સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુશીલ ચંદ્રએ 2018 અને 2019 બેચના ITS પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો

Posted On: 19 AUG 2021 12:35PM by PIB Ahmedabad

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુશીલ ચંદ્રએ નવી દિલ્હીના નિર્વાચન સદનમાં આજે ભારતીય દૂરસંચાર સેવાના 2018 અને 2019 બેચના તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

 

 

ભારતીય આંતરરાષ્ટ્રીય લોકતંત્ર અને નિર્વાચન પ્રબંધન સંસ્થા (IIIDEM) ખાતે ભારતીય દૂરસંચાર સેવા (ITS) ના અધિકારીઓના બે દિવસીય તાલીમ કાર્યક્રમનો આ ભાગ હતો.

આઇટીએસ એ ભારત સરકારની ગ્રુપ '' કેન્દ્રીય સિવિલ સેવા (ગેઝેટેડ) નું પદ છે. આ સેવા ટેલિકોમ્યુનિકેશન્સ સંબંધિત ક્ષેત્રોમાં સરકારના તકનીકી અને સંચાલકીય કાર્યોને પૂર્ણ કરે છે. સંદેશાવ્યવહાર મંત્રાલય અંતર્ગત દૂરસંચાર વિભાગ (DOT) કેડર કંટ્રોલ અને નીતિગત નિર્ણયો જેમ કે કેડર માળખું, ભરતી, તાલીમ, કેડર ડેપ્યુટેશન, પગાર અને ભથ્થાઓ અને આઇટીએસ અધિકારીઓની શિસ્તની બાબતો માટે જવાબદાર છે.

આઈટીએસ અધિકારીઓ દૂરસંચાર વિભાગની નીતિ ઘડવાની અને અમલીકરણની જવાબદારી વહન કરે છે. આઇટીએસ અધિકારીઓ લાઇસન્સિંગ સેવાની બાબતોમાં અને દેશના મોટા ટેલિકોમ જિલ્લાઓમાં ટેલિગ્રાફ ઓથોરિટીની ભૂમિકા પણ નિભાવે છે, જેથી સર્વિસ પ્રોવાઇડર લાઇસન્સની શરતો અને ટેલિકોમ નેટવર્કની સુરક્ષાના મુદ્દાઓને પાલન કરે. ગેરકાયદે અને ગુપ્તચર ટેલિકમ્યુનિકેશન પ્રવૃત્તિઓ પરની કાર્યવાહી પણ આ કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1747363) Visitor Counter : 428