યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 17 ઓગસ્ટના રોજ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે સંવાદ કરશે

Posted On: 16 AUG 2021 11:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય પેરા-એથ્લેટ દળ સાથે સંવાદ કરશે.

કુલ 9 રમત સ્પર્ધાઓમાંથી 54 પેરા રમતવીરો રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. આ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. સંવાદ દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1746293) Visitor Counter : 300