ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની રદ કરેલી કલમ 66A અંતર્ગત કેસો ના નોંધવા માટે પોતાના પોલીસ સ્ટેશનોને નિર્દેશો આપવાની વિનંતી કરી

Posted On: 14 JUL 2021 6:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા તમામ પોલીસ સ્ટેશનોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની રદ કરેલી કલમ 66A અંતર્ગત કોઇ કેસો ના નોંધવા સંદર્ભે જરૂરી નિર્દેશો આપે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એમ પણ કહેવામાં આવ્યું છે કે, સર્વોચ્ચ અદાલતે 24.03.2015ના રોજ આપેલા આદેશના અનુપાલન માટે કાયદાના અમલીકરણની એજન્સીઓને તાકીદ કરવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવી પણ વિનંતી કરી છે કે, જો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66A હેઠળ કોઇપણ કેસ નોંધવામાં આવ્યો હોય તો, આવા કેસોને તાત્કાલિક પાછા ખેંચી લેવા જોઇએ.

સર્વોચ્ચ અદાલતે 24.03.2015ના રોજ શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સરકારના કેસ સંદર્ભે આપેલા ચુકાદામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66Aને નાબુદ કરી હતી. આના કારણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66A રદ થઇ ગઇ છે અને આદેશની તારીખ એટલે કે, 24.03.20215ના રોજથી તે અમલમાં છે અને કારણે, કલમ અંતર્ગત કોઇપણ પ્રકારના પગલાં લેવાવા જોઇએ નહીં.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1735607) Visitor Counter : 349