યુવા બાબતો અને રમત મંત્રાલય

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ આજે વેઇટલિફ્ટિંગની વિમેન્સ 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો, ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનો પ્રથમ મેડલ

Posted On: 24 JUL 2021 4:45PM by PIB Ahmedabad

મુખ્ય આકર્ષણ:

* મીરાબાઈ ચાનુએ કુલ 202 કિગ્રા વજન ઉંચક્યું, તેણે સ્નેચમાં 87 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિગ્રા વજન ઉંચક્યું

* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના મેડલ વિજયના સફળ પ્રારંભ બદલ ખુશી વ્યક્ત કરી અને મીરાબાઈ ચાનુને તેના અપ્રતિમ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા

* અભિનંદન મીરાબાઈ ચાનુ, રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે અભિનંદન આપતા જણાવ્યું કે તમે દેશને ગૌરવ અપાવ્યું છે

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ આજે વેઇટલિફ્ટિંગની વિમેન્સ 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો, ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનો પ્રથમ મેડલ હતો. મીરાબાઈ ચાનુએ કુલ 202 કિગ્રા વજન ઉંચક્યું હતું જેમાં સ્નેચમાં 87 કિગ્રા તથા ક્લીન એન્ડ જર્કમાં 115 કિગ્રા વજનનો સમાવેશ થતો હતો. મણીપુરની 26 વર્ષીય મીરાબાઈએ 2018માં પીઠની ઇજા બાદ સારી મહેનત કરી હતી અને આજે તે દેશમાં સૌથી લોકપ્રિય બની ગઈ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર તથા દેશના તમામ ખૂણેથી ભારતીય રમતપ્રેમીઓને મીરાબાઈ ચાનુને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ચાનુને તેની ઉત્કૃષ્ટ જીતની શુભેચ્છા પાઠવી હતી. શ્રી કોવિંદે ટિ્‌વટ કર્યું હતું કે, “વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારત માટે મેડલ મેળવવાની શરૂઆત કરવા બદલ મીરાબાઈ ચાનુને હાર્દિક અભિનંદન.”

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ચાનુને તેની ઉત્કૃષ્ટ જીતની શુભેચ્છા પાઠવી હતી. શ્રી કોવિંદે ટિ્‌વટ કર્યું હતું કે, “વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારત માટે મેડલ મેળવવાની શરૂઆત કરવા બદલ મીરાબાઈ ચાનુને હાર્દિક અભિનંદન.”

મેડલ જીતીને ભારતને ટોક્યો ઓલિમ્પિક્સનો વિજયી પ્રારંભ કર્યો તે બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને મીરાબાઈ ચાનુને તેના સફળ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા.  ટોક્યો 2020માં આથી સારા આનંદદાયક પ્રારંભની કલ્પના કરી શકાય નહીં. મીરાબાઈ ચાનુના અસામાન્ય પ્રદર્શનથી ભારત ઝૂમી ઉઠ્યું છે. વેઇટલફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન. તેની સફળતા તમામ ભારતીયોને પ્રોત્સાહિત કરે છે. તેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેશટેગ ચિયર4ઇન્ડિયા પર ટ્વિટ કરી હતી.

 

મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવતાં રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે તમને ખૂબ ખૂબ અભિનંદન અને 135 કરોડ ભારતવાસીઓના ચહેરા પર સ્મિત ફરકાવવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદી તથા તમામ દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. પ્રથમ દિવસે, પ્રથમ મેડલ અને તમે દેશને ગૌરવ પ્રદાન કર્યું છે."

સંપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયા જોવા માટે લિંકને ક્લિક કરો:  https://fb.watch/6XK0ApJBFP/

 

મીરાબાઈ ચાનુએ તેના વતનની નજીકના ઇમ્ફાલ ખાતેના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ)ના સેન્ટર ખાતે તાલીમનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં મીરાબાઈ ચાનુ કુલ પાંચ સપ્તાહ તેના મણીપુરના નિવાસે ગઈ છે. આ સમયગાળા દરમિયાન તે પટિયાળાના નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ ખાતે જ તાલીમ લેતી રહી હતી. આ ઉપરાંત 2018માં થયેલી પીઠની ઇજાની સારવાર માટે તે માત્ર મુંબઈનો પ્રવાસ કરતી રહેતી હતી. 2017માં તેને ટારગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમમાં સામેલ કરવામાં આવી હતી.

 

ટારગેટ ઓલિમ્પિકસ પોડિયમ સ્કીમના સહકાર મારફતે તે અમેરિકાના સેંટ લૂઇસ ખાતે ગઈ હતી જ્યાં તેને જાણીતા ફિઝિકલ થેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ ડૉ. એરાન હોર્શિગે તેની ટેકનિકમાં સુધારો લાવવામાં અને પીઠના દર્દને દૂર કરવામાં મદદ કરી હતી. અગાઉ મીરાબાઈ ખભા અને પીઠના દર્દની વારંવાર ફરિયાદ કરતી રહેતી હતી. આ તાલીમને કારણે મીરાબાઈને ક્લીન એન્ડ જર્કમાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં મદદ મળી હતી. તેણે એપ્રિલ 2021માં તાસ્કંદ ખાતે યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 119 કિગ્રા વજન ઉંચકીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.

 

કોરોનાને કારણે અમેરિકા દ્વારા ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં આવશે તેવી દહેશત વચ્ચે મીરાબાઈને અમેરિકાના સેંટ લૂઇસ ખાતે મોકલવાનો નિર્ણય ગણતરીના કલાકોમાં જ લેવાયો હતો. ભારતમાં કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને અમેરિકાની સરકારે ભારતથી આવતા તમામ પ્રવાસીઓને પોતાના દેશમાં આવવા સામે પ્રતિબંધ લાદ્યો તેના આગલા દિવસે એટલે કે પહેલી મેએ મીરાબાઈએ અમેરિકાની ફ્લાઇટ લઈ લીધી હતી. તેમાં કોઈ શંકા નથી કે આ પ્રવાસ અને આ પ્રયાસે મીરાબાઈને ખૂબ જ મદદ કરી હતી.

અગાઉ ઓક્ટોબર 2020થી ડિસેમ્બર 2020 દરમિયાન પણ મીરાબાઈ ચાનુએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો અને તેની ઇજાની રિહેબ માટે તેણે ડૉ. એરોન હોર્શિગ પાસે તાલીમ લીધી હતી.



(Release ID: 1738635) Visitor Counter : 304