કરી છે. બૅન્કોની અંદર હાલના ગ્રાહકોની લેવડદેવડના ડેટાનો ઉપયોગ કરીને આવી લોન ઑફર્સ ઊભી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 21માં આવા ધિરાણની ઑફર્સ પર ટોચની સાત જાહેર ક્ષેત્રની બૅન્કો દ્વારા 49,777 કરોડની નવી રિટેલ લોન ચૂકવણીઓ કરવામાં આવી હતી.
  • જાહેર ક્ષેત્રની બૅન્કોએ રિટેલ સેગમેન્ટ અને એમએસએમઈ સેગમેન્ટની લોન્સ આપવા માટે વ્યાપક રીતે બાહ્ય ભાગીદારી અને સમર્પિત માર્કેટિંગ સેલ્સફોર્સ નેટવર્કનો ઉપયોગ કર્યો છે. આવી ચૅનલ્સ દ્વારા નાણાકીય વર્ષ 21માં 9.1 લાખ  લોન્સ આપવામાં આવી હતી.

 

મોબાઈલ/ઈન્ટરનેટ બૅન્કિંગ અને ગ્રાહક સેવા

 

જાહેર ક્ષેત્રની બૅન્કોમાં થતાં નાણાકીય વ્યવહારોના આશરે 72% હવે ડિજિટલ ચૅનલ્સ દ્વારા થાય છે. જાહેર ક્ષેત્રની બૅન્કો ગ્રાહકોની સુવિધાઓ માટે કૉલ સેન્ટર્સ, ઇન્ટરનેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગમાં હવે 14 પ્રાદેશિક ભાષાઓ જેવી કે તેલુગુ, મરાઠી, કન્નડ, તમિલ, મલયાલમ, ગુજરાતી, બંગાળી, ઉડિયા, કાશ્મીરી, કોંકણી, હિંદી, પંજાબી, આસામીમાં સેવાઓ આપી રહી છે.

  • નાણાકીય સમાવિષ્ટતાની પહેલ હેઠળ કવરેજમાં સતત સુધારા માટે, નાણાકીય વર્ષ 20ના ચોથા ત્રિમાસિકની સરખામણીએ નાણાકીય વર્ષ 21ના ચોથા ત્રિમાસિકમાં  ગ્રામીણ વિસ્તારોમાં બૅન્ક મિત્રો દ્વારા પૂરાં પડાયેલાં વ્યવહારોમાં 13%ની વૃદ્ધિ અને માઇક્રો પર્સનલ અકસ્માત વીમાની નોંધણીમાં 50%ની વૃદ્ધિ નોંધાઇ હતી. 

ઈઝ 3.0 સુધારા એજન્ડા શરૂ થયો ત્યારથી ચાર ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બૅન્કોએ એમના દેખાવમાં અદભુત વૃદ્ધિ નોંધાવી છે. માર્ચ-2020 અને માર્ચ-2021 વચ્ચે જાહેર ક્ષેત્રની બૅન્કોનો એકંદર સ્કોર,  સરેરાશ ઈઝ ઇન્ડેક્સનો સ્કોર 100માંથી 44.2થી સુધરીને 59.7 થતાં 35% સુધી વધ્યો હતો. સ્માર્ટ ધિરાણઅને સાવધ બૅન્કિંગનું સંસ્થાગતકરણજેવા વિષયોમાં સૌથી વધારે સુધારણા સાથે,  સુધારાની કાર્યસૂચિના છ વિષયોમાં નોંધપાત્ર પ્રગતિ જોવાઈ છે.

ઈઝ સુધારાની આગામી આવૃત્તિ એટલે કે ઈઝ 4.0નો ઉદ્દેશ ગ્રાહક કેન્દ્રી ડિજિટલ કાયાપલટના એજન્ડાને આગળ વધારવાનો છે અને જાહેર ક્ષેત્રની બૅન્કોની કાર્ય પદ્ધતિમાં ડિજિટલ અને ડેટાને ગાઢ રીતે વણી લેવાનો છે.

ઈઝ 4.0 હેઠળ જાહેર ક્ષેત્રની બૅન્કો ઓફર કરશે:

 

કોવિડ-19 દરમિયાન દેશને મદદ કરવા જાહેર ક્ષેત્રની બૅન્કો આગળ આવી છે: નાણાં મંત્રી

કોવિડ મહામારી છતાં પણ પોતાના ગ્રાહકોને વિક્ષેપરહિત સેવાઓ ચાલુ રાખવા અને ધિરાણ વિતરણ પૂરું પાડવા માટે નાણાં મંત્રીએ જાહેર ક્ષેત્રની બૅન્કોને અભિનંદન આપ્યા હતા. દેશના સૌથી દૂરના ભાગોમાં બૅન્કિંગ સેવાઓ વિસ્તારવા માટે પણ આ બૅન્કો મોખરે રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

સ્ટાફની વિવિધ પદ્ધતિઓથી રિમોટ વર્કિંગ સુધી, કોવિડ-19 દરમિયાન 80000+ બૅન્ક શાખાઓ કાર્યરત રહી હતી. વધુમાં, આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઈપીએસ)માં માઇક્રો એટીએમ્સ મારફત બે ગણો વધારો થયો છે અને 75000+ બૅન્ક મિત્રો દ્વારા ઘરઆંગણે બૅન્કિંગ મદદ વધી છે.

ઈઝ 4.0 હેવાલ અહીં ઉપલબ્ધ છે.

EASE 4.0.pdf

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1749044) Visitor Counter : 356