કાપડ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલે કાપડ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો


શ્રીમતી દર્શના વિક્રમ જરદોશે પણ કાપડ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 08 JUL 2021 3:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની પાસેથી કાપડ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશે પણ આજે કાર્યભાર સંભાળ્યો.

કાર્યભાર સંભાળ્યા બાદ મીડિયાને સંબોધિત કરતાં શ્રી પિયુષ ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ તક આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. શ્રી ગોયલે તેમના પુરોગામી શ્રીમતી સ્મૃતિ ઈરાનીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કાપડ મંત્રાલયમાં ઘણા સારા કામ કર્યા છે અને પરિણામે, તાજેતરના વર્ષોમાં તેની પ્રોફાઇલ અનેકગણી વધી છે. પ્રધાને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે આ ક્ષેત્ર મજબૂત બને અને અર્થતંત્ર માટે હજી મોટો ટેકો બને. તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ ક્ષેત્ર વચ્ચે સુમેળની કલ્પના કરે છે અને કદાચ આ જ કારણ છે કે તેમને આ મંત્રાલયનો કાર્યભાર પણ સોંપાયો છે.

શ્રી ગોયલે કહ્યું કે કાપડ એ રોજગાર માટેનું મોટું ક્ષેત્ર છે તેથી આ એક મોટી તક છે કે આ ક્ષેત્ર દ્વારા સરકાર આ ક્ષેત્રમાં કાર્યરત તમામ લોકોની આવકને, ખાસ કરીને મહિલાઓને મોટો ટેકો આપવાનો પ્રયાસ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ખાતરી કરશે કે આ ક્ષેત્રમાં વધુ સુધારો થઈ શકે અને નિકાસને વેગ મળી શકે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ક્ષેત્રમાં મોટી વૃદ્ધિ થશે.

શ્રી ગોયલે વધુમાં ઉમેર્યું કે, સરકાર બ્રાન્ડ ઈન્ડિયા અને ભારતીય કાપડને પ્રોત્સાહન આપવા માંગે છે, જેણે અગાઉ બ્રાન્ડ ઈન્ડિયા બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે, ફરી એક મુખ્ય ભૂમિકા નિભાવશે. મંત્રીએ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશનું પણ સ્વાગત કર્યું અને કહ્યું કે તે એક આધાર આધારસ્તંભ બની રહેશે અને આ ક્ષેત્રના વિકાસમાં મદદ કરશે.

રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમને આ મોટી તક આપી છે અને તેઓ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ અને કેબિનેટ મંત્રી શ્રી પિયુષ ગોયલના માર્ગદર્શન હેઠળ કાપડ ક્ષેત્રને વિકસાવવા અને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે અને તેને 'મેક ઇન ઇન્ડિયા' માટેનું મુખ્ય ક્ષેત્ર બનાવશે.

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733695) Visitor Counter : 318