સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મંત્રીમંડળે ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને સ્વિટ્ઝર્લેન્ડના ફાઉન્ડેશન ફોર ઇનોવેટિવ ન્યૂ ડાયગ્નોસ્ટિક્સ (FIND) વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી
Posted On:
18 AUG 2021 4:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગના માળખામાં સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ફાઉન્ડેશન ફોર ઈનોવેટિવ ન્યૂ ડાયગ્નોસ્ટિક્સ (FIND) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી. ભારત દ્વારા ફેબ્રુઆરી -2021માં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
લાભો:
આ સમજૂતી કરાર પરસ્પર-હિતના ક્ષેત્રોમાં આંતર રાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને તકનીકી સહકારના માળખામાં ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
નાણાકીય અસરો:
ICMR 100,000 અમેરિકી ડોલર સુધીનું ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે જ્યારે FIND સ્થાનિક ભાગીદારો અને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) દ્વારા ઓળખાતા સંશોધકોને 400,000 અમેરિકી ડોલર સુધીનું ભંડોળ ઉપલબ્ધ કરાવશે.
પૃષ્ઠભૂમિ:
ICMR આંતરિક અને બહારના સંશોધન દ્વારા દેશમાં બાયોમેડિકલ સંશોધનને પ્રોત્સાહન આપે છે. FIND (ભારતીય) કંપનીઝ એક્ટ, 2013ની કલમ 8 હેઠળ બનાવેલ એક સ્વતંત્ર બિનનફાકારક સંસ્થા છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1746976)
Visitor Counter : 212