ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાષ્ટ્રીય હેન્ડલૂમ (હાથવણાટ) દિવસે વણકર સમુદાય અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને શુભેચ્છા પાઠવી
"રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે હું આપણા અત્યંત પ્રતિભાશાળી વણાટ સમુદાય અને તેની સાથે સંકળાયેલા લોકોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું"
"આપણે ભાગ્યશાળી છીએ કે એક જીવંત હેન્ડલૂમ હેરિટેજ ઉદ્યોગ છે જે વૈશ્વિક સ્તરે માન્ય છે અને મોદી સરકાર આ ક્ષેત્રને સશક્ત બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી"
"આ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ આપણે બધા ભારતીય હેન્ડલૂમ પ્રોડક્ટ્સ પહેરવાનો સંકલ્પ કરીએ અને અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરિત કરીએ"
"પ્રાચીન વણાટની આપણી સમૃદ્ધ પરંપરાને સાચા અર્થમાં પ્રોત્સાહન અને સાચવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે"
Posted On:
07 AUG 2021 11:04AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ (હાથવણાટ) દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી અમિત શાહે પોતાના ટ્વિટમાં કહ્યું, "રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે હું આપણા અત્યંત પ્રતિભાશાળી વણકર સમુદાય અને તેની સાથે સંકળાયેલા લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું."
"વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત જીવંત હેન્ડલૂમ હેરિટેજ ઉદ્યોગ માટે આપણે ધન્ય છીએ અને મોદી સરકાર આ ક્ષેત્રને સશક્ત બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી."
“આ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે ચાલો આપણે બધા ભારત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ પહેરવાનો સંકલ્પ કરીએ અને અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરીએ. પ્રાચીન વણાટની આપણી સમૃદ્ધ પરંપરાને સાચા અર્થમાં પ્રોત્સાહન અને સાચવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.”
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743514)
Visitor Counter : 312