પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદિવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
Posted On:
14 JUL 2021 2:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદિવ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આજે ટેલીફોન પર વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ સોલિહે કોવિડ મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારતના સહયોગ અને સમર્થન માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ માલદિવમાં ભારત સમર્થિત વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને કોવિડ મહામારીના અવરોધો છતાં કાર્યાન્વયનની તીવ્ર ગતિ અંગે સંતુષ્ટિ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માલદીવ ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિ અને ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ (સાગર)ના મેરિટાઈમ વિઝનનો એક કેન્દ્રીય સ્તંભ છે.
પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ સોલિહને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ તરીકે વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદની ચૂંટણી માટે અભિનંદન આપ્યા હતા.
બંને નેતાઓ વચ્ચે ટેલીફોન પર થયેલી વાતચીતથી તેઓને દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા અને બંને દેશ વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક સહયોગને વધુ ગતિ તથા માર્ગદર્શન પ્રદાન કરવાનો મોકો પ્રાપ્ત થયો છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1735351)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam