સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ લોકો હૉસ્પિટલમાં દાખલ થયા એ અંગે શ્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય ધારા 2.0ની અધ્યક્ષતા કરી


“પ્રધાનમંત્રી ગરીબ પશ્ચાદભૂમાંથી આવે છે અને એટલે તેઓ ગરીબો અને લાચારોના દુ:ખને સમજે છે”

આ કાર્યક્રમ સુનિશ્ચિત કરે છે કે ગરીબો અને સંપન્નને એ જ સારવાર એ જ સ્થળે મળે: શ્રી માંડવિયાએ એબી-પીએમજેએવાય અંગે કહ્યું

Posted On: 18 AUG 2021 4:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ બે કરોડ સારવાર સંપૂર્ણ થઈ નિમિત્તે આરોગ્ય ધારા-2.0 કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

ગઈકાલે બે કરોડથી વધુ હૉસ્પિટલ એડમિશનોનું સીમાચિહ્ન પૂર્ણ થયું સાથે, દેશમાં 33 રાજ્યો/સંઘ પ્રદેશોમાં યોજના 2018ની 23મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ત્યારથી આજની તારીખ સુધીમાં, 23000 જાહેર અને ખાનગી એમ્પેનલ્ડ હૉસ્પિટલોના વધતા નેટવર્ક મારફત આશરે રૂ. 25000 કરોડથી વધુની સારવાર પૂરી પડાઈ છે.

 

સિદ્ધિ અંગે પોતાનો ગર્વ વ્યક્ત કરતા અને અદભુત કામગીરીને શક્ય બનાવનાર દરેક કર્મચારીને અભિનંદન આપતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું, “આયુષમાન ભારત પીએમ-જેએવાય એક મહત્વાકાંક્ષી યોજના છે જે ગરીબો અને વંચિત લોકોને પરવડે એવી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સુનિશ્ચિત કરે છે. યોજનાએ તમામ પાત્ર લાભાર્થીઓને દર વર્ષે પરિવાર દીઠ રૂ. 5 લાખ સુધીના આરોગ્ય સેવાના કેશ લેસ અને પેપરલેસ લાભોથી સમર્થ કર્યા છે. રીતે, ઘણાં વંચિત વર્ગોને  નાણાં ધિરનારાઓ પાસે ગયા વિના સારવાર પરવડી શકે છે.”

ભારતમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રતિ વિશ્વાસપાત્ર રાજકીય પ્રતિબદ્ધતા અંગે તેમણે નોંધ્યું હતું કે, “પ્રધાનમંત્રી ગરીબ પશ્ચાદભૂ ધરાવે છે એનાથી તેઓ ગરીબો અને લાચારોની પીડાને અનુભવી શકે છે.” તેમણે અવસરે સામાન્ય જનતાને યોજનાના શબ્દો ફેલાવા હાકલ કરી હતી જેથી વધુ ને વધુ લોકો એનરોલ થાય અને કાર્યક્રમ હેઠળ એમને જરૂરિયાતના વખતે તબીબી સુવિધા પૂરી પાડી શકાય.

પોતાના અંગત જીવનનાં ઉદાહરણો ટાંકતા મંત્રીએ નોંધ્યું હતું કે યોજનાએ ગરીબ લોકોને સંપન્ન લોકોની જેમ હૉસ્પિટલમાં સારવાર લેવા સમર્થ કર્યા છે.

શ્રી માંડવિયાએ એબી પીએમ જેએવાય કાર્યક્રમની પહોંચને દેશમાં ગરીબમાં ગરીબ લોકો સુધી વધારવા માટે અને યોજના વિશે લાભાર્થીઓને જાગૃત કરવા માટે આરોગ્ય ધારા 2.0નું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.

 

અવસરે નિમ્નાનુસાર મહત્વની પહેલનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.

અધિકાર પત્ર: પીએમ-જેએવાય હેઠળ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવા દરમ્યાન લાભાર્થીને જારી થશે જેનાથી લાભાર્થીઓને એમના અધિકારો વિશે વધારે જાગૃત કરાય અને યોજના હેઠળ તેઓ રૂ. 5 લાખ સુધીની મફત અને કેશલેસ આરોગ્ય સેવાઓનો દાવો કરી  શકે.

અભિનંદન પત્ર: એબી પીએમ-જેએવાય યોજનાના લાભો મેળવવા બદલ પીએમ-જેએવાય હેઠળ સારવાર બાદ રજા મળે દરમ્યાન લાભાર્થીને એક આભાર નોંધ જારી થશે. અભિનંદન પત્રની સાથે એક ફીડબેક ફોર્મ પણ હશે જે લાભાર્થીએ તેણે યોજના હેઠળ મેળવેલી સેવા બાબતે ભરવાનું રહેશે.

આયુષમાન મિત્ર: વધુ એક મહત્વની પહેલનો શુભારંભ થયો છે જે પાત્ર લોકોને એમના આયુષમાન કાર્ડ્સ મેળવવામાં મદદ કરીને અને એમને યોજનાના કાર્યક્ષેત્રમાં લાવીને આયુષમાન ભારતના વિઝનમાં યોગદાન આપવાની તમામ નાગરિકોને તક પૂરી પાડે છે. આયુષમાન મિત્ર આઇડી સર્જવા માટે https://pmjay.gov.in/ayushman-mitra પર લોગ ઇન કરીને થઈ શકે છે અને આઇડી પાત્ર લોકોને આપી શકાય છે. આયુષમાન કાર્ડ્સ મેળવતી વખતે અને યોજના હેઠળ સારવાર મેળવતી વખતે લાભાર્થીઓ દ્વારા આયુષમાન મિત્ર આઇડી સીએસસી/એમ્પેનલ્ડ હૉસ્પિટલને આપી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ વધુમાં કાર્યક્રમ દરમ્યાન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

નેશનલ હેલ્થ ઑથોરિટીના સીઈઓ ડૉ. આર એસ શર્માએ લાભાર્થીઓ માટે દેશમાં ક્યાંય પણ સમયબદ્ધ રીતે રૂ. 5 લાખ સુધીની નાણાકીય સહાય મેળવવા સમગ્ર રીતે સરળ, ઝડપી, કેશલેસ, પારદર્શી અને પેપરલેસ ક્લેમ પ્રક્રિયા સમર્થ કરવા બદલ એનએચએના તંદુરસ્ત આઇટી પ્લેટફોર્મ્સની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી કે યોજના હેઠળ 50 કરોડથી વધુ લાભાર્થીઓને ચકાસીને નામ દાખલ કરવાના સરકારના લક્ષ્યાંકને જલદી પહોંચી વળાશે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે સમગ્ર એનએચએ પરિવારનો ટૂંકા ગાળામાં સિદ્ધિ માટે આભાર માન્યો હતો અને નોંધ્યું હતું કે યોજનાએ એના અસ્તિત્વના ત્રણ વર્ષોમાં હૉસ્પિટલ કેરમાં ક્રાંતિ આણી છે.

એનએચએના અધિક સીઈઓ ડૉ. પ્રવીણ ગેદમ અને એનએચએના ડેપ્યુટી સીઈઓ ડૉ. વિપુલ અગરવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

 

ઇવેન્ટનું વૅબકાસ્ટ કરવામાં આવ્યું હતું:

ફેસબુક - https://www.facebook.com/AyushmanBharatGoI/live_videos/

ટ્વીટર - https://twitter.com/i/broadcasts/1MYxNmomYwQJw

યુ ટ્યુબ  - https://youtu.be/fWQj-qZ6YZA

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1747113) Visitor Counter : 491