સંરક્ષણ મંત્રાલય

ઇન્દિરા પોઇન્ટ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણી

Posted On: 23 AUG 2021 11:27AM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • આંદામાન અને નિકોબાર કમાન્ડના જવાનોએ 1971ના યુદ્ધમાં ભારતની જીતનાં 50મા વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો
  • ઈન્દિરા પોઈન્ટ દેશનો દક્ષિણ છેડો છે
  • વિજય જ્યોત નિકોબાર ગ્રુપ ઓફ આઇલેન્ડની સફર પર હતી
  • હવે તેની મુખ્ય ભૂમિની યાત્રા શરૂ કરશે

સ્વર્ણિમ વિજય વર્ષ વિજય જ્યોત 22 ઓગસ્ટ, 2021ના રોજ દેશની દક્ષિણી ટોચ ઈન્દિરા પોઈન્ટ પર નિકોબાર ગ્રુપ ઓફ આઈલેન્ડના પ્રવાસના ભાગરૂપે લઈ જવામાં આવી હતી. આંદામાન અને નિકોબાર કમાન્ડના સશસ્ત્ર દળોના જવાનોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આ પ્રસંગને ધ્યાનમાં રાખીને સ્થળ પરથી માટી એકત્રિત કરી હતી.

 

વિજય જ્યોતે હવે મુખ્ય ભૂમિની આગળની યાત્રા પહેલા યોગ્ય વિદાય માટે પોર્ટ બ્લેર તરફ તેની મુસાફરી શરૂ કરી છે. વિજય જ્યોતની યાત્રા, ઉત્તરથી દક્ષિણ સુધી, સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓની સાંકળમાં ફેલાયેલી સ્વર્ણિમ વિજય વર્ષની ભાવનાને યાદ કરે છે. 1971ના યુદ્ધમાં ભારતની તિહાસિક જીતના 50મા વર્ષ નિમિત્તે 2021ને સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1748168) Visitor Counter : 275