નાણા મંત્રાલય

ભારત અને યુકેએ વર્ચ્યુઅલ માધ્યમથી નાણાકીય બજારો વિશે સંવાદ યોજ્યો

Posted On: 09 JUL 2021 9:54AM by PIB Ahmedabad

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) એ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ગઈકાલે સાંજે (08-07-2021) ભારત-યુકે ફાયનાન્સીયલ માર્કેટ ડાયલોગ (ધી ડાયલોગ)ની ઉદ્ઘાટન બેઠક યોજી હતી. નાણાકીય ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આ સંવાદની સ્થાપના 10મી ઈકોનોમીક અને ફાયનાન્સિયલ ડાયલોગ (ઈએફડી) ખાતે કરવામાં આવી હતી.

 

આ સંવાદમાં ભારતીય પક્ષના નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને યુકે તરફથી નાણાં મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો હતો. ભારત અને યુકેની સ્વતંત્ર નિયમનકારી એજન્સીઓ જેમકે ભારતીય રિઝર્વ બેંક, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા, આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટી, ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ફાયનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

સંવાદ દરમિયાન, ચાર વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી:

 

  • ગિફ્ટ - (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) શહેર, ભારતનું અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર,
  • બેંકિંગ અને ચુકવણી,
  • વીમો અને
  • મૂડી બજાર

આ મુદ્દાઓ પર સરકારો વચ્ચે ચર્ચા થયા બાદ ખાનગી ક્ષેત્રના ભાગીદારોને વાટાઘાટો માટે આમંત્રણ અપાયું છે. સિટી ઓફ લંડન કોર્પોરેશનના કેપિટલ માર્કેટ્સ વર્કિંગ ગ્રૂપે ભારતીય કોર્પોરેટ બોન્ડ બજાર અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત, ભારત-યુકે નાણાકીય ભાગીદારીએ ભારત-યુકે નાણાકીય સેવાઓના સંબંધ વિશે અને ખાસ કરીને ગિફ્ટ સિટીને વૈશ્વિક સેવા કેન્દ્ર તરીકે વિકસાવવા વિશેની ભલામણો રજૂ કરી.

આ સેવાઓને ધ્યાનમાં રાખીને, બંને પક્ષો સંમત થયા કે ભારત અને યુકે વચ્ચે નાણાકીય સેવાઓ સહકારને મજબૂત બનાવવાની મોટી સંભાવના છે. બંને પક્ષોએ આગામી મહિનાઓમાં ઈએફડી અને ભાવિ ભારત-યુકે એફટીએને ટાંકીને, આ ક્ષેત્રોમાં વધુ સહયોગ ચાલુ રાખવા સંમતિ આપી. નોંધનીય છે કે આગામી ઈએફડી આ વર્ષના અંત સુધીમાં થવાની સંભાવના છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734208) Visitor Counter : 270