ગ્રામીણ વિકાસ મંત્રાલય
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશભરમાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ દ્વારા 87 મોબિલાઇઝેશન કેમ્પ યોજાયા
37.81 લાખ ઉમેદવારોએ 64 અભ્યાસક્રમોમાં તાલીમ લીધી અને 26.65 લાખ ઉમેદવારો RSETIs હેઠળ સ્વરોજગારમાં સ્થાયી થયા
Posted On:
06 AUG 2021 12:34PM by PIB Ahmedabad
'અમૃત મહોત્સવ' ઉજવણીના ભાગરૂપે, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓએ 30 જુલાઈ અને 5 ઓગસ્ટ, 2021 ની વચ્ચે દેશભરમાં 87 ‘એકત્રીકરણ શિબિરો’ નું આયોજન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ એ સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોની શ્રેણી છે. ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે. મહોત્સવ દેશભરમાં જન-ભાગીદારીની ભાવનાથી જન-ઉત્સવ તરીકે ઉજવાશે.
19 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 87 જિલ્લાઓમાં કુલ 87 એકત્રીકરણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોબિલાઇઝેશન ડ્રાઇવ દરમિયાન, ભાગ લેનારાઓને તેઓ પસંદ કરી શકે તેવા વિવિધ અભ્યાસક્રમોથી વાકેફ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં આકર્ષવા માટે પ્લાન્ટેશન ડ્રાઇવ, માસ્ક અને રાશન વિતરણ વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.
કુલ 37.81 લાખ ઉમેદવારોને 64 અભ્યાસક્રમો (59 નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) ગોઠવાયેલા અને 5 MoRD મંજૂર)માં RSETIs હેઠળ તાલીમ આપવામાં આવી છે અને 26.65 લાખ ઉમેદવારો સ્વરોજગારમાં સ્થાયી થયા છે. આ કાર્યક્રમ હાલમાં 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં છે જેમાં 585 કાર્યરત RSETIs છે જે 23 અગ્રણી બેંકો (જાહેર અને ખાનગી ક્ષેત્ર તેમજ કેટલીક ગ્રામીણ બેંકો) દ્વારા પ્રાયોજિત છે.
RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાઓ) કાર્યક્રમ ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારો અને પ્રાયોજક બેંકો વચ્ચે ત્રિ-માર્ગીય ભાગીદારી છે. બેંકોને તેમના મુખ્ય જિલ્લામાં ઓછામાં ઓછી એક RSETI ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી ગ્રામીણ યુવાનોને સ્વરોજગારી/ ઉદ્યોગસાહસિકતાનું સાહસ કરવા માટે તાલીમ આપવામાં આવે. RSETI પ્રોગ્રામ ટૂંકાગાળાની તાલીમ અને સાહસિકોના લાંબા ગાળાની સહાય અભિગમ સાથે ચાલે છે. 18-45 વર્ષની વયજૂથ વચ્ચેના ગ્રામીણ ગરીબ યુવાનો તાલીમમાં જોડાવા પાત્ર છે. RSETIs ગ્રામીણ ગરીબ યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમને કાર્યક્ષેત્ર અને ઉદ્યોગસાહસિક કુશળતાની તાલીમ આપીને નફાકારક ઉદ્યોગસાહસિકોમાં ફેરવવા માટે અગ્રણી તરીકે સ્થાપિત થયા છે.
મોબિલાઇઝેશન કેમ્પ એ કાર્યક્રમનું એક અભિન્ન ઘટક છે કારણ કે આ સંભવિત ઉમેદવારો સુધી પહોંચવા અને તેમને યોજના અને તેની જોગવાઈઓ વિશે જાણ કરવાની પૂરતી તકો પૂરી પાડે છે. આવી ડ્રાઇવ દરમિયાન હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓમાં, ઉપસ્થિતોને સંખ્યાબંધ નાણાકીય રમતો રમાડવામાં જણાવવામાં આવે છે.
RSETI, Champawat
RSETI, Hajipur
RSETI, Durg
RSETI, Haridwar
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743121)
Visitor Counter : 283