સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ: માન્યતા વિ. હકીકતો


કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કોવિડ રસીની અછતનાં મુદ્દાઓને ધ્યાનમાં રાખતા શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કર્યા

"રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ ગેરવહીવટ ન થાય તે માટે રસીકરણની ઝુંબેશના અસરકારક આયોજનની અગાઉથી ખાતરી કરવા માટે રસીની ઉપલબ્ધતા અંગે જાણકારી આપી"

બેજવાબદાર નિવેદનો દ્વારા લોકોમાં ખોટી માહિતી ફેલાવનારાઓને આત્મનિરીક્ષણની સલાહ આપી

Posted On: 14 JUL 2021 3:34PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ રસીઓની અછત અને ધીમી ઉપલબ્ધતા અંગે કેટલાક રાજ્યો અને રાજકીય પ્રતિનિધિઓના અનેક નિવેદનો આવ્યા છે. આજે શ્રેણીબદ્ધ ટ્વીટમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આક્ષેપો અને દંતકથાઓને ખોટી પાડતા કહ્યું છે કે આવા નિવેદનો તથ્યો પર આધારિત નથી અને લોકોમાં ગભરાટ ફેલાવવા માગે છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે પુરાવા અને તથ્યોના આધારે પ્રવર્તમાન પરિસ્થિતિના વિશ્લેષણ દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકાય છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દ્વારા રસીકરણ સક્ષમ કરવા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જૂન 2021માં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11.46 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં આ ઉપલબ્ધતા વધારીને 13.50 કરોડની માત્રા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઉત્પાદકો સાથેની ચર્ચાને આધારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જુલાઈ મહિનામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ રસીના ડોઝની સંખ્યા અંગે 19 જૂન, 2021ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી હતી. ત્યારબાદ, 27 જૂન અને 13 જુલાઇએ, રાજ્યોને પણ જુલાઈ 2021ના પહેલા અને બીજા પખવાડિયામાં દરરોજ રસીઓની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી, આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે રાજ્યોને ડોઝના સમય અને માત્રાની બાબતમાં માહિતી પ્રાપ્ત થઈ શકે અને રાજ્ય/જિલ્લા કક્ષાએ વધુ સારી અને અસરકારક રીતે રસીકરણ ડ્રાઈવની યોજના બનાવી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોવિડ-19 રસીકરણ સત્રોની યોજના કોવિડ રસીઓની ઉપલબ્ધતાના આધારે કરશે જેથી દેશના લોકોને કોઈ તકલીફ ન પડે. 

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ પણ પોતાની ટવીટમાં જણાવ્યું છે કે રસીની ઉપલબ્ધતા અંગે રાજ્યોને આગોતરી માહિતી આપવા છતાં, જો રસીકરણ લાભાર્થીઓની ગેરવહીવટ અને લાંબી કતારો જોવામાં આવી રહી છે, તો સ્પષ્ટ થાય છે કે અસલ મુદ્દો શું છે અને આ બાબતો માટે કોણ જવાબદાર છે. શ્રી મનસુખ માંડવિયાએ વધુમાં સલાહ આપી કે જે લોકો મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે, જે લોકોમાં ખોટી માહિતી અને ગભરાટ પેદા કરી રહ્યા છે, તેઓને શાસન પ્રક્રિયાઓથી અને પોતાને આપવામાં આવતી સંબંધિત માહિતીથી પોતાને એટલા દુર કરી દીધા છે કે કેમ તેની આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, રસીઓની ઉપલબ્ધતાને લગતી સાચી એડવાન્સ માહિતીની પણ જાણકારી હોતી નથી.



(Release ID: 1735388) Visitor Counter : 250